AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ

જોકે આ ટ્રેનોમાં કન્ફ્રર્મ ટિકિટ લેનારા મુસાફરો જ મુસાફરી કરી શકે છે. તેમ છતાં મુસાફરોની સંખ્યા એટલી છે કે વગર ટિકિટે પણ લોકો દંડ ભરીને રસીદ સાથે પણ સ્લીપર અને અન્ય કોચ માં મુસાફરી કરી રહ્યા છે. 

Surat : દિવાળી પછી હવે છઠપૂજા માટે વતન જનારાઓને કારણે રેલવે સ્ટેશન પર જોવા મળી ભીડ
Surat: Crowds were seen at the railway station now after Diwali due to people going home for Chhath Puja
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 06, 2021 | 1:34 PM
Share

દિવાળીના સમય અને છઠ પૂજાના કારણે સુરત, ઉધના રેલવે સ્ટેશન પર ગામ અને પોતાના વતન જનારા મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. રેલવે સુરક્ષા અને ભાગદોડ જેવી સ્થિતિને પહોંચી વળવા માટે સ્ટેશન પર પોલીસ જવાનોની ટીમને તૈનાત કરી છે. ત્રણ દિવસ પહેલા વિરાર અને વેંતરણા સ્ટેશન વચ્ચે માલગાડીના એન્જીનમાં ટેક્નિકલ ફોલ્ટ આવવાના કારણે રેલવે વ્યવહાર બંધ રહ્યો હતો. અને ભીડના કારણે સ્ટેશન પર ભારે અવ્યવસ્થાનો માહોલ જોવા મળ્યો હતો. 

ભારતીય રેલવેની નિયમિત દ્રેનો હજી સુધી પૂર્ણ રીતે શરૂ થઇ શકી નથી. તો બીજી તરફ દિવાળીના સમય અને છઠ પૂજાને કારણે પોતાના વતન જનારા લોકો મોટી સંખ્યામાં સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર પહોંચી રહ્યા છે. જોકે આ ટ્રેનોમાં કન્ફ્રર્મ ટિકિટ લેનારા મુસાફરો જ મુસાફરી કરી શકે છે. તેમ છતાં મુસાફરોની સંખ્યા એટલી છે કે વગર ટિકિટે પણ લોકો દંડ ભરીને રસીદ સાથે પણ સ્લીપર અને અન્ય કોચ માં મુસાફરી કરી રહ્યા છે.

સ્થાનિક રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે એક થી ત્રણ નંબરના પ્લેટફોર્મ પર સૌથી વધારે મુસાફરો પોતાના વતન અને શહેરો તરફ રવાના થયા છે. જોકે કરંટ ટિકિટ બુકીંગ કાર્યાલયથી લાંબા અંતરના સ્ટેશનોની ટિકિટનું વેચાણ સંપૂર્ણ રીતે બંધ છે. જેના કારણે મુસાફરોની ભીડ કરંટ ટિકિટ બુકિંગની આવક પર વધારે અસર જોવા મળી નથી. ત્યાંજ પ્લેટફોર્મ પર ટિકિટ ચેકીંગ સ્ટાફ વગર કન્ફ્રર્મ ટિકિટ સાથે પહોંચેલા મુસાફરોને દંડ લઈને ટ્રેનમાં મુસાફરી કરવા દઈ રહ્યા છે.

વેઇટિંગ હોલમાં ગણતરીના મુસાફરોને જ લાભ રેલવે સ્ટેશન પર મુસાફરો માટે વેઇટિંગ રૂમની વ્યવસ્થા હોય છે. પરંતુ આ બધા વેઇટિંગ હોલ વર્ષો પહેલાના મુસાફરોની સંખ્યાના આધારે બનાવવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સુરત રેલવે સ્ટેશન પર તેમાં બેઠક ક્ષમતા વધારવા પર ધ્યાન આપવામાં આવ્યું નથી. દિવાળીના સમયની ભીડ પછી સ્ટેશનના અધિકારીઓએ મુંબઈ મંડળના મુસાફરો માટે વેઇટિંગ હોલની ક્ષમતા વધારવા માટે માંગણી કરી છે. જૂનું પાર્સલ કાર્યાલય લાંબા સમયથી બંધ છે. તો આ જગ્યાને પણ મોટા વેઇટિંગ હોલમાં ફેરવીને મુસાફરોને તેનો લાભ આપી શકાય છે.

આ પણ વાંચો : Surat : રબર ગર્લ તરીકે ઓળખાતી આ દીવ્યાંગ બાળકીની અનોખી સિદ્ધિ, રાષ્ટ્રપતિના હસ્તે મળશે રાષ્ટ્રીય એવોર્ડ

આ પણ વાંચો : સુરતમાં એક NGOએ શહેરના 4 હજાર પોલીસકર્મીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
g clip-path="url(#clip0_868_265)">