રાજકોટ ડિવિઝનમાં ડબલ ટ્રેકના કામને કારણે, 20 થી 23 ઓગસ્ટ સુધી કેટલીક ટ્રેનો થશે પ્રભાવિત, જાણો કઈ કઈ છે ટ્રેન
પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં રેલવે ટ્રેકને ડબલ ટ્રેકમાં ફેરવવા માટે કામ કરવામાં આવનાર છે. જેના કારણે આગામી 20 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધીમાં લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાંથી પસાર થનાર ટ્રેન પૈકી કેટલીક ટ્રેનને આંશિક રીતે રદ કરાઈ છે. તો કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનમાં આવેલ લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં રેલવે ટ્રેકને ડબલ ટ્રેકમાં ફેરવવા માટે કામ કરવામાં આવનાર છે. જેના કારણે આગામી 20 ઓગસ્ટથી 23 ઓગસ્ટ સુધીમાં લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાંથી પસાર થનાર ટ્રેન પૈકી કેટલીક ટ્રેનને આંશિક રદ કરાઈ છે. તો કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રાજકોટ ડિવિઝનની કઈ કઈ ટ્રેન રદ કે આંશિક રીતે રદ કરાઈ છે. તો કેટલીક ટ્રેનને રિશિડ્યુલ એટલે કે સમયમાં પરિવર્તન કરાયું છે તે જાણો
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં સ્થિત લાખાબાવળ-પીપળી-કાનાલુસ સેક્શનમાં ડબલ ટ્રેકના કામને કારણે 20 ઓગસ્ટથી 23 ઓગસ્ટ, 2025 સુધી કેટલીક ટ્રેનો ને અસર થશે. પ્રભાવિત થનારી ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:
આંશિક રીતે રદ થયેલી ટ્રેનો:
- 21.08.2025 ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઉપડનારી ટ્રેન નં. 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલને જામનગરમાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આથી, આ ટ્રેન જામનગર-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 20.08.2025 ના રોજ એર્નાકુલમથી ઉપડનારી ટ્રેન નં.१६३३८ એર્નાકુલમ-ઓખા એક્સપ્રેસને હાપામાં શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે. આથી, આ ટ્રેન હાપા-ઓખા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 22.08.2025 ની ટ્રેન નં. 22946 ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ ઓખાને બદલે જામનગરથી શરૂ થશે. આથી, આ ટ્રેન ઓખા-જામનગર વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
- 23.08.2025 ની ટ્રેન નં. 16337 ઓખા-એર્નાકુલમ એક્સપ્રેસ ઓખાને બદલે હાપાથી શરૂ થશે. આથી, આ ટ્રેન ઓખા-હાપા વચ્ચે આંશિક રીતે રદ રહેશે.
રિશેડ્યુલ થયેલી ટ્રેનો:
- ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એક્સપ્રેસ 22.08.2025 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય 12.15 વાગ્યાને બદલે 5 કલાક અને 45 મિનિટ મોડી 18.00 વાગ્યે ઉપડશે.
- ટ્રેન નં. 19269 પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ 22.08.2025 ના રોજ પોરબંદરથી તેના નિર્ધારિત સમય 19.40 વાગ્યાને બદલે 1 કલાક અને 10 મિનિટ મોડી 20.50 વાગ્યે ઉપડશે.
રેલવે તંત્ર યાત્રીઓને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારને ધ્યાનમાં રાખીને પોતાની યાત્રા શરૂ કરે અને ટ્રેનોના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. રેલવેના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો..