Surat: ટેબ્લેટ વિવાદનો અંત, હવે યુનિવર્સીટી ન મળેલા ટેબ્લેટના રૂપિયા પરત આપશે

છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓ ટેબ્લેટને લઈને રજૂઆતો કરતા આવ્યા હતા. હવે તેનો સુખદ ઉકેલ આવ્યો છે.

Surat: ટેબ્લેટ વિવાદનો અંત, હવે યુનિવર્સીટી ન મળેલા ટેબ્લેટના રૂપિયા પરત આપશે
Surat: End of tablet controversy: Now the university will return the rupee of the tablet not received.
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 31, 2021 | 7:58 AM

Surat:  વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં(VNSGU)  ટેબ્લેટ(tablet ) વિવાદનો આખરે  અંત આવ્યો છે. યુનિવર્સિટીમાં ભણ્યા પછી પણ જે વિદ્યાર્થીઓને ટેબ્લેટ નથી મળ્યા તેમને હવે ટેબ્લેટના રૂપિયા પરત કરવામાં આવશે. તેના માટે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં અરજી આપીને જાણકારી આપવાની રહેશે કે તે કઈ કોલેજમાં અભ્યાસ કરે છે. સાથે જ ટેબ્લેટ માટે પૈસા આપ્યાની રસીદ પણ જમા કરાવવી પડશે.

શૈક્ષણિક વર્ષ 2019 20 દરમિયાન સરકાર ની ટેબલેટ યોજના અંતર્ગત નોંધાયેલાવિદ્યાર્થીઓ પૈકી 30 હજાર ટેબલેટ સરકાર તરફથી ફાળવવામાં આવ્યા હતા. પરંતુ ફી સહિત સફળતા પૂર્વક નોંધણી થયેલ હોય તેવા વિદ્યાર્થીઓ પૈકી 10,973 વિદ્યાર્થીઓને ટેબ્લેટ ફાળવવાના બાકી છે. આ માટે વારંવાર કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. સરકારની સંબંધિત કચેરી પર જઈને પણ રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ વિદ્યાર્થીઓને બાકી ટેબલેટ મળી શક્યા નહોતા.

રાજ્ય સરકારે વર્ષ 2017માં રૂ.1 હજારમાં નમો ટેબ્લેટ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ બે વર્ષ સુધી વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવ્યા હતા. પણ એ પછી ગયા વર્ષે કોરોના પેનડેમીકને કારણે યોજના હેઠળ ટેબ્લેટ મળી શક્યા નહોતા. ટેબ્લેટની ક્વોલિટી સારી ન હોવા સાથે ચાઈના સાથે પ્રોબ્લેમ થવાના કારણે ગુજરાત સરકારે ચાઈના પાસે ટેબ્લેટ લેવાનું માંડી વાળ્યું હતું.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

વર્ષ 2020માં યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓની પાસેથી ટેબલેટ માટે રૂપિયા લીધા હતા. પછી સરકાર દ્વારા ટેબલેટ મોકલવામાં આવ્યા ન હતા. તેના ઉપર સતત વિવાદ ચાલી રહ્યો હતો. જેને જોતા હવે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને રૂપિયા પરત કરવાનો નિર્ણય લીધો છે. કુલ દસ હજાર વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાના બાકી છે જેના માટે વિદ્યાર્થીઓએ ઘણી વખત યુનિવર્સિટીમાં આંદોલન પણ કર્યું હતું.

બીજી તરફ માહિતી મળી છે કે વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવાની પ્રક્રિયા 1 ઑગસ્ટથી 25 ઓગસ્ટ સુધી ચાલશે. હવે વિદ્યાર્થીઓ પાસે બે જ વિકલ્પ છે જો વિદ્યાર્થી રૂપિયા પરત લેવા માંગે છે તો તે લઈ શકે છે અથવા તો વિદ્યાર્થી પૈસા લઈને ટેબલેટ લેવા માંગે છે તે રાહ જોઈ શકે છે. જોકે આ રીતે યુનિવર્સીટીમાં લાંબા સમયથી ટેબ્લેટને લઈને વિદ્યાર્થીઓની જે માંગણી હતી તે સંતોષાઈ છે. હવે આજ્જથી વિદ્યાર્થીઓ અરજી કરીને ટેબ્લેટના રૂપિયા પરત મેળવી શકશે.

Latest News Updates

હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">