Surat: રાંદેરમાં કૅરટેકરે માર મારતા 8 માસની બાળકી ઇજાગ્રસ્ત, બાળકીની હાલત અત્યંત નાજુક, જુઓ કૅરટેકરની કરતુતનો આ વીડિયો

8 મહિનાની બાળકી પર અત્યાચારની ઘટના વીડિયોમાં જોવા મળી છે. બાળકને માથામાં ઇજા પહોંચતા રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ થઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 05, 2022 | 12:22 PM

બાળકને છોડી કામ પર જતા માતા-પિતા માટે એક ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો છે. માતા-પિતા પોતાના બાળકની કોઇ સંભાળ રાખી રહ્યુ છે તેવુ સમજીને કામ પર જતા હોય છે. જો કે તે ખરેખર બાળકની સંભાળ કરે છે કે કેમ તેના પર સવાલ ઉઠાવતો એક કિસ્સો સામે આવ્યો છે.

સુરતના રાંદેરમાં બાળકીની સંભાળ રાખનારી એક મહિલા દ્વારા 8 માસની બાળકીને માર મારવાનો વિડીયો સામે આવ્યો છે. માતા-પિતાની ગેરહાજરીમાં બાળકીની સંભાળ રાખવાના સ્થાને બાળકીને મહિલા માર મારતી હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યુ છે. વીડિયોમાં જોવા મળે છે કે 8 મહિનાની બાળકીને મહિલા એક પછી એક થપ્પડ મારે છે,તો પણ બાળકી રડવાનું બંધ નથી કરતી તો મહિલા તેનો કાન જોરથી મરોડે છે.

રાંદેરમાં હીમીગીરી સોસાયટીમાં રહેતા પરિવારમાં પિતા શિક્ષક તરીકે ફરજ બજાવે છે, જ્યારે માતા પણ ITIમાં ઇન્સ્ટ્રક્ટર છે. બંને વર્કિંગ પેરેન્ટસ હોવાથી પોતાના ટ્વિન્સ બાળકોને એક બાળકોની સંભાળ રાખતી મહિલાના ભરોસે મુકીને કામ પર જતા હતા. છેલ્લા ત્રણ માસથી આ કેરટેકર તેમણે રાખી હતી. બાળકો ખૂબ રડતા હોવાની ફરિયાદ આસપાસના લોકોએ વાલીને કરી હતી. જે બાદ ટ્વિન્સ બાળકોના માતા-પિતાને શંકા ગઇ હતી. જે પછી તેઓએ પોતાના ઘરમાં CCTV લગાવ્યા હતા. સીસીટીવીના દ્રશ્યો માતાપિતાએ જ્યારે જોયા ત્યારે તેમના પગ નીચેથી જાણે જમીન ખસી ગઇ. તેમણે જોયુ કે કેરટેકર મહિલા બંને બાળકોને માર મારે છે. ખૂબ જ નિર્દય રીતે આ મહિલા બાળકોને માર મારે છે. બાળકને હવામા ફંગોળીને પથારી પર પછાડતા હોવાનું પણ વીડિયોમાં જોઇ શકાય છે.

મહિલા દ્વારા બાળકીને માર મારવાના કારણે બાળકીને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે. હાલ બાળકીને એક ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવી છે. સીસીટીવી જોતા માતા-પિતાને સમગ્ર મામલાની ખબર પડે છે. જેથી 8 માસની બાળકીના માતા-પિતાએ સુરતના રાંદેર પોલીસ સ્ટેશનમાં આ અંગે મહિલા કેર ટેકર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. રાંદેર પોલીસે ફરિયાદના આધારે કેરટેકરની ધરપકડ કરી છે.

હાલમાં બાળકીની હાલત ખૂબ જ ગંભીર હોવાનું સામે આવ્યુ છે. તો જે રીતે આ વીડિયો વાયરલ થયો છે. તેને જોઇને વર્કિંગ પેરેન્ટસમાં ચોક્કસ ચિંતા થવા લાગી છે.

આ પણ વાંચો-Ahmedabad: જશોદાનગરમાં ‘ખાડા’ તંત્ર સામે સ્થાનિકોનો રોષ, ધીમી ગતિએ ચાલતા કામથી લોકોને હાલાકી

આ પણ વાંચો- Ahmedabad: ટેક્સ ન ભરનારા કરદાતાઓ સામે AMCની લાલ આંખ, 4 દિવસમાં 892 મિલકતો સીલ કરી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">