AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભાજપના મેન્ડેટ પહેલાં જ ચેરમેન નક્કી કરવાની કવાયત? સાબર ડેરીમાં બાબુ બારદાનની ભૂમિકા ચર્ચામાં

સાબર ડેરી ચેરમેન પદની ચૂંટણીને લઈ ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો છે. ભાજપના સત્તાવાર મેન્ડેટ પહેલાં વિપુલ પટેલને ચેરમેન બનાવવાની કવાયત ચાલી રહી છે, જેનાથી સ્થાનિક ભાજપમાં નારાજગી છે.

Breaking News : ભાજપના મેન્ડેટ પહેલાં જ ચેરમેન નક્કી કરવાની કવાયત? સાબર ડેરીમાં બાબુ બારદાનની ભૂમિકા ચર્ચામાં
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 04, 2026 | 3:29 PM
Share

સાબર ડેરીના ચેરમેન પદની ચૂંટણીને લઈને ઉત્તર ગુજરાતના સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા સત્તાવાર મેન્ડેટ જાહેર થાય તે પહેલાં જ વિપુલ પટેલને ચેરમેન બનાવવાની કવાયત શરૂ થઈ હોવાની ચર્ચાએ રાજકીય માહોલ ગરમ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બાબુ બરદાન દ્વારા વિપુલ પટેલના નામને આગળ ધરી ડિરેક્ટરોને એકજૂથ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. એટલું જ નહીં, ચૂંટણી પહેલાં જ ચેરમેન કોણ બનશે તે નક્કી કરવાની દિશામાં રાજકીય વ્યૂહરચના ઘડાઈ હોવાની ચર્ચા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ કેટલાક ડિરેક્ટરો પાસેથી વિપુલ પટેલના સમર્થનમાં સોગંદનામાં પણ કરાવવામાં આવ્યાં હોવાની ચર્ચા છે. બીજી તરફ, ભાજપના સત્તાવાર મેન્ડેટ પહેલાં જ ચેરમેન પદ માટે નામ નક્કી કરવાની આ કવાયતને પ્રદેશ નેતૃત્વ માટે પડકારરૂપ માનવામાં આવી રહી છે. સુમુલ, તાપી, વડોદરા અને લોધિકા ડેરીમાં અગાઉ થયેલી રાજકીય ઘટનાઓ બાદ હવે સાબર ડેરીમાં ભાજપનું મેન્ડેટ કેટલું અસરકારક રહેશે તેવો સવાલ પણ ઊભો થયો છે.

વિપુલ પટેલને ચેરમેન બનાવવાની ચર્ચા વચ્ચે સ્થાનિક સ્તરે નારાજગી હોવાની પણ વાત સામે આવી રહી છે. વિપુલ પટેલ ત્રણ વર્ષ પહેલાં જ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. તેઓ વર્ષ 2014 અને 2017માં ભાજપ સામે ચૂંટણી પણ લડી ચૂક્યા છે. આવા સંજોગોમાં કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલા રહેલા વ્યક્તિને સાબર ડેરીની સુકાન સોંપવાની કવાયત સામે જિલ્લા સંગઠન અને ભાજપના કેટલાક કાર્યકર્તાઓમાં અસંતોષ હોવાની ચર્ચા છે. બીજી તરફ, શામળ પટેલ અને વિપુલ પટેલ વચ્ચેની રાજકીય ખેંચતાણમાં આખરે કોનું પલડું ભારે રહેશે તે જોવું રહ્યું.

ફરી એકવાર ડિરેક્ટરોને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવશે?

આ સમગ્ર મામલે બાબુ બરદાનની ભૂમિકા પણ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગઈકાલે સાંજથી ગાંધીનગરની એક હોટેલમાં 8થી 10 જેટલા ડિરેક્ટરોને રોકવામાં આવ્યા હતા. વિપુલ પટેલને ચેરમેન બનાવવા માટે ડિરેક્ટરોને એકજૂથ કરવાની વ્યૂહરચના ઘડાઈ હોવાની ચર્ચા છે. હવે સવાલ એ ઊભો થયો છે કે શું બોર્ડની બેઠક પહેલાં ફરી એકવાર ડિરેક્ટરોને ગુપ્ત સ્થળે લઈ જવામાં આવશે? અગાઉની ટર્મમાં પણ શામળ પટેલ સામે આ જ પ્રકારની રાજકીય વ્યૂહરચના અપનાવવામાં આવી હોવાની ચર્ચા રહી હતી. હવે જૂની રણનીતિના આધારે નવા ચહેરાને ચેરમેન બનાવવા માટે જોરશોરથી પ્રયાસ થઈ રહ્યા હોવાની વાત સામે આવી રહી છે.

સાબર ડેરીના ચેરમેન પદને લઈને ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ અનેક રાજકીય સમીકરણો સામે આવ્યાં હતાં. કેટલાક ધારાસભ્યો અને સાંસદો સેન્સ પ્રક્રિયાથી દૂર રહ્યા હોવાની ચર્ચા છે, જ્યારે કેટલાક ધારાસભ્યોએ નિરીક્ષકો સમક્ષ પોતાની રજૂઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, નિરીક્ષકોએ પણ સંગઠનના મોવડી મંડળ સમક્ષ સ્થાનિક નારાજગી અને રાજકીય સ્થિતિ અંગે રજૂઆત કરી હતી. આથી સાબર ડેરીના ચેરમેન પદનો નિર્ણય હવે માત્ર સ્થાનિક સ્તરનો નહીં, પરંતુ પ્રદેશ ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો પ્રશ્ન બન્યો છે.

ભાજપનું પ્રદેશ નેતૃત્વ પણ હરકતમાં

આ સમગ્ર વિવાદ વચ્ચે કૃષિ અને સહકાર મંત્રી જીતુ વાઘાણીનું મૌન પણ ચર્ચાનો વિષય બન્યું છે. સાબર ડેરીના ચેરમેન પદના નામ અને ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપો અંગે TV9 દ્વારા પૂછાયેલા સવાલોના જવાબ આપવાનું તેમણે ટાળ્યું હતું. બીજી તરફ, હવે આખરે ભાજપનું પ્રદેશ નેતૃત્વ પણ હરકતમાં આવ્યું હોવાની માહિતી સામે આવી છે. સાબર ડેરીના ડિરેક્ટરોને ભાજપ હાઈકમાન્ડ તરફથી બેઠક માટે તેડું મોકલવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, આજે સાંજે 5 વાગ્યે મંત્રી નિવાસસ્થાને બેઠક યોજાવાની છે. રમણ સોલંકીના નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં ભાજપના મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ ડિરેક્ટરો સાથે ચર્ચા કરશે. આ બેઠકમાં ચેરમેન પદના ઉમેદવાર અંગે ચર્ચા થવાની શક્યતા છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને મુખ્યમંત્રીના નેતૃત્વમાં આખરી નિર્ણય લેવાશે કે પછી સ્થાનિક સ્તરે તૈયાર થયેલી વ્યૂહરચના જ સફળ રહેશે.

સૌથી મોટો સવાલ એ છે કે સાબર ડેરીના ચેરમેન પદનો નિર્ણય કોણ લેશે? ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રી કે પછી સ્થાનિક સ્તરે પ્રભાવ ધરાવતા નેતાઓ? શામળ પટેલ અને વિપુલ પટેલ સિવાય કોઈ અન્ય ડિરેક્ટરને તક મળશે? શું ભાજપ પાસે ચૂંટાયેલા ડિરેક્ટરોમાંથી કોઈ સ્વચ્છ છબી ધરાવતો ચહેરો નથી? અને સૌથી મહત્ત્વનું, શું આ વખતે પ્રદેશ ભાજપ સ્થાનિક રાજકીય દબાણ સામે નમતું જોખશે કે પોતાનું મેન્ડેટ અમલમાં મૂકશે? આ તમામ સવાલોના જવાબ હવે આગામી બેઠક અને ચેરમેન પદની ચૂંટણી બાદ જ સ્પષ્ટ થશે.

અગ્નિવીરોને મળી દિવાળી ભેટ, મોદી સરકાર તરફથી મળ્યું બે વર્ષનું એક્સટેન્શન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">