AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાબર ડેરીમાં ₹10 લાખની નોકરીના દાવા, વાયરલ ઓડિયોથી ચૂંટણી વિવાદ વકર્યો, જુઓ Video

સાબર ડેરીની ચેરમેન પદની ચૂંટણી પહેલાં રાજકીય ગરમાવો વધ્યો છે. વધુ એક વાયરલ ઓડિયો ક્લિપમાં ₹10 લાખમાં નોકરી અપાવવાનો અને ગેરકાયદેસર સેવા મંડળીઓ બનાવવાનો દાવો કરાઈ રહ્યો છે.

Breaking News : સાબર ડેરીમાં ₹10 લાખની નોકરીના દાવા, વાયરલ ઓડિયોથી ચૂંટણી વિવાદ વકર્યો, જુઓ Video
| Updated on: Nov 02, 2026 | 4:05 PM
Share

ગુજરાતની પ્રતિષ્ઠિત સાબર ડેરીમાં ચેરમેન પદની ચૂંટણી પહેલાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ માહોલ વચ્ચે એક નવી વાયરલ ઓડિયો ક્લિપે ડેરીના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે. આ ઓડિયોમાં ₹10 લાખમાં ડેરીમાં નોકરી અપાવવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેની મૂળ કિંમત ₹20 લાખ હોવાનું મનાય છે. આ ઉપરાંત, તેમાં ગેરકાયદેસર સેવા મંડળીઓ ઊભી કરીને ડિરેક્ટર બનવા અને ચૂંટણી પ્રભાવિત કરવાના કાવતરાનો પણ ઉલ્લેખ છે.

ડિરેક્ટર પદ કેટલું મહત્ત્વનું?

વાયરલ ઓડિયો ક્લિપમાં, બે વ્યક્તિઓ વચ્ચેની વાતચીતમાં 15 નવી સેવા મંડળીઓ બનાવવાની યોજનાની ચર્ચા થાય છે. આ મંડળીઓ દ્વારા ડિરેક્ટર પદ મેળવીને ચેરમેન પદની ચૂંટણીમાં પ્રભાવ પાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વાતચીત કરનારી વ્યક્તિ પોતાનો ડિરેક્ટર ન બને તો પણ 15 મંડળીના સભ્યો ભેગા થઈને લાખ-લાખ કે પચાસ-પચાસ હજાર રૂપિયા મેળવવાની વાત કરે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, એક વ્યક્તિ આ સેવા મંડળીઓ બનાવવાનો ખર્ચ જાતે ઉપાડવા તૈયાર છે, જે અંદાજિત 15 થી 20 લાખ રૂપિયા જેટલો થાય છે. આ દર્શાવે છે કે, ડિરેક્ટર પદ કેટલું મહત્ત્વનું છે અને તેના માટે કેવા પ્રકારના સોદા થઈ રહ્યા છે.

ઓડિયોમાં, એક કરોડ રૂપિયા હોય ત્યારે જ બેંક કે ડેરીની ચૂંટણી લડી શકાય તેવી પણ વાત કરાઈ છે, જે ચૂંટણીમાં નાણાકીય બળના મહત્ત્વને રેખાંકિત કરે છે. એક વ્યક્તિ તો દસ વર્ષમાં પોતાના સમાજના 150 લોકોને નોકરી અપાવ્યાનો દાવો પણ કરે છે, જેનાથી ભલામણ અને પૈસા આપીને નોકરી મેળવવાના આક્ષેપોને વેગ મળે છે.

મહત્વનું છે કે અગાઉ વાયરલ થયેલી ઓડિયો ક્લિપમાં મનીષ નામના સુપરવાઈઝરનો અવાજ હોવાનું મનાય છે, જેનો સીધો સંબંધ શામળભાઈ પટેલ સાથે છે. નવી ક્લિપમાં પણ સમાન અવાજ હોવાનો દાવો કરાઈ રહ્યો છે. મિશ્રાએ ગેરકાયદેસર સેવા મંડળીઓ બનાવવાની વાતને ગંભીર ગણાવી, કારણ કે 15 મંડળીઓ પર એક ડિરેક્ટર બની શકે છે અને તેનો મત ચેરમેન પદ માટે નિર્ણાયક સાબિત થાય છે. સાબર ડેરીએ કાયદેસર રીતે પશુપાલકો અને ખેડૂતો સુધી પોતાનો વ્યાપ વધાર્યો જ છે, ત્યારે આ ખોટી રીતે મંડળીઓ બનાવવાનો પ્રયાસ ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.

સાબર ડેરીમાં નોકરી માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ અને સરકારી મંત્રીઓની ભલામણો સક્રિય હોવાના આક્ષેપો છે. આ ભલામણો અને રેફરન્સના કારણે સાબર ડેરીમાં ચાલતા વહીવટ, ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે સૌ કોઈ આંખ આડા કાન કરી રહ્યા છે. ડેરીના વહીવટદારો, રજિસ્ટ્રાર કે ડાયરેક્ટર્સ આ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરવા કે તેની સચ્ચાઈ જાણવા કોઈ કાર્યવાહી કરતા નથી. TV9 દ્વારા શામળભાઈ પટેલ, મનીષ પટેલ કે ધવલજી ઝાલાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કોઈએ પ્રતિક્રિયા આપી નથી. આથી, ભીનું સંકેલવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું જણાય છે. આ ગેરરીતિઓ અને ભ્રષ્ટાચાર પર કેવી રીતે લગામ કસાશે, તે એક મોટો સવાલ છે, કારણ કે તમામ નેતાઓ ક્યાંકને ક્યાંક એકબીજા સાથે સંકળાયેલા હોવાના આક્ષેપો છે. આ સમગ્ર મામલે TV9 વાયરલ ઓડિયો ક્લિપની પુષ્ટિ કરતું નથી.

સાબર ડેરી ના દુધિયા રાજકારણ પાછળનો ગંદો ખેલ! વાયરલ ઓડિયોને લઈ અનેક સવાલ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">