AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાબર ડેરી ના દુધિયા રાજકારણ પાછળ નો ગંદો ખેલ! વાયરલ ઓડિયોને લઈ અનેક સવાલ, જુઓ Video

સાબર ડેરી ચૂંટણી પહેલા વાયરલ થયેલી એક કથિત ઓડિયો ક્લિપે રાજકીય ગરમાવો વધાર્યો છે. આ ક્લિપમાં 1,200 લિટર દૂધને 3,500 લિટર બનાવવાનો અને નોકરી માટે ₹10 લાખની માંગણી કરવાનો ચોંકાવનારો દાવો કરાયો છે.

Breaking News : સાબર ડેરી ના દુધિયા રાજકારણ પાછળ નો ગંદો ખેલ! વાયરલ ઓડિયોને લઈ અનેક સવાલ, જુઓ Video
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 01, 2026 | 4:54 PM
Share

સાબરકાંઠામાં સાબર ડેરીની ચૂંટણી જાહેર થતાં જ રાજકીય માહોલ ઉગ્ર બન્યો છે. આ ચૂંટણી પ્રચાર દરમિયાન સોશિયલ મીડિયા પર એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, જેણે સમગ્ર સહકારી ક્ષેત્રમાં હડકંપ મચાવ્યો છે. આ ઓડિયોમાં દૂધમાં ભેળસેળ, ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ અને રાજકીય નેતાઓની સંડોવણી અંગેના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે.

વાયરલ ઓડિયો ક્લિપના મુખ્ય દાવાઓ અનુસાર, 1,200 લિટર દૂધને ગેરકાયદેસર રીતે 3,500 લિટર બનાવવાની વાતચીત થઈ હતી. આ આક્ષેપ લોકોના સ્વાસ્થ્ય અને દૂધની ગુણવત્તા અંગે ગંભીર ચિંતાઓ ઊભી કરે છે. જો આ દાવા સાચા હોય તો તે સ્પષ્ટ દર્શાવે છે કે દૂધમાં પાણી કે અન્ય કોઈ પદાર્થ ભેળવીને તેની માત્રા વધારવામાં આવી રહી છે, જે ડેરીના માપદંડો અને જાહેર આરોગ્ય બંને માટે જોખમી છે. આ ઉપરાંત, ઓડિયો ક્લિપમાં સાબર ડેરીમાં નોકરી મેળવવા માટે ₹10 લાખની માંગણી કરાતી હોવાના કથિત દાવા પણ સામે આવ્યા છે, જે ભરતી કૌભાંડ સૂચવે છે.

આ ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય ધવલસિંહના નામનો પણ ઉલ્લેખ થતો હોવાની ચર્ચા છે, જેના કારણે આ મામલો રાજકીય રંગ પકડી રહ્યો છે. જોકે, TV9 ગુજરાતી આ વાયરલ ઓડિયો ક્લિપની સત્યતા કે તેમાં કરવામાં આવેલા દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી. ઓડિયોની અધિકૃતતા અને તેમાં થયેલી વાતચીતની હકીકત તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

આ ઓડિયો ક્લિપ જૂની હોઈ શકે છે, પરંતુ ચૂંટણીના માહોલમાં તેને ફરીથી વાયરલ કરવામાં આવી છે. સવાલ એ પણ છે કે, આખરે મનીષ નામનો સુપરવાઇઝર કક્ષાનો નાનો કર્મચારી આટલા મોટા વહીવટ કઈ રીતે ચલાવી શકે છે? જો આવા કાળા કારનામા થઈ રહ્યા હોય તો સત્તાધીશો (સરકાર, આરોગ્ય વિભાગ, સહકાર વિભાગ) અત્યાર સુધી શા માટે મૌન છે? શું ડેરીમાં ભ્રષ્ટાચારમાં નેતાઓની પણ સંડોવણી છે? બનાસ ડેરીની જેમ પશુપાલકોના હિતમાં કાર્ય કરવાને બદલે સાબર ડેરીમાં શા માટે ભ્રષ્ટાચાર ખદબદી રહ્યો છે?

હાલમાં સાબર ડેરીમાં ચેરમેન પદ માટે શામળ પટેલ, વિપુલ પટેલ અને ભોગીલાલ પટેલ સહિતના ડિરેક્ટરો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. આ ઓડિયો ક્લિપ આવા સમયે સામે આવતા ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. કિંજલના મતે, આ માત્ર બે લોકો વચ્ચેનો સંવાદ નથી, પરંતુ તે સાબર ડેરીના વિસ્તૃત વ્યાપમાં ખોટી મંડળીઓ બનાવવાની અને ગાંધીનગર સુધીની સાઠગાંઠનો સંકેત આપે છે.

પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસ દરમિયાન ઉચ્ચ નસલની ગાયો અને સારી ગુણવત્તાવાળા દૂધની વાતો વચ્ચે, સાબર ડેરીનો આ વિવાદ લોકોમાં અસમંજસ ઊભો કરે છે કે તેમને મળતું દૂધ ખરેખર ચોખ્ખું છે કે નહીં. આ સ્થિતિમાં, ફૂડ વિભાગ કે અન્ય સરકારી એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે કે કેમ તે મોટો પ્રશ્ન છે. શું સાબર ડેરી ખરેખર ખેડૂતો માટે કામ કરી રહી છે કે કોન્ટ્રાક્ટરો માટે? 6 નવેમ્બરે યોજાનારી ચૂંટણીમાં શું મેન્ડેટમાં પરિવર્તન આવશે કે પુનરાવર્તન? આ તમામ સવાલોના જવાબ આગામી સમયમાં જ મળશે.

ભાવનગરની આ બિલ્ડિંગોમાં સુરક્ષાનું જોખમ? ફાયર NOC વિના 80 ઇમારતો! જુઓ Video

Follow Us
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
રાજકોટના ધોરાજીમાં કમોસમી વરસાદથી તૈયાાર પાક થયો બર્બાદ, ખેડૂતો ચિંતિત
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
ગુજરાતની પ્રથમ મરીન કોલેજ ગીર સોમનાથના વેલણ ગામે સ્થાપિત થશે
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
સરપંચની બેઠક મુદ્દે બનાસકાંઠામાં આદિવાસીઓનો આક્રોશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
મોબાઇલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ! Video
સુરતની બાંધણી સાડીની દુકાનમાં ચોરી કરતી ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ! Video
રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
રેલવે ફાટક બંધ કરવાનું ભૂલ્યું તંત્ર! ખુલ્લા ફાટક પરથી પસાર થઈ ટ્રેન
વ્યારા સુગર મિલ: બાકી લેણાં મુદ્દે 800થી વધુ ખેડૂતોના ધરણાં
વ્યારા સુગર મિલ: બાકી લેણાં મુદ્દે 800થી વધુ ખેડૂતોના ધરણાં
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ બનાવશે શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ
અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ બનાવશે શૈક્ષણિક સંકુલ અને હોસ્પિટલ
સુરતમાં એમ્બ્રોયડરી કામદારોનું ત્રણ મહિનાથી ચાલતું આંદોલન સમેટાયું !
સુરતમાં એમ્બ્રોયડરી કામદારોનું ત્રણ મહિનાથી ચાલતું આંદોલન સમેટાયું !
સુરતમાં ભેળસેળયુક્ત મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ! Video
સુરતમાં ભેળસેળયુક્ત મીઠાઈ બનાવતી ફેક્ટરી ઝડપાઈ ! Video
g clip-path="url(#clip0_868_265)">