કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ

કુવૈતમાં અટવાયા ગુજરાતી શ્રમીકો, પરિવારજનો 7 દિવસથી સારે છે આંસુ, જુઓ

| Updated on: Jun 23, 2024 | 6:08 PM

લગભગ પાંચસોથી વધારે ભારતીય શ્રમિકોની ઇરાકમાં અટકાયત કરવામાં આવી છે. જેમાં 10 ગુજરાતી શ્રમિકો પણ સામેલ છે. જેઓનો છેલ્લા સાત આઠ દિવસથી તેમના પરિવારજનો સાથે કોઈ જ સંપર્ક થઈ શકતો નહોતો. જેને લઈ અહીં પરિવારજનોમાં ચિંતા વધી ચૂકી છે.

ઘરનું ઘર બનાવવાની આશા, તો કોઈ ભાઈ-બહેન કે પોતાના લગ્નના ખર્ચ માટે મૂડી ભેગી કરવા કે, કોઈ વૃદ્ધ માતા પિતાને ટેકો કરવા રુપ પૈસા કમાવવાના સપના સાથે કુવૈત પહોંચ્યું હતુ. પહોંચવાને કોઈને છ તો, કોઈને દોઢ મહિનો થયો હતો અને હવે તેમનું ભવિષ્ય ધૂંધળૂ થઈ ગયું છે. કુવૈતમાં બકરી ઈદની રજાઓ ગાળવા માટે એકબીજાને ત્યાં પહોંચ્યા બાદ સ્થાનિક ઈરાકની પોલીસે તેમની અટકાયત કરી લીધી છે.

ઉચ્ચ સ્તરે કરાઈ રજૂઆત

લગભગ પાંચસોથી વધારે ભારતીય શ્રમિકોની ઇરાકમાં અટકાયત કરવામાં આવી છે. જેમાં 10 ગુજરાતી શ્રમિકો પણ સામેલ છે. જેઓનો છેલ્લા સાત આઠ દિવસથી તેમના પરિવારજનો સાથે કોઈ જ સંપર્ક થઈ શકતો નહોતો.  જેને લઈ દઢવાવના રમણભાઈએ રજૂઆત કરી છે.

જેમણે ઉચ્ચ કક્ષાએ રજૂઆત હાથ ધરી હતી એ રમણભાઈ પટેલ એ આશા લગાવી બેઠા છે કે, તેમના વિસ્તારના અટવાયેલા તમામ 10 યુવકો સલામત હોવાની ખબર મળે. આ દરમિયાન ત્રણ યુવકો પરત ફર્યા છે. જેમાં રમણભાઈ પટેલનો પુત્ર અલ્પેશ પણ પરત ફર્યો છે. જોકે રમણભાઈએ બાકી સાત યુવાનોની પણ ભાળ અને સમાચાર જાણવા માટે પ્રયાસો જારી રાખ્યા છે.

7 દિવસથી પતિને વાત નથી થઈ

આવી જ રીતે સુનિતા પટેલના પતિ પણ છ એક માસ પહેલા કુવૈત કમાવા માટે ગયા હતા. જ્યાં પહોંચીને તેઓ ઘરે પૈસા મોકલતા અને ઘર પરિવાર ચાલતો સાથે વિદેશ જવાના ખર્ચનું દેવું ચુકવાતુ હતું. પરંતુ હવે સુનિતાના પરિવાર માથે આભ ફાટ્યું છે. તેમની આવક બંધ થવા સાથે પતિનો આઠ દિવસથી સંપર્ક નથી થતો. તે રડી રડીને દિવસ પસાર કરી રહી છે. સુનિતા પોતાના દિકરા અને સાસુ સસરા સાથે દઢવાવ ગામે રહે છે.

વૃદ્ધ પિતાને સપના તૂટ્યાનું દુઃખ

વિજયનગરના દઢવાવ ગામે ખેતી કામ કરીને જેમ તેમ જીવન ગુજરાન કરતા વૃદ્ધ નારાયણભાઈ પટેલે અનેક સપનાઓ જોઈ પુત્રને દોઢ માસ અગાઉ કુવૈત મોકલ્યો હતો. જેનો આઠ દિવસથી સંપર્ક થતો નથી તેઓ કુવૈતમાં અન્ય સ્થાનિક લોકોનો કે જે તેમના ગામની આસપાસના છે તેમનો સંપર્ક કરે છે અને મદદ માટે વાત કરે છે. પરંતુ પુત્રના હાલ ચાલ જાણી શકાયા નથી. પુત્ર અનિલ પટેલ કુવૈતમાં મહેનત કરી ખુબ કમાણી કરશે એવી આશા હતી. જોકે હાલ તો તમામ આશાઓ તૂટી ગઈ છે.

બહેન ભાઈના સમાચારની રાહ જોઈ રહી

કેટલીક બહેનો પણ ભાઈનો સંપર્ક થાય એ માટે રાહ જોઈ રહી છે.  આવી જ રીતે પ્રિયાંશી પટેલ દિવસ રાત ફોનની તરફ નજર રાખી રહી છે કે સારા સમાચાર સામે આવે. જોકે છેલ્લા સાતેક દિવસથી આ આશાઓ ઠગારી નિવડી રહી છે. જોકે અલ્પેશની બહેન આભા પટેલને રવિવારે એકાએક રાહતના સમાચાર મળ્યા છે.

વિજયનગર તાલુકમાંથી પાંચસોથી વધુ લોકો કુવૈતમાં મહેનત કરી કમાણી કરે છે. જે પૈસા અહિં પરિવારને મળતા લગ્ન પ્રસંગ અને ઘર બનાવવા સંહિતના સપનાઓ પૂરા કરવા કામ આવતા હોય છે. આ તમામ પરિવારો હાલની પરિસ્થિતિ જોઈ ચિંતિત બન્યા છે કે આપણો પણ સ્વજન પરત તો નહીં આવે ને.

આ પણ વાંચો:  GILના મહિલા અધિકારીનો કરોડોનો ભ્રષ્ટાચાર! 624 ટકા વધુ મિલકત મળતા ACB એ ગુનો નોંધ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 23, 2024 05:40 PM