દિલ્હીમાં (delhi ) સતત વધી રહેલા પ્રદુષણ માટે એક કારણ ડાંગરની પરાળી પણ છે. તેવામાં દક્ષિણ ગુજરાતમાં (south gujarat ) વાત કરીએ તો 2 લાખ હેકટર અને ગુજરાતમાં સાત લાખ હેકટર જમીનમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. છતાં અહીં પ્રદુષણની માત્ર શૂન્ય છે. જેની પાછળનું મુખ્ય કારણ ખેડૂતો પરાળી સળગાવતા નથી. પણ સાયન્ટિફિક રીતે આ પરાળી નો આહાર તરીકે તૈયાર કરવામાં આવે છે. અને બાદમાં તેને પશુધનને આપવામાં આવે છે. જેથી શહેરની સાથે ગામડાઓ પણ પ્રદુષણ મુક્ત બન્યા છે.
શિયાળાની શરૂઆત થતાની સાથે જ પ્રદુષણ વધતું હોવાની ફરિયાદો સામાન્ય બને છે. જેમાં પણ દેશની રાજધાની દિલ્હીમાં તો પ્રદુષણ બેકાબુ બની જાય છે. એક અહેવાલ પ્રમાણે દિલ્હીના આજુબાજુના ખેતરોમાં ડાંગરના પાકની પરાળી સળગાવવાના કારણે પ્રદુષણ વધી રહ્યું છે. ગુજરાતમાં ખેડૂતો આ પરાળી ને સળગાવવને બદલે તેનો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે પ્રદુષણની ફરિયાદ ઝીરો છે.
ગુજરાતના ખેડૂતો પરાળીનો ઉપયોગ કેવી રીતે કરે છે ?
આ અંગે દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના માજી પ્રમુખ જયેશ દેલાડ જણાવે છે કે ગુજરાતમાં અમદાવાદ, ખેડા, પંચમહાલ, દક્ષિણ ગુજરાત સહીત આખા ગુજરાતમાં સાત લાખ હેકટર જમીનમાં ડાંગરનો પાક લેવામાં આવે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 2 લાખ હેકટરમાં ડાંગરની ખેતી થાય છે. ડાંગરનો ઉતારો લેવાય છે ત્યારે તેમાં જે પરાળી બચે છે તે પરાળી ગુજરાતના ખેડૂતો સળગાવતા નથી પણ વૈજ્ઞાનિક ઢબે પરાળી નો સંગ્રહ કરીને આખું વર્ષ તેનો પશુ આહાર તરીકે ઉપયોગ કરે છે.
બે રીતે પરાળી તૈયાર કરાય છે :
ખેડૂતો આ પરાળી બે રીતે તૈયાર કરે છે. એક તો ઝુંડામણી ભેગી કરે છે. હવે તો એવા આધુનિક મશીનો આવ્યા છે કે એકબાજુ ડાંગરની ગુણો ભરાતી રહે અને બીજી બાજુ પરાળી ની ગાંસડી બંધાતી જાય છે. જેના કારણે ખેડૂતો પરાળી સળગાવતા નહીં હોવાથી અત્યાર સુધી શહેર કે ગામડામાં પણ પ્રદુષણ ઉઠ્યું હોય એવી કોઈ ફરિયાદ આવી નથી. ઉલ્ટાનું અન્ય રાજ્યના ખેડૂતોએ ગુજરાતના ખેડૂતોની પરાળી ની સિસ્ટમને વખાણી છે. પરાળી માં યુરિયા ટ્રીટમેન્ટ કરીને પશુ આહાર તૈયાર કરાય છે. તેવું કરવાથી પરાળી માં પોષક તત્વો વધી જાય છે.
આ પણ વાંચો : 18 દિવસની બાળકીને માતાએ નદીમાં ફેંકી હત્યા કરી, પોલીસ અને પતિ સમક્ષ અપહરણનું નાટક રચ્યું
આ પણ વાંચો : સુમુલ ડેરીમાં ડ્રાઈવરની હત્યા કરનાર હત્યારો ડ્રાઈવર ઝડપાયો, મૃતકના પરિવારને ડેરી 12 લાખ વળતર પેટે આપશે