ઘરમાં બાળકનો જન્મ થાય એટલે આનંદ અનેરો જ હોય, પણ સાથે સાથે માતાપિતા પર એક મોટી જવાબદારી પણ આવી પડે છે. વધતી મોંઘવારી વચ્ચે બાળકને શાળાઓ મોકલવાથી લઈને લગ્ન કરાવે ત્યાં સુધી માબાપ તેની ચિંતા કરતાં હોય જેમાં આર્થિક સમસ્યા સૌથી વધુ હોય છે. જો કે ગુજરાત સરકારે (Government of Gujarat) ખાસ કરીને બાળકી (Baby girl)ના માતા-પિતાની આ ચિંતા દુર કરી દીધી છે. રાજ્ય સરકારે ‘વ્હાલી દિકરી’યોજના (Vhali Dikri scheme) શરુ કરી છે. જેના દ્વારા બાળકીના જન્મથી લઇને તેના લગ્ન સુધીની તમામ કામગીરી માટે સહાય મળી રહેશે.
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગે મહિલા-દીકરીઓના સશિકતકરણ અને દીકરીઓના જન્મનું પ્રમાણ વધારવા, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા, તેમજ બાળ લગ્ન અટકાવવાના ઉદ્દેશથી ‘વ્હાલી દીકરી’ યોજના અમલમાં મૂકી છે. એટલુ જ નહીં મોટી સંખ્યામાં લોકો આ યોજનાનો લાભ લઇ દીકરીઓનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવી રહ્યા છે.
‘વ્હાલી દિકરી યોજના’અંતર્ગત રાજ્ય સરકાર બાળકીઓના જન્મદર વધારવાથી લઇને તેમના શિક્ષણ અને લગ્ન સુધીની સહાય આપીને માતા-પિતાની દીકરીઓ પ્રત્યેની ચિંતાને દૂર કરે છે. દિકરીના જન્મને વધાવવા તેમજ ભણતરને પ્રોત્સાહન આપવા સાથે ‘વ્હાલી દિકરી’ યોજનાનો લાભ વધુમાં વધુ લભાર્થીઓ લઇ શકે તેવા પ્રયાસો રાજ્ય સરકાર કરે છે.
આ યોજના હેઠળ લાભાર્થી દીકરીને કુલ એક લાખ દસ હજાર રૂપિયાની મદદ કરવામાં આવે છે. જેમા ત્રણ અલગ અલગ હપ્તામાં નાણાં સરકાર આપે છે.
પ્રથમ હપ્તો-દીકરી પહેલા ધોરણમાં આવે ત્યારે 4000 રૂપિયાની સહાય દ્વિતીય હપ્તો- દીકરી નવમા ધોરણમાં આવે ત્યારે 6000 રૂપિયાની સહાય તૃતીય હપ્તો- દીકરી 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા લગ્ન માટે રૂપિયા 1 લાખની સહાય
નોંધનીય છે કે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ અને સરકારી કચેરીઓના કામ જાતે જ ઓનલાઈન કરવા માટે ડિજિટલ ગુજરાત નામક એક પોર્ટલ બનાવવામાં આવ્યુ છે. જેમા આગામી સમયમાં આ યોજના પણ ઓનલાઈન ઉપલબ્ધ થશે, આ ઉપરાંત પણ આ પોર્ટલ પરથી ઘણી બધી મદદ મેળવી શકાય છે.
જિલ્લા સ્તરે મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી ખાતે તાલુકા સ્તરે સંકલિત બાળ વિકાસ અધિકારી ICDS ની કચેરી ખાતે ગ્રામ સ્તરે સંકલિત બાળ વિકાસ અધિકારી ICDS દ્વારા ચાલતી આંગણવાડી ખાતે અથવા તો ગ્રામ પંચાયતમાંથી
નજીકની આંગણવાડી પરથી અરજી ફોર્મ લઈને સંબંધિત CDPO (સંકલિત બાળ વિકાસ અધિકારી)ની કચેરીએ જમા કરાવવું
આ યોજનાનો લાભ લેવા માટે તમે ગુજરાતના જ નાગરિક હોવા જરૂરી છે, તમારું બૅન્ક અકાઉન્ટ હોવું પણ ફરજિયાત છે. જે તે દીકરીનાં પરિવારની વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. 02 ઓગસ્ટ 2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલી દીકરીઓને જ આ યોજનામાં લાભ આપવામાં આવે છે.
આ યોજના માટે, ડોમિસાઇલ સર્ટિફિકેટ, જન્મનું પ્રમાણપત્ર,આવકનો દાખલો, માતા-પિતાનું ઓળખપત્ર, બૅન્ક ખાતાની પાસબુક, પાસપોટ સાઇઝ ફોટો, રેશન કાર્ડની કોપી, માતા-પિતાના લગ્નના સર્ટિની જરુરિયાત રહેશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-