AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : શું અમેરિકામાં ફરી એક સાયબર અટેક થયો? ડેલ્ટા એરલાઇન્સની કમ્પ્યુટર સિસ્ટમ ક્રેશ થતા 3,500 ફ્લાઇટ્સ મોડી પડી

અમેરિકામાં ડેલ્ટા એરલાઇન્સ ( Delta airlines)ની કમ્પ્યુટર સિસ્ટમ ક્રેશ થઈ ગઈ, જેના કારણે 3,500 ફ્લાઇટ્સ મોડી પડી. એટલાન્ટા સહિત અનેક મુખ્ય એરપોર્ટ પર મુસાફરો ફસાયા છે.

Breaking News : શું અમેરિકામાં ફરી એક સાયબર અટેક થયો? ડેલ્ટા એરલાઇન્સની કમ્પ્યુટર સિસ્ટમ ક્રેશ થતા 3,500 ફ્લાઇટ્સ મોડી પડી
| Updated on: Nov 23, 2026 | 7:35 AM
Share

અમેરિકાની ડેલ્ટા એરલાઈન્સની ટેકનિકલ ખામીના કારણે હજારે મુસાફરો પરેશાન છે. એરલાઈનની એક કોમ્પયુટર સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું છે. જેના કારણે અમેરિકાની અનેક મોટા એરપોર્ટ પર કુલ 3,500 ફ્લાઈટ્સ મોડી પડી છે.આ સમસ્યાને કારણે વિમાનોને ઉડાન ભરતા પહેલા જરૂરી ગણતરીઓ મેન્યુઅલી કરવાની ફરજ પડી હતી. એરલાઇનની સિસ્ટમમાં ખામી સર્જાઈ હતી. જે વિમાનનું વજન અને સંતુલન નક્કી કરે છે. આ સિસ્ટમ મુસાફરો, સામાન, બળતણ અને અન્ય કાર્ગોના કુલ વજનને માપે છે, અને વિમાનમાં યોગ્ય વજન વિતરણ પણ સુનિશ્ચિત કરે છે.

18 હજારથી વધારે ફ્લાઈટ પ્રભાવિત

13 નવેમ્બરના રોજ અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની સિસ્ટમમાં ખામી આવી હતી. આ કારાણે દેશભરમાં અંદાજે 5 કલાક સુધી ફ્લાઈટ રોકવામાં આવી હતી. આ દરમિયાન 18 હજારથી વધારે ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. પરંતુ ડેલ્ટા એરલાઈન્સ અને એફએએની સિસ્ટમમાં આવેલી ખરાબીમાં સાયબર અટેકની વાત સામે આવી નથી.

અસર અમેરિકાની અનેક મોટા એરપોર્ટ પર

આ ટેકનિકલ ખામીની અસર અમેરિકાની અનેક મોટા એરપોર્ટ પર પડી છે. જેમાં એન્ટલાન્ટાનું હાર્સફીલ્ડ-જૈક્સન ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ન્યુયોર્કનું લાગાર્ડિયા એરપોર્ટ સામેલ છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનને એટલાન્ટામાં આવનારી ફ્લાઈટને અંદાજે એક કલાક માટે રોકવામાં આવી હતી. આ દરમિયાન વિમાનને ઉડાન ભરવાની તેમજ એટલાન્ટા પહોંચવાની પરવાનગી ન હતી. બાદમાં આ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો, પરંતુ ફ્લાઇટમાં વિલંબ ચાલુ રહ્યો.

ડેલ્ટા એરલાઇન્સ અનુસાર, તેની અને ડેલ્ટા કનેક્શનની લગભગ 5,000 ફ્લાઇટ્સ રવિવાર માટે સુનિશ્ચિત કરવામાં આવી હતી. ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટઅવેરના ડેટા અનુસાર, લગભગ 70% ફ્લાઇટ વિલંબ અને રદ આ ટેકનિકલ સમસ્યાને કારણે હતી.

FAA એ શું કહ્યું

FAA એ સ્પષ્ટ કહ્યું કે, આ ખરાબી માત્ર ડેલ્ટા એરલાઈન્સ સિસ્ટમાં હતી. તેની અસર હવાઈ ટ્રાફિકનું નિયમન કરતી સરકારી વ્યવસ્થા સાથે કોઈ સંબંધ નહોતો. એટલાન્ટા એરપોર્ટે એમ પણ જણાવ્યું હતું કે, વિલંબથી ફક્ત ડેલ્ટા ફ્લાઇટ્સ પર અસર પડી હતી અને એકંદરે એરપોર્ટ કામગીરી પર કોઈ અસર પડી ન હતી.

દેશ વિદેશમાં વિમાની સેવા ઝડપી આવ-જા માટેનું સુગમ માધ્યમ છે. એક સમયે માત્ર પૈસાપાત્ર લોકો જ વિમાની સેવાનો ઉપયોગ કરતા હતા. અહી ક્લિક કરો

 

Follow Us
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
અમદાવાદમાં આગ સામે લડવાની તૈયારીઓ પર સવાલ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
ગાંધીનગરના હાઇવે પરની હોટલોમાં સ્વચ્છતાનો અભાવ, છ ને નોટિસ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
દ્વારકા જગત મંદિરમાં VIP દર્શનના નામે ₹1,000 લેવાતા હોવાનો ઓડિયો વાયરલ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
અંબાજીના ડૉક્ટરે મહિલાની ડિલિવરીનો Video વાયરલ કરતા સર્જાયો વિવાદ
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શુક્લનું 84 વર્ષની વયે નિધન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
ગીર સોમનાથના લાટી ગામમાં ડિમોલિશન
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
વાપીમાં 5 કરોડની ખંડણી કેસમાં પોલીસ ફાયરિંગ, જુઓ Video
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
જાફરાબાદના સર્કેશ્વર ગામમાં પોલીસ આવાસમાં આવી ચડી સિંહણ- Video વાયરલ
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
બોરસદમાં રેત માફિયાઓ સરકારી અધિકારીઓની રેકી કરતા ઝડપાયા ! Video
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
કાર અકસ્માતમાં 3 મિત્રોનાં કરુણ મોત, ક્રિષ્ના ચુડાસમાનો ચમત્કારિક બચાવ
g clip-path="url(#clip0_868_265)">