Surat : દહેરાદુન, ભોપાલ અને બેંગલોર જેવુ જ શહીદ સ્મારક સુરતમાં બનાવાશે

સુરતના વેસુ વિસ્તારમાં 83,560 ચોરસ મીટર વિસ્તારમાં રૂ.51 કરોડના ખર્ચે આ શહીદ સ્મારક(Martyr Memorial ) બનવા જઈ રહ્યું છે. અહીં 38 મીટર ઊંચું શહીદ સ્તંભ પણ બનાવવામાં આવનાર છે.

Surat : દહેરાદુન, ભોપાલ અને બેંગલોર જેવુ જ શહીદ સ્મારક સુરતમાં બનાવાશે
: A martyr's memorial will be built in Surat at a cost of Rs 51 crore to commemorate the martyrs
Follow Us:
| Updated on: Jul 26, 2021 | 4:42 PM

Surat : શહેરીજનોને નળ, ગટર અને રસ્તા સહિતની સુવિધાઓ ઉપરાંત ઘણા એવા પ્રોજેક્ટો સુરત મહાનગરપાલિકા બનાવી રહી છે. જે શહેરીજનો માટે નજરાણા સમાન સાબિત થાય છે. આવી જ એક ભેંટ આવનારા દિવસોમાં સુરતીઓને મળવા જઈ રહી છે એ છે શહીદ સ્મારક. આજે કારગિલ વિજય દિવસ છે ત્યારે કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાનોની સ્મૃતિ પણ આ શહીદ સ્મારકમાં (Shahid Smarak ) જોવા મળશે. સુરત મનપાની સ્થાયી સમિતિમાં આ પ્રોજેક્ટને પૂર્વ મંજૂરી મળી ચુકી છે.

સુરતના વેસુ વિસ્તારમાં 83,560 ચોરસ મીટર વિસ્તારમાં રૂ.51 કરોડના ખર્ચે આ શહીદ સ્મારક(Martyr Memorial ) બનવા જઈ રહ્યું છે. અહીં 38 મીટર ઊંચું શહીદ સ્તંભ પણ બનાવવામાં આવનાર છે. 2019-20ના બજેટમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી. શહેરીજનો શહીદોને આવા પ્રસંગે શ્રદ્ધાંજલિ અપર્ણ કરી શકે તેના માટે આ પ્રોજેક્ટનું આયોજન મહાનગરપાલિકાએ કર્યું હતું.

ભારત દેશની આઝાદી માટે અનેક જવાનોએ યુધ્ધમાં શુરવીરતા બતાવીને શહીદી વહોરી છે..ત્યારે દેશને મળેલ અમુલ્ય આઝાદીનું મુલ્ય સમજાય તેમજ દેશનાં વીર જવાનોની યશગાથાની જાણકારી લોકોને મળે તે માટે પાલિકા દ્રારા સુરતનાં વેસુ વિસ્તારમાં શહીદ સ્મારક, શૌર્ય સ્મારક અને પીસ સેન્ટરનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. શહેરનાં વેસુ વિસ્તારમાં 88940 ચોરસ મીટર જેટલી વિશાળ જગ્યામાં આ સ્મારક આકાર પામશે. જે સુરત શહેર માટે એક અનોખા નજરાણા સમાન સાબિત થશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
શું હશે ખાસિયતો..??
–પ્લોટ એરિયા–83,560 ચોરસ મીટર
–અંદાજિત ખર્ચ–51.64 કરોડ
–એન્ટ્રન્સ પ્લાઝા જેમાં મેઇન ગેટથી શોર્ય દ્રાર સુધીની જગ્યા રાખવામાં આવી છે..જ્યાં વિશાળ અશોકચક્ર તૈયાર કરવાામં આવશે..તેમજ બંને તરફ ફાઉન્ટેઇન બનાવવામાં આવશે..જ્યાંથી આગળ વધતાં ભારત દેશનો રાષ્ટ્રધ્વજ હશે જ્યાં ધ્વજ વંદન માટે 4500 લોકો એકસાથે ભેગાં થશે.
–શોર્ય દ્રાર જેમાં 16 મીટર ઉંચા લાલ આગ્રા સ્ટોનથી તૈયાર કરવામાં આવેલા આ દ્રાર પર શૌર્ય શબ્દ અંકિત કરેલો હશે..અને દેશના શહીદોનાં તેમજ રાષ્ટ્ર પ્રેમનાં સંદેશાઓનું લખાણ હશે.
–મેમરી સ્ક્વેર અને શહીદ સ્તંભ જેમાં 38 મીટર ઉંચો શહીદ સ્તંબ રહેશે..શહીદ સ્તંભની ત્રણ પાંખો ઇન્ડીયન ફ્રીડમ ફાઇટરોની ત્રણ પાંખોનું એક સરખા યોગદાનનું પ્રતિક દર્શાવાશે..સ્તંભનાં બેઝમાં અમર શહીદ જ્યોતિ અને શહીદોને શ્રધ્ધાંજલિ આપવા માટેનું પ્લેટફોર્મ રહેશે.
–મેડીટેશન હોલ,લાઇબ્રેરી,રીડીંગ સ્પેસ અને આઉટડોર મેડીટેશન એક્ટીવીટી એ પીસ સેન્ટરનાં મુખ્ય ભાગો રહેશે..ગાઢ વૃક્ષોનું ઉધાન તેમજ સુંદર લેન્ડસ્કેપનું પણ આયોજન કરાશે..જેમાં વિશાળ વૃક્ષો સાથેના અર્બન ફોરેસ્ટને ઓક્સિજન પાર્ક તરીકે વિકસાવવામાં આવશે.
–સમગ્ર કામગીરી ત્રણ તબક્કામાં પુરી કરવામાં આવશે.
નોંધનીય છે કે આ પહેલાં આ જગ્યા પર મહાત્મા મંદિરની જેમ વિશાળ સરદાર મંદિર બનવાનું હતું. પણ આ પ્રોજેક્ટ પડતો મુકીને હવે શહીદ સ્મારક બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ડિઝાઇન માટે દહેરાદુન, ભોપાલ અને બેંગલોરમાં જે શહીદ સ્મારકો બનાવવામાં આવ્યા છે તેની ડિઝાઇનનો પણ અભ્યાસ કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">