Surat : ડાયમંડ અને બ્રિજ સીટી સુરત હવે ‘વોક વે સીટી’ તરીકે પણ દેશમાં ઓળખ પામશે

શહેરમાં મનપા દ્વારા સપોર્ટ સેન્ટરો તો બનાવાયા જ છે. પરંતુ શહેરીજનોને સાઈકલિંગ તેમજ ચાલવાની આદતો નથી, જેથી શહેરમાં વધુને વધુ વોક વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.

Surat : ડાયમંડ અને બ્રિજ સીટી સુરત હવે 'વોક વે સીટી' તરીકે પણ દેશમાં ઓળખ પામશે
Walk Way - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 6:14 PM

સુરત શહેરની ઘણા નામે ઓળખ ઉભી થઇ છે. સુરત શહેરને છેલ્લા ઘણા સમયથી ડાયમંડ સીટી (Diamond City) અને ટેક્સ્ટાઇલ સીટી (Textile City) તો નામ આપવામાં આવ્યું જ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સવલતો માટે શહેરમાં 120 કરતા પણ વધારે નાના મોટા બ્રિજ પણ તૈયાર કરવામાં આવ્યા છે. જેથી સુરત શહેરની ઓળખ બ્રિજ સીટી તરીકે પણ થાય છે.

તેની સાથે સાથે શહેર સ્માર્ટ સિટીની કામગીરીમાં, સ્વચ્છતાની કામગીરીમાં કે મેટ્રોની કામગીરીમાં પણ અવ્વ્લ હોવાથી હવે તેની આ નામો સાથે પણ ઓળખ ઉભી થઇ છે. પરંતુ સુરતીલાલાઓ હવે હેલ્થ બાબતે પણ વધારે જાગૃત થાય તે હેતુસર શહેરમાં હવે વોક વે ની ઉત્તમ સવલતો ઉભી કરી લોકો આ વોક વેનો મહત્તમ ઉપયોગ કરીને દરરોજ ચાલવાનું રાખે એવા આયોજનો મનપા દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સુરત શહેરના મધ્યમાંથી તાપી નદી પસાર થાય છે. તેમજ મનપા દ્વારા હાલ રૂંઢ- ભાઠા બરાજ બનાવવાનું આયોજન પણ છે. જેથી સુરત શહેરમાં તાપી નદી કાયમી સ્વરૂપે છલોછલ જોવા મળશે. જેથી તાપી નદીના કિનારે શહેરીજનો ચાલી શકે તેમજ આ ઉત્તમ હરવા ફરવા માટેનું એક સ્થળ બની રહે તે માટે તાપી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ પણ ડેવલપ કરવામાં આવશે. જે અંતર્ગત તાપી નદી કિનારે વોક વે પણ બનાવામાં આવશે. તે જ રીતે શહેરના જે વધારે પહોળા રસ્તા આવેલા છે. તેના સર્વિસ રોડ પાસે પણ વોક વે બનાવી શકાય કે કેમ તેની પણ શક્યતા ચકાસવામાં આવશે.

3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024

વોક વે ની માહિતી જીપીએસ પર અપલોડ થશે : મેયર  શહેરમાં મનપા દ્વારા સપોર્ટ સેન્ટરો તો બનાવાયા જ છે. પણ શહેરીજનોને સાઈકલિંગ તેમજ ચાલવાની આદતો નથી. જેથી શહેરમાં વધુને વધુ વોક વે બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેથી લોકો તેનો મહત્તમ ઉપયોગ કરી શકે અને કયા વિસ્તારમાં કયા લોકેશન પર વોક વે છે તેની માહિતી લોકોને સરળતાથી મળી રહે એ માટે જીપીએસ પર પણ તેની માહિતી અપલોડ કરાશે.

શહેરમાં હાલમાં વોક વે છે તેનું મેઇન્ટેનન્સ કરાશે  શહેરના જુદા જુદા વિસ્તારમાં હાલ કુલ 18.21 કિમિ લંબાઈનો વોક વે બનાવવામાં આવ્યો છે. પણ ઘણા વોક વેનો ઉપયોગ જોઈએ તે રીતે થઈ નથી રહ્યો. જેથી મનપા દ્વારા આ બાબતે યોગ્ય સર્વે કરવામાં આવશે, અને મેઈનટેનન્સ બાબતે ધ્યાન રાખવામાં આવશે.

આ પણ વાંચો : Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ

આ પણ વાંચો : Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ

Latest News Updates

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
g clip-path="url(#clip0_868_265)">