ઈડર આંગડીયામાંથી પૈસા લઈ નિકળેલ યુવકની લૂંટનો મામલો, અમદાવાદના 2 શખ્શ LCBએ ઝડપ્યા
સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ ત્રાસ મચાવવા સાથે લૂંટની પણ ઘટનાઓ સામે આવવા લાગી છે. જેને લઈ હિંમતનગર એલસીબીની ટીમ દ્વારા તસ્કરો અને લૂંટારુઓને ઝડપી પાડવા માટે પ્રયાસો શરુ કર્યા છે. આ દરમિયાન બે લૂંટારુઓને ઝડપી પાડવામાં એલસીબીની ટીમને સફળતા મળી છે. હિંમતનગર એલીસીબીની ટીમે ઈડર લૂંટનો ભેદ ઉકેલ્યો છે.
સાબરકાંઠા જિલ્લામાં તસ્કરોએ ત્રાસ વર્તાવી મૂક્યો છે. આ દરમિયાન હવે લૂંટની ઘટનાઓ પણ સામે આવવા લાગી છે. જેને લઈ સ્થાનિક એલસીબી તંત્રએ સતર્કતા વધારી છે. લૂંટ અને ચોરીઓને લઈ આરોપીઓ સુધી પહોંચવા માટેની કડીઓ મેળવવાની પ્રયાસો શરુ કર્યા છે. થોડાક દિવસ અગાઉ 22 ચોરીમાં ઝડપાયેલ આરોપીને રાજસ્થાનથી ઝડપ્યા બાદ હવે લૂંટારુઓને ઝડપી લેવાયા છે.
ઈડરની સત્યમ ચોકડી પાસેથી 3 લાખ રુપિયાની લૂંટ થઈ હતી. લૂંટની ઘટનાને પગલે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમ દ્વારા આરોપીઓની શોધખોળ શરુ કરવામાં આવી હતી. પીઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ અને પીએસઆઈ એસજે ચાવડાની ટીમને બે લૂંટારુ આરોપીઓને ઝડપી લેવામાં સફળતા મળી છે.
થોડાક દિવસ અગાઉ થઈ હતી લૂંટ
ગત 11 ડિસેમ્બરે એક લૂંટની ઘટના ઈડરમાં નોંધાઈ હતી. ઈડરની સત્યમ ચોકડી પાસે બાઈક સવારને લાત મારી ધક્કો મારીને લૂંટ ચલાવાઈ હતી. વિજય સગર ઈડરમાં પટેલ ટ્રેક્ટર લે-વેચની ઓફીસમાં કામકાજ કરતો હતો. જેને લઈ વિજય સગર આંગડીયામાં આવેલ રકમ લઈને પરત ફરી રહ્યો હતો. એ દરમિયાન રસ્તામાં સત્યમ ચોકડી પાસે તેની બાઈકને અજાણ્યા બાઈક સવારે લાત મારીને નિચે પાડી દીધી હતી.
આમ વિજય સગર બાઈખ સાથે નિચે ફંગોળાઈને પડ્યો હતો. આ સાથે ધક્કો મારનાર લૂંટારુઓએ ઝડપથી ત્રણ લાખ રોકડ ભરેલી બેગ ઝૂંટવી લઈને ફરાર થઈ ગયા હતા. બાઈક લઈને આવેલ બંને શખ્શોના મોઢા પર બુકાની બાંધેલ હતી અને તેઓ પળવાર માં જ વીજળી વેગે સ્થળ પર થી ફરાર થઈ ગયા હતા.
એલસીબી અને ઈડર પોલીસે તપાસ શરુ કરી
ઈડર પોલીસ સ્ટેશનના પીઆઈ પીએમ ચૌધરી અને ટીમે તપાસ શરુ કરી હતી. સાથે જ હિંમતનગર એલસીબીની ટીમ લૂંટની ગંભીર ગુનાને લઈ તપાસ શરુ કરી હતી. આ દરમિયાન એલસીબીની ટીમને બાતમી મળતા સાપાવાડા નજીકથી બાઈક સવાર બે શખ્શોને ઝડપી લેવામાં આવ્યા હતા. બંને ઝડપાયેલ શખ્શો પાસેથી 1 લાખ 75 હજાર રુપિયા રોકડ મળી આવી હતી.
એલસીબીએ બંને આરોપીઓને ઝડપી લઈ પૂછપરછ કરતા તેઓ અમદાવાદ, નડીયાદ અને મહેસાણા સહિતના વિસ્તારોમાં અનેક ગુનાઓમાં સામેલ હોવાનું સામે આવ્યુ હતુ.
આ પણ વાંચોઃ મોડાસાની ST બસમાં 140 મુસાફર ભરવાની સમસ્યા થઈ દૂર, Tv9ના અહેવાલ બાદ નવો રુટ કરાયો શરુ
ઝડપાયેલ આરોપી
- સુધીર કનૈયા પાનવેકર, રહે. એ વોર્ડ, કેકાડી વાસ, કુબેરનગર, અમદાવાદ
- દીપર ભીખાભાઈ ઈન્દ્રેકર, રહે. ભાનુ વિદ્યાલય પાસે, કેકાડી વાસ, કુબેરનગર, અમદાવાદ
ઝડપવાનો બાકી આરોપી
- શ્રીકાંત ઉર્ફે સીરીયો મનોજભાઈ છારા, રહે. ફ્રી કોલોની, છારાનગર, કુબેરનગર, અમદાવાદ