મહેસાણા : વડનગરની શિક્ષિકાની સોટી વાગે ચમચમ થિયરી ઉંધી પડી ! 10 વર્ષીય વિદ્યાર્થિનીને સોટીથી માર મારતા ફરિયાદ દાખલ, જુઓ VIDEO
તો બીજી તરફ સ્કૂલે શિક્ષિકા તન્વી પટેલ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરી દીધા છે. શાળાના સંચાલકોએ જણાવ્યું કે શિક્ષિકાએ કોઇ ખોટા હેતુ કે ઇરાદા સાથે વિદ્યાર્થિનીને માર નહોતો માર્યો.
મહેસાણાના વડનગરમાં શિક્ષિકાએ 10 વર્ષીય વિદ્યાર્થિનીને સોટીથી માર મારતા વિવાદ સર્જાયો છે. 23 ફેબ્રુઆરીના રોજ વડનગરના ઊર્જા વિદ્યાલયમાં વિદ્યાર્થિનીએ ગણિતનો દાખલો ખોટો ગણ્યો હોવાના કારણે શિક્ષિકા તન્વી પટેલે વિદ્યાર્થિનીને થાપા પર સોટીઓ મારી હોવાનો આક્ષેપ થયો છે. માર મારવાને કારણે વિદ્યાર્થિનીને પગમાં લાલ ચાંભા પડી ગયા હતા. સમગ્ર મામલે વિદ્યાર્થિનીના વાલીએ ઊર્જા વિદ્યાલયના શિક્ષિકા તન્વી પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
તો બીજી તરફ સ્કૂલે શિક્ષિકા તન્વી પટેલ સામે કાર્યવાહી કરી તેમને સસ્પેન્ડ કરી દીધા છે. શાળાના સંચાલકોએ જણાવ્યું કે શિક્ષિકાએ કોઇ ખોટા હેતુ કે ઇરાદા સાથે વિદ્યાર્થિનીને માર નહોતો માર્યો. તેમ છતાં તપાસ દરમ્યાન જો તેઓ કસૂરવાર ઠરશે તો તેમની વિરૂદ્ધ વધુ કડક પગલાં લેવામાં આવશે.
Teacher brutally beats a student with a stick over solving wrong Maths sum in #Mehsana; police complaint filed #Gujarat #TV9News pic.twitter.com/osUvxRSSAU
— Tv9 Gujarati (@tv9gujarati) February 27, 2023
રાજ્યમાં બનેલી અન્ય ઘટનાઓ
આ અગાઉ રાજકોટની ધ રોયલ સ્કૂલની જયાં વિદ્યાર્થીનો વાંક એટલો જ કે તે મસ્તી કરી રહ્યો હતો અને એટલી વાતમાં શિક્ષક ઉશ્કેરાઈ ગયા અને પોતાની સીમા ભૂલીને વિદ્યાર્થીને અપશબ્દો બોલવાની સાથે માર મારવા લાગ્યા હતા. જોકે શિક્ષકની આ કરતૂત CCTVમાં કેદ થઈ હતી.
થોડા દિવસ અગાઉ વડોદરાના સમામાં આવેલી નૂતન વિધાલયમાં વિધાર્થીને માર મારવાની ઘટના ચર્ચાના ચકડોળે ચઢી હતી. આ ઘટનામાં પોલીસે મોટી કામગીરી કરતા શિક્ષક અનિલ પ્રજાપતિની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે શિક્ષકે ધોરણ-9ના વિદ્યાર્થીને ઢોર માર મારતા વિદ્યાર્થીને નાક અને કાનમાં ઇજા થઈ હોવાનો આક્ષેપ વાલીઓએ કર્યો હતો.