Breaking News : મહેસાણાના ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચે સ્કૂલ બસમાં આગ, બસમાં 30 બાળકો હતા સવાર

Mehsana News : માણસાના ન્યુ એરા એકેડમીની સ્કૂલ બસમાં આગ લાગી હતી. બસના એન્જીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે.

Breaking News : મહેસાણાના ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચે સ્કૂલ બસમાં આગ, બસમાં 30 બાળકો હતા સવાર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 01, 2023 | 12:03 PM

મહેસાણાના ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચે સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગી તે સમયે આ બસમાં 30 બાળકો સવાર હતા. જો કે અચાનક બસમાં આગ લાગતાં તમામ 30 બાળકને બસની બહાર ઉતારી લેવામાં આવ્યા હતા અને બાળકોને બીજી સ્કૂલ બસમાં મોકલી દેવાયા હતા. સ્થાનિકો અને મહેસાણા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો છે.

બાળકોને બસમાંથી તાત્કાલિક ઉતારી દેવાયા

મહેસાણામાં સ્કૂલ બસના બાળકોનો મોટી દુર્ઘટનામાંથી બચાવ થયો છે.  બસના એન્જીનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. માણસાના ન્યુ એરા એકેડમીની સ્કૂલ બસમાં આગ લાગી હતી. ગોઝારીયા અને માણસાના પારસા વચ્ચેથી પસાર થતી સ્કૂલ બસમાં અચાનક જ આગ લાગી ગઇ હતી. આગ લાગતા બસના ડ્રાયવર અને કંડકટરે સતર્કતા રાખી બાળકોને તાત્કાલિક ધોરણે બસમાંથી ઉતારી દીધા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આસપાસના લોકો દોડી આવ્યા હતા

સ્કૂલ બસમાં આગ લાગવાની ઘટનાની જાણ થતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આસપાસના લોકો મદદ માટે તાત્કાલિક દોડી આવ્યા હતા. તો બીજી તરફ ફાયર બ્રિગેડનો કાફલો પણ તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર બ્રિગેડે ભારે જહેમતે આગ પર પાણીનો સતત મારો ચલાવીને આગ પર કાબુ મેળવી લીધો છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન

આગ કેવી રીતે લાગી તે અંગે હાલ કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. જો કે પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ દુર્ઘટનામાં મોટી જાનહાની ટળી છે.

 

g clip-path="url(#clip0_868_265)">