પ્રાંતિજ-તલોદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસ્યો

|

Jul 09, 2024 | 9:35 AM

પ્રાંતિજ અને તલોદ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અહીં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. પ્રાંતિજમાં મોડી સાંજે શરુ થયેલો વરસાદ ધોધમાર વરસ્યો હતો. ગાજવીજ સાથે તૂટી પડેલો વરસાદ દોઢથી બે કલાક જેટલો વરસ્યો હતો. પ્રાંતિજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો.

પ્રાંતિજ-તલોદમાં મેઘરાજાની તોફાની બેટિંગ, ગાજવીજ સાથે ધોધમાર વરસ્યો
ગાજવીજ સાથે વરસાદ

Follow us on

સાબરકાંઠા જિલ્લામાં વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ દક્ષિણ વિસ્તારમાં જામ્યો છે. ભારે ગાજવીજ સાથે વરસાદ મોડી સાંજ બાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદને લઈ વિસ્તારમાં અનેક ઠેકાણે પાણી ભરાઈ જવા પામ્યા હતા. ભારે વરસાદને લઈ ખેડૂતોને મોટી રાહત સર્જાઈ છે.

સાંજે સાતેક વાગ્યાના અરસામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જે રાત્રી સુધી વરસતો રહ્યો હતો. પ્રાંતિજના ખાસ કરીને પૂર્વ-દક્ષિણ વિસ્તારમાં વધારે વરસ્યો હતો. આ વિસ્તારના ખેતરોમાં રાત્રે પાણી ભરાઈ જવા પામ્યા હતા.

સાડા ત્રણ ઈંચ વરસાદ

પ્રાંતિજ અને તલોદ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. અહીં મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. પ્રાંતિજમાં મોડી સાંજે શરુ થયેલો વરસાદ ધોધમાર વરસ્યો હતો. ગાજવીજ સાથે તૂટી પડેલો વરસાદ દોઢથી બે કલાક જેટલો વરસ્યો હતો. પ્રાંતિજમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો હતો. એટલે કે 84 મિલીમીટર વરસાદ અહીં વરસ્યો હતો. પ્રાંતિજના ભાંખરીયા વિસ્તારમાં ઘૂંટણ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા. હનુમાનજી મંદિર પરિસરમાં પણ વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા. તો ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

અંતિમ 24 કલાક દરમિયાન માત્ર બે જ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જ્યારે અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો નહોતો. જોકે હિંમતનગરના પૂર્વ વિસ્તારમાં સાંજના સમયે ગાજવીજ સાથે હળવા વરસાદી ઝાપટા કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યા હતા. હિંમતનગર શહેરના કાંકણોણ રોડ વિસ્તારમાં પણ વરસાદી હળવું ઝાપટું વરસ્યું હતું.

તલોદમાં 2 ઈંચ

આ દરમિયાન તલોદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જ્યાં પણ એકાદ કલાકમાં જ 2 ઈંચ વરસાદ વરસ્યો હતો. તલોદમાં 48 મિલીમીટર વરસાદ સાંજના સમયે નોંધાયો હતો. જ્યાં સાજના સાતેક વાગ્યાના અરસા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો હતો. તલોદમાં વરસાદને પગલે ટીઆર ચોકડી સહિત બજારના રસ્તાઓ પર રાત્રી દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવા પામ્યા હતા.

તલોદ વિસ્તારમાં ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. ખેડૂતો હવે વાવણીમાં જોડાયા હોય વરસાદની રાહ જોવાતી હતી. આ દરમિયાન હવે પ્રાંતિજ તલોદ વિસ્તારમાં અપેક્ષા મુજબ વરસાદ વરસતા મોટી રાહત સર્જાઈ છે.

આ પણ વાંચો: ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન, શામળાજીની સમસ્યા પણ નિવારાશે

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:33 am, Tue, 9 July 24

Next Article