સુરત અગ્નિકાંડ બાદ મેયરનું રાજીનામું માગવા પહોંચેલા હાર્દિક સાથે મારામારીનો પ્રયાસ, ભાજપ સરકાર આવી ગઈ છે હવે મને મારી પણ નાખશે
સુરતમાં હાર્દિક પટેલને માર મારવાનો પ્રયાસ થયો છે. આ પ્રયાસ સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના જૂના સાથીએ જ કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હાર્દિક પટેલ અગ્નિકાંડના ઘટનાસ્થળની મુલાકાત માટે તક્ષશિલા આર્કેડ ગયો હતો. જ્યાં તેને માર મારવાનો પ્રયાસ થતાં તંગદીલી ભર્યો માહોલ છવાઈ ગયો હતો. હાર્દિકના સમર્થકો અને પાસના જૂના સાથીઓ વચ્ચે ઘર્ષણ થયું […]
સુરતમાં હાર્દિક પટેલને માર મારવાનો પ્રયાસ થયો છે. આ પ્રયાસ સુરત પાટીદાર અનામત આંદોલન સમિતિના જૂના સાથીએ જ કર્યો હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. હાર્દિક પટેલ અગ્નિકાંડના ઘટનાસ્થળની મુલાકાત માટે તક્ષશિલા આર્કેડ ગયો હતો. જ્યાં તેને માર મારવાનો પ્રયાસ થતાં તંગદીલી ભર્યો માહોલ છવાઈ ગયો હતો. હાર્દિકના સમર્થકો અને પાસના જૂના સાથીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જોકે હાર્દિકને ગાડીમાં બેસાડીને તાત્કાલિક રવાના કરી દેવાયો હતો. ઘટનાને લઈ હાર્દિક પટેલે ભાજપ પર આરોપ લગાવ્યો છે. હાર્દિકે કહ્યું કે- ભાજપની સરકાર આવી ગઈ છે, મારી પણ નાખે.
કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પણ ત્યાં આવી પહોંચ્યા છે અને સુરતના મેયરના રાજીનામાની માગણી કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે જો 12 કલાકમાં સરકાર કોઈ કાર્યવાહી નહીં કરે અને મેયર રાજીનામું નહીં આપે તો તે ધરણાં પર બેસી જશે.
Congress leader @HardikPatel_ joins people sitting on dharna with demand of justice in #SuratFireTragedy #Gujarat #Tv9News #SuratFire pic.twitter.com/9xjAwT2TQK
— Tv9 Gujarati (@tv9gujarati) May 26, 2019
સુરતના અગ્નિકાંડને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને લોકો ન્યાયની માગણી સાથે ધરણાં પર બેસી ગયા છે. અગ્નિકાંડ બાદ પોલીસ વિભાગ અને અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે. ધરણાં પર બેઠેલાં લોકોને પોલીસે સમજાવીને ખસેડાવાને લઈને પોલીસ અને સ્થાનિકો સામે સામે આવી ગયા છે. આ ઘટનાને લઈને લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા છે.