સાત વખત તોડાયુ, લૂંટાયુ અને ફરી બંધાયુ… 50 હજારથી વધુ હિંદુની કત્લેઆમ, સ્રીઓના શિયળ લૂંટાયા, આવી છે સોમનાથના જિર્ણોદ્ધારની કહાની- વાંચો
ભારતમાં સૌથી વધુવાર જો કોઈ મંદિરને લૂંટવામા આવ્યુ હોય તો તે ગુજરાતનું સોમનાથ મંદિર છે. આ મંદિરને અનેકવાર લૂંટવામાં આવ્યુ અને તોડી નાખવામાં આવ્યુ પરંતુ ભક્તોએ વારંવાર તેનો જિર્ણોદ્ધાર કરાવ્યો. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગ પૈકી એક એવા સોમનાથ મંદિરનો ઈતિહાસ પણ ઘણો રસપ્રદ છે. આજે આપને સોમનાથ મંદિરના મંદિરને કેટલીવાર તોડવામાં આવ્યુ, કોણે કોણે આ મંદિરને ફરી બનાવ્યુ, કોણે આ મંદિરને તોડવાની અને લૂંટવાની કોશિશ કરી એ તમામ બાબતો અંગે જણાવશુ.

ગુજરાતના પ્રભાસ પાટણ સ્થિત આવેલ સોમનાથ મંદિર 12 જ્યોતિર્લિંગ પૈકી પ્રથમ જ્યોતિર્લિંગ છે. આ મંદિર કેટલુ પૌરાણિક છે તેનો અંદાજો લગાવવો ઘણો મુશ્કેલ છે. સૌથી પહેલા આ મંદિર કોણે બંધાવ્યુ તેના વિશે પણ ચોક્કસ માહિતી મળતી નથી. અલગ અલગ સમયગાળામાં તેનો ઉલ્લેખ મળી આવે છે. સ્કંદ પુરાણ, શિવ પુરાણ અને શ્રીમદ્દ ભાગવત પુરાણમાં તેનો ઉલ્લેખ મળે છે. જ્યારે કાલિદાસની પ્રખ્યાત નાટક અભિજ્ઞાનશાકુંતલમ નાટકમાં પણ તેની વાત કરાઈ છે. માન્યતા એવી છે કે ચંદ્રદેવને રાજા દક્ષ પ્રજાપતિએ શ્રાપ આપ્યો હતો અને એ શ્રાપમાંથી મુક્ત થયા બાદ તેમણે આ મંદિરને બંધાવ્યુ હતુ. એક માન્યતા એવી પણ છે કે ચંદ્ર નો અર્થ સોમ થાય છે, આથી જ તેનુ નામ સોમનાથ પડ્યુ હોઈ શકે. હજારો વર્ષોથી આ મંદિર એક અતિ પ્રાચીન તીર્થ તરીકે જાણીતુ છે. અનેક રાજાઓએ અને ભાવિકોએ તેને...