સુરત: ક્રાઈમ બ્રાન્ચે 23 ચોરીના બાઈક સાથે 2 ઈસમોને ઝડપ્યા, 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરત ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે, જે olxપરથી વેચાણ માટે મૂકવામાં આવેલી મોટરસાયકલનો સ્નેપશોટ અને આરસી બુક ડાઉનલોડ કરી, ત્યારબાદ તેના પરથી બનાવટી સ્માર્ટકાર્ડ આરસીબુક બનાવતી હતી. જે બાદ બનાવટી આરસી બુક સાથે ચોરી કરેલી મોટર સાયકલ લોકોને વેચાણ કરતા હતા. જે વાહન ચોરીના રેકેટનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી કુલ 23 […]

સુરત: ક્રાઈમ બ્રાન્ચે 23 ચોરીના બાઈક સાથે 2 ઈસમોને ઝડપ્યા, 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત
TV9 Web Desk101

| Edited By: Kunjan Shukal

Sep 19, 2020 | 7:44 PM

સુરત ક્રાઈમ બ્રાન્ચે એક એવી ગેંગને ઝડપી પાડી છે, જે olxપરથી વેચાણ માટે મૂકવામાં આવેલી મોટરસાયકલનો સ્નેપશોટ અને આરસી બુક ડાઉનલોડ કરી, ત્યારબાદ તેના પરથી બનાવટી સ્માર્ટકાર્ડ આરસીબુક બનાવતી હતી. જે બાદ બનાવટી આરસી બુક સાથે ચોરી કરેલી મોટર સાયકલ લોકોને વેચાણ કરતા હતા. જે વાહન ચોરીના રેકેટનો સુરત ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કરી કુલ 23 જેટલી ચોરીની મોટર સાયકલ જપ્ત કરી શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના 24 જેટલા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી મોટર સાયકલ, બે મોબાઈલ, બનાવટી 21 માસ્ટર કાર્ડ આરસી બુક સહિત પાંચ માસ્ટર કી મળી કુલ છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં વણઉકેલાયેલા વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવા સુરત ક્રાઈમ બ્રાન્ચની ખાસ ટીમ હાલ વર્ક આઉટ કરી રહી હતી. સુરત પોલીસ કમિશનર અજય તોમરની સીધી સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ ટીમો હાલ વાહન ચોરીના ગુનાઓના ભેદ ઉકેલી કાઢવા તપાસના કામે લાગી હતી.

Surat: Crime branch e 23 chori na bike sathe 2 ismo ne jadpya 6.54 lakh no mudamaal japt

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

દરમ્યાન સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે એક એવી ગેંગના બે માણસોને ઝડપી પાડ્યા છે, જે ગેંગ ઓનલાઈન વેબસાઈટ પર વેચાણ માટે મુકેલી મોટર સાયકલની નંબર પ્લેટ સાથેનો સ્નેપશોટ પાડી અને ત્યારબાદ આરસીબુક ડાઉનલોડ કરી ચોરીના વાહનોનું રેકેટ ચલાવતા હતા. જો તમે ઓનલાઈન વેબસાઈટ પર મૂકેલ ફોટો જોઈ અને વાહન ખરીદી કરવાનો શોખ રાખો છો તો આ અહેવાલ તમારા માટે લાલબત્તી સમાન છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડેલા ગેંગના બે માણસો આવી જ કંઈક મોડ્સ ઓપરેન્ડીથી વાહન ચોરીનું રેકેટ ચલાવતા હતા. વ્યવસાયે કાપડ દલાલ અને હીરા ઓફિસમાં કામ કરતા દિવ્યેશ મધુભાઈ પટોળીયા સહિત રીકેશ રમેશભાઈ માનગરોળિયાંની સુરત ક્રાઈમ બ્રાન્ચે વાહન ચોરીના રેકેટમાં ધરપકડ કરી કુલ 23 જેટલા ચોરીના વાહનો જપ્ત કર્યા છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમ્યાન બંને આરોપીઓએ આ વાહનો સરથાણા,કાપોદ્રા,વરાછા,અમરોલી,અઠવા, સહિત ઉમરા પોલીસ મથકમાંથી વર્ષ 2020 દરમ્યાન ચોરી કર્યા હોવાની કબૂલાત કરી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

જે ચોરીના વાહનો જુદા જુદા લોકોને વેચી મારવામાં આવ્યા હતા. વાહનો અન્ય લોકોને કઈ રીતે વેચાણ કરવામાં આવતા હતા, તે અંગે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની ઊંડાણપૂર્વક પુછપરછ હાથ ધરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચે કરેલી પૂછપરછ દરમ્યાન આરોપીઓ સૌ પ્રથમ olx પર વેચાણ માટે મુકવામાં આવેલ નંબર પ્લેટ સાથેની મોટર સાયકલનો સ્નેપશોટ પાડી લેતા હતા. ત્યારબાદ ઓનલાઈન મુકવામાં આવેલ મોટર સાયકલની આરસીબુક ડાઉનલોડ કરી તેની પ્રિન્ટર કાઢી બનાવટી સ્માર્ટકાર્ડ આરસીબુક તરીકે ઉપયોગમાં લેતા હતા. જે આરસીબુકનો ચોરી કરેલી મોટર સાયકલમાં ઉપયોગ કરતા હતા. મહત્વની વાત એ છે કે olx પર જે મોટર સાયકલની નંબર પ્લેટનો નંબર ઓરીજીનલ હોય છે, તે જ નંબરની અલગથી નંબર પ્લેટ બનાવી ચોરીના વાહનોમાં તેનો ખરા તરીકે ઉપયોગ કરી એક અલગ જ મોડ્સ ઓપરેન્ડીથી પોતાના ગુનાને અંજામ આપતા હતા.

Surat: Crime branch e 23 chori na bike sathe 2 ismo ne jadpya 6.54 lakh no mudamaal japt

સુરત ક્રાઈમ બ્રાન્ચે વાહન ચોરીના સૌથી મોટા રેકેટનો પર્દાફાશ કરી શહેરના અલગ અલગ પોલીસ ચોપડે નોંધાયેલ વાહન ચોરીના કુલ 24 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે. જેમાં સરથાણા પોલીસ મથકના 9 ,કાપોદ્રાના 9, વરાછાના 2, અમરોલી અને ઉમરાના 1-1 તેમજ અઠવાના 2 ગુનાઓના ભેદ ઉકેલવામાં ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. આરોપીઓ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે 23 ચોરીની મોટર સાયકલ, બે મોબાઈલ,બનાવટી 21 માસ્ટરકાર્ડ આરસીબુક, કટર તેમજ પાંચ માસ્ટર કી મળી કુલ 6.54 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાન્ચની તપાસ દરમ્યાન વાહન ચોરીના વધુ ગુના ઉકેલાવાની પણ પૂરેપૂરી શકયતા રહેલી છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati