સુરત તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોએ કોંગ્રેસની ન્યાય યાત્રાથી બનાવી દૂરી, કહ્યુ- “લાશો પર રાજકારણ કરવાનુ બંધ કરો”- Video
સુરતના તક્ષશિલા અગ્નિકાંડના પીડિતોએ કોંગ્રેસની ન્યાય યાત્રામાં સામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે ન્યાય યાત્રા માત્ર રાજકીય હોવાનુ જણાવ્યુ છે. પીડિત પરિવારોએ જણાવ્યુ કે 5 તક્ષશિલા અગ્નિકાંડને આજે 5 વર્ષ થયા, ત્યાં સુધી રાહુલ ગાંધી ક્યા હતા ? કોંગ્રેસ પોતાના રાજકીય લાભ માટે લાશો પર રાજકારણ કરવાનું બંધ કરે તેવો સ્પષ્ટ સંદેશ તક્ષશિલા અગ્નિકાંડના પીડીતિઓ આપ્યો છે.
ગુજરાતીમાં કોંગ્રેસ દ્વારા અલગ અલગ શહેરોની અંદર બનેલી મોટી દુર્ઘટનામાં જે લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે તેમને ન્યાય મળે તે માટે કોંગ્રેસ ન્યાય યાત્રા શરૂ કરી રહી છે તે દરમિયાન સુરતની અંદર તક્ષશિલા અગ્નિકાંડ માં જે લોકોના જીવ ગુમાવ્યા છે તેમના પરિવારના લોકોએ આ ન્યાય યાત્રાની અંદર જોડાશે નહીં અને તેમને જણાવ્યું કે જો કોઈ રાજકીય વ્યક્તિએ અમને સપોર્ટ કરવો હોય તો કાયદાકીય રીતે સપોર્ટ કરી શકે છે પણ અમારા બાળકોના મોત ઉપર કોઈ રાજનીતિ કરવી અમને યોગ્ય લાગતી નથી.
કાયદાકીય મદદ કરી શકતા હો તો જ વેલકમ: પીડિત પરિવારો
સુરતના સરથાણા વિસ્તારમાં આવેલું તક્ષશિલા કોમ્પલેક્ષની અંદર વર્ષ 2018 ની અંદર આગ લાગવાના કારણે નાના માસુમ બાળકો સહિત 22 લોકોના જીવ આગમાં ગુમાવવાનો વારો આવ્યો હતો. જેને લઈને છેલ્લા પાંચ વર્ષથી વાલીઓ દ્વારા ન્યાય માટે લડત ચલાવી રહ્યા છે. ત્યારે આજે તમામ વાલીઓ તક્ષશિલા કોમ્પલેક્ષની બહાર ભેગા થઈ અને મીડિયાને જણાવ્યું હતું કે અમારા માટે કોઈ રાજકીય પરિબળ ભાગ ન ભજવે અને અમારે કોઈ ન્યાય યાત્રાની અંદર ભાગ પણ લેવાનો નથી.
દુર્ઘટનાને 5 વર્ષ થયા ત્યાં સુધી રાહુલ ગાંધી ક્યાં હતા ?: પીડિત પરિવારો
અમે અમારી રીતે સરકાર પાસે ન્યાય માટે સતત માંગણીઓ કરી રહ્યા છે છતાં પણ કોઈ રાજ્ય વ્યક્તિ અથવા તો કોઈ રાજકીય પક્ષને અમને સપોર્ટ કરવો હોય તો રાજકીય નહીં પણ ન્યાય અથવા તો કાયદાકીય રીતે સપોર્ટ કરે. કોર્ટની અંદર કઈ રીતે સપોર્ટ કરી શકે છે તે માટે અમને સપોર્ટ કરે તેવી માંગ કરી છે. સાથે સરકાર પાસે પણ એવી માંગ કરી કે ત્યાં આ કેસ ઝડપી ચાલે અને તેમને ઝડપી ન્યાય મળે.
ત્યારે જોવાનું રહ્યું એક બાજુ રાહુલ ગાંધી ન્યાય યાત્રા કાઢી રહ્યા છે અને બીજી બાજુ વાલીઓ દ્વારા રેલીની અંદર જોડાવા માટેની મનાઈ ફરમાવી રહ્યા છે ત્યારે રાજકીય ન્યાયાત્રાની અંદર કઈ રીતે સ્થિતિ જોવા મળશે તે જોવું રહ્યું.