સુરતમાં એક NGOએ શહેરના 4 હજાર પોલીસકર્મીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી

સુરતમાં એક NGOએ પોલીસકર્મીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી.પોલીસકર્મીઓને મીઠાઇ ભેટ આપી અને તેમને શુભકામનાઓ પાઠવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 2:38 PM

SURAT : દિવાળી હોય, નવું વર્ષ હોય કે અન્ય કોઈ તહેવાર હોય, પણ પોલીસકર્મીઓ ખડે પગે આપણી સુરક્ષામાં રહેતા હોય છે. તેમના પણ પરિવાર હોય છે, આમ છતાં તેઓ પરિવારની સાથે ઉજવણી કરવા કરતા ડ્યુટી પર રહી આપણી સુરક્ષામાં હાજર રહે છે. આપણે સૌ કોઇ નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે.પરંતુ પોલીસ આપણા માટે અને આપણી સુરક્ષા માટે રસ્તા પર ખડેપગે રહે છે.. ત્યારે સુરતમાં એક NGOએ પોલીસકર્મીઓ સાથે નવા વર્ષની ઉજવણી કરી.પોલીસકર્મીઓને મીઠાઇ ભેટ આપી અને તેમને શુભકામનાઓ પાઠવી હતી. આ NGOના કર્મચારીઓએ શહેરના 4 હાજર પોલીસ સાથે ઉજવણી કરી છે.

કરુણાચંદ્ર અશોક સોમ સંસ્થા નામના આ NGOના કર્મચારીએ કહ્યું કે આપણા બધાના દોઢ વર્ષ એવા ગયા જે કોરોનાના કપરાકાળમાં હતા. પણ આ કપરાકાળમાં પણ ખાસ કરીને આપણા ડોક્ટર્સ અને પોલીસ જવાનોએ આપણો સાથ આપ્યો છે. માટે આજે અમારા NGOએ આ પોલીસ જવાનો સાથે નવા વર્ષની ઉજવણી કરી છે. આ પોલીસ જવાનો ને કારણે આપણી દિવાળી અને અનેક તહેવારો સારી રીતે ઉજવી શકીએ છીએ. આથી અમે આ જવાનોને અને તેમના પરિવારને શુભેચ્છા માટે એમની સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યાં છીએ. ડ્યુટી પર અને બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનોને પણ એવી અનુભૂતિ થાય છે કે તેઓ પરિવાર સાથે નવા વર્ષની ઉજવણી કરી રહ્યાં છે. આ માટે જ અમે ખાસ આ આયોજન કર્યું છે.

આ પણ વાંચો : અરવલ્લી જિલ્લામાં નવા વર્ષની અનોખી પરંપરા, જુઓ આ વીડિયો

આ પણ વાંચો : અમદાવાદ : એએમસીએ છેલ્લા ત્રણ મહિનામાં 1200 કરોડના 31 પ્લોટમાં થયેલા દબાણો દૂર કર્યા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">