AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી: અત્યારે આવતા 60થી 70 ટકા કેસ ઓમિક્રોનના છે, સામાન્ય શરદી ખાંસી પણ કોરોના હોઈ શકે છે

કોરોના તીવ્ર ગતીએ વધી રહ્યો હોવાથી હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સરકારે કોરોનની સ્થિતિને પહેંચી વળવા માટે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્ય ડોક્ટરો સાથે બેઠક યોજી હતી

કોવિડ ટાસ્ક ફોર્સની ચેતવણી: અત્યારે આવતા 60થી 70 ટકા કેસ ઓમિક્રોનના છે, સામાન્ય શરદી ખાંસી પણ કોરોના હોઈ શકે છે
Covid Task Force Warning
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 19, 2022 | 1:58 PM
Share

કોરોના (Corona) તીવ્ર ગતીએ વધી રહ્યો હોવાથી હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું છે. સરકારે કોરોનની સ્થિતિને પહેંચી વળવા માટે બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આ મામલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કોવિડ ટાસ્ક ફોર્સ (Covid Task Force)ના સભ્ય ડોક્ટરો સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ સંયુક્ત રીતે લોકોને કોરોનાથી બચવા શું કરવું જોઈએ તેની જાણકારી આપી હતી.

60થી 70 ટકા ઓમિક્રોનના કેસો હોય છે

ટાસ્ક ફોર્સની બેઠક બાદ ડો. સુધીર શાહે જણાવ્યું કે, નવો વેરિઅન્ટ ઓમિક્રોન (omicron) આવી ગયો છે. 60થી 70 ટકા ઓમિક્રોનના કેસો છે. ડેલ્ટા વેરિઅન્ટ પણ અત્યારે છે. ઓમિક્રોન ઝડપથી ફેલાય છે. જેમણે વેક્સિન નથી લીધી એ અને બાળકો સજાગ રહે. ઓમિક્રોન માટે કોઈ જ દવા નથી. અગાઉની દવા કારગત નીવડી નથી.

ઓમિક્રોનને ગંભીરતાથી લેવાની જરૂર

આ વાઇરસને ગંભીરતાથી લેવાની જરૂર છે. દર્દીઓને બે કેટેગરી લો અને હાઈ ડીસીઝ એમ બે કેટેગરીમાં દર્દીઓને વહેંચવામાં આવશે. હાલમાં લો રિસ્ક છે અને દર્દીઓ ચારથી પાંચ દિવસમાં સાજા થઈ જાય છે. જેને પણ લક્ષણ હોય તેણે તરત ટેસ્ટ કરાવી દવા શરૂ કરવી જોઇએ.

પ્રસંગો તો આવ્યા કરશે પણ તેમાં ભીડ ના કરવી જોઈએ

ડૉ. દિલીપ માવલંકરે કહ્યું કે, બિન જરૂરી બહાર ના જાઓ, મેળાવડા ટાળો. પ્રસંગો તો આવ્યા કરશે પણ તેમાં ભીડ ના કરવી જોઈએ. લક્ષણો હોય તો આઈસોલેટ થઈ જાઓ, શરદી ખાંસી થાય તો ઘરમાં માસ્ક પહેરો. વૃદ્ધો કે યુવાઓ કો-મોર્બિડ હોય તો તેઓએ ઘરે ધ્યાન રાખવાની જરૂરી છે.

ઓમિક્રોનને કોઈ ઇમ્યુનિટી રોકી શકતી નથી

ડો. અતુલ પટેલે જણાવ્યું કે, અત્યારે જે કેસો આવે છે તેમાં વધારે ઓમિક્રોન છે. ગત વર્ષે આવેલા ડેલ્ટા અને ઓમિક્રોન બંને વચ્ચે મોટો તફાવત છે. ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટીને ગાંઠતો નથી. ડેલ્ટા શરીરના અવયવોને નુકસાન કરતો હતો. ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે. જેના કારણે હોસ્પિટલમાં દર્દીઓને ઓછા દાખલ કરવા પડે છે.

કારણ વગર રિપોર્ટ ન કરાવોઃ ડો.વી.એન.શાહ

ઝાયડસ હોસ્પિટલના ડો.વી.એન શાહે કહ્યું કે, કારણ વગર ખાલી રિપોર્ટ ના કરાવવો જોઇએ. જેમને લક્ષણો હોય તેમણે જ રિપોર્ટ કરાવવો જોઈએ. લક્ષણો હોય ને રેપિડ ટેસ્ટ નેગેટિવ આવે તો પણ RTPCR ટેસ્ટ કરાવવો જરૂરી છે. લોકો ICUમાં દાખલ છે એ લોકોએ વેક્સિન નથી લીધી. હજી બાળકોને વેક્સિન નથી મળી તેથી તેમનું ખાસ ધ્યાન રાખો.

હાલમાં માઈલ્ડ પ્રકારના કેસો જ આવે છે

ડો. તુષાર પટેલે કહ્યું કે, હાલમાં માઈલ્ડ પ્રકારના કેસો છે. માઇલ્ડ કેસોમાં તાવ આવે છે, 101, 102 ડિગ્રી અને બીજા દિવસે 99 થઈ જાય છે. પેરાસિટામોલ ટેબલેટ લેવાથી તાવ ઓછો થઈ જાય છે. શરદી થાય છે અને નાક બંધ થઈ જાય છે. બે દિવસ અને ચાર દિવસ બાદ ખાંસી આવે છે. ગળામાં દુઃખાવો પણ થાય છે. ખાવામાં તકલીફ પડે છે. આ દુઃખાવાથી ગભરાવું નહિ. પ્રવાહી વધારે લેવું તેમજ 4 થી 5 લીટર પાણી પીવું જોઈએ.

જરૂર પડશે તો નવી SOP લાવીશું

આરોગ્ય મંત્રી આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, ત્રીજી લહેર પીક પર જવાની તૈયારી હોય એવો અત્યારે ઉછાળો છે. ઓછામાં ઓછા લોકોને ઓક્સિજન અને ICUની જરૂર પડે એવી વ્યવસ્થા સરકારે કરી છે. સરકારે SOP પ્રજા સમક્ષ મૂકી છે, જેનું પાલન કરવાની જવાબદારી લોકોની છે.પ્રજાએ SOPનું પાલન કરવું પડશે. માસ્ક માટે દંડનીય કાર્યવાહી ન કરીએ તેની જવાબદારી લોકોની છે. લોકોએ દંડ અને શિક્ષાત્મક કાર્યવાહીથી બચવા SOPનું પાલન કરવું પડશે. નવી SOP પરિસ્થિતિ મુજબ લાવીશું.

આ પણ વાંચોઃ Ahmedabad: કોરોનાના કેસ વધતાં તૈયારીઓ શરૂ, આરોગ્ય પ્રધાને કરી બેઠક

આ પણ વાંચોઃ બહારથી જમવાનું મંગાવતા પહેલાં ચેતજોઃ અમદાવાદના પરિવારે રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ ફૂડમાંથી નીકળ્યો મરેલો ઉંદર!

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">