સાબરકાંઠાઃ હિંમતનગર શહેરમાં ફાયર સેફટી નહી ધરાવતી હોસ્પિટલો સામે ફાયર વિભાગની લાલ આંખ

સાબરકાંઠાઃ હિંમતનગર શહેરમાં ફાયર સેફટી નહી ધરાવતી હોસ્પિટલો સામે ફાયર વિભાગની લાલ આંખ

સાબરકાંઠા જીલ્લામાં હવે ફરી એકવાર ફાયર સેફટીને લઇને જાણે કે એકાએક જીલ્લા તંત્રને યાદ આવ્યુ છે. રાજ્યમાં ક્યાંક આગની ઘટના સર્જાય એટલે તંત્ર જાણે કે દેખાવ સર્જતી હોય છે. હિંમતનગર શહેરની 61 જેટલી ખાનગી હોસ્પીટલોેમાં ફાયર સેફટીના અભાવને લઇને નોટીસો આપી છે. અગાઉ પણ ચારેક માસ પુર્વે આજ પ્રકારે નોટીસો આપી હતી, ત્યાર બાદ ફરી એકવાર આ પ્રકારે નોંટીસો પાઠવી […]

Avnish Goswami

| Edited By: Utpal Patel

Dec 10, 2020 | 6:30 PM

સાબરકાંઠા જીલ્લામાં હવે ફરી એકવાર ફાયર સેફટીને લઇને જાણે કે એકાએક જીલ્લા તંત્રને યાદ આવ્યુ છે. રાજ્યમાં ક્યાંક આગની ઘટના સર્જાય એટલે તંત્ર જાણે કે દેખાવ સર્જતી હોય છે. હિંમતનગર શહેરની 61 જેટલી ખાનગી હોસ્પીટલોેમાં ફાયર સેફટીના અભાવને લઇને નોટીસો આપી છે. અગાઉ પણ ચારેક માસ પુર્વે આજ પ્રકારે નોટીસો આપી હતી, ત્યાર બાદ ફરી એકવાર આ પ્રકારે નોંટીસો પાઠવી છે. સાત દિવસમાં સુવિધા ઉભી નહી કરાય તો પ્રિવેન્શન એક્ટ મુજબ કાર્યવાહી કરાશે
સાબરકાંઠા જિલ્લાના હિમતનગરમાં ફાયર વિભાગ દ્વારા 61 જેટલી ખાનગી હોસ્પિટલોને ફાયર સેફટી ના હોવાને લઈને નોટિસ પાઠવી છે. ફાયર વિભાગના કર્મચારીઓએ શહેર ના આરોગ્ય નગર અને બસ સ્ટેશન વિસ્તારમાં પણ આજે રુબરુ ચકાસણી કરીને હોસ્પિટલના સંચાલકોને નોટિસ પાઠવી હતી. ફાયર વિભાગ દ્રારા  હોસ્પિટલ સંચાલકોને સાત દિવસમાં ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે પણ તાકીદ કરાઇ છે.  
 
ફાયર ઓફીસર પીએસ દેવડા એ કહ્યુ હતુ કે, અમે અગાઉ પણ બે વાર નોટીસો આપી હતી. તેમ છતાં પણ હજુ સુધી કેટલાકે પુર્તતા નથી કરી. આ સિવાયના એકમોને પણ નોટીસો આપી રહ્યા છે. હજુ પણ જો કોઇ કાર્યવાહી નહી કરવામાં આવે તો કાયદેસરના પગલા ભરવામાં આવશે. 
અગાઉ સુરતની ઘટના સર્જાઇ હતી ત્યારે પણ ફાયર સેફટીને લઇને, મોટા ઉપાડે જીલ્લાના તંત્ર અને નગર પાલિકા દ્રારા કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં માત્ર નોટીસો આપીને સંતોષ માન્યો હતો. અમદાવાદની શ્રેય હોસ્પીટલની ઘટના બાદ ફરી એકવાર નોટીસો અપાઇ હતી. પરંતુ તેમ છતાં પણ કોઇ જ રીતે ખાનગી હોસ્પીટલોએ ગાંઠી નહોતી તો, પાલીકા એ પણ વહાલા દવાલાની નિતી અપનાવતા નોટીસો કાગળ બની રહી ગઇ હતી. હવે રાજકોટની ઘટના બાદ ફરી એકવાર નોટીસ આપવાની શરુઆત કરવામાં આવી છે. 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati