Bike Stunt Video: વેપારીને રીલ બનાવવી ભારે પડી ગઈ 17 લાખના ઈમ્પોર્ટેડ બાઈક સાથે જોખમી સ્ટંટ કરતા પોલીસે કાર્યવાહી કરી

Bike Stunt Video: રીલ બનાવવા માટે જોખમી રીતે ઈમ્પોર્ટેડ બાઈક ચલાવીને જીવ જોખમમાં મુકવાને લઈ હિંમતનગરના બી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી.

Bike Stunt Video: વેપારીને રીલ બનાવવી ભારે પડી ગઈ 17 લાખના ઈમ્પોર્ટેડ બાઈક સાથે જોખમી સ્ટંટ કરતા પોલીસે કાર્યવાહી કરી
Hayabusa bike was detained by the police
Follow Us:
| Updated on: Jun 13, 2023 | 8:57 PM

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં બાઈકના સ્ટંટ કરી રીલ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરતા શખ્શ વિરુદ્ધ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. હિંમતનગરના યુવાને સ્ટંટ કરીને રસ્તા પર પોતાનો જીવ જોખમમાં મુકીને રીલ બનાવવાને લઈ સોશિયલ મીડિયા દ્વારા એક વ્યક્તિએ કાર્યવાહીની માંગ કરી હતી. જેને લઈ હિંમતનગરના બી ડિવીઝન પોલીસ મથકમાં રીલ બનાવનારા યુવક વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી હતી અને તેની મોંઘીદાટ બાઈકને પોલીસે ડિટેઈન કરી કાર્યવાહી હાથ ધરી હતી.

હિંમતનગરના વેપારી યુવકને રીલ બનાવવાનો શોખ છે. પરંતુ તેને શોખ ભારે પડી ગયો છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર અવનવા રીલ શેર કરતો રહે છે. પરંતુ જોખમી બાઈક સ્ટંટ કરવાને લઈ પોલીસની નજરમાં વિડીયો લાવવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરીને દાખલો બેસાડ્યો હતો. પોલીસે અંદાજે 17 લાખની કિંમતની બાઈકને હવે ડિટેઈન કરી લીધી છે.

બેફામ બાઈક ચલાવી વિડીયો ઉતાર્યો

જાહેર માર્ગ પર બેફામ રીતે બાઈક ચલાવવામાં આવતો હોવાનો વિડીયો આવી જ રીતે રીલ બનાવનાર યુવક પ્રકાશ ખત્રીએ શેર કર્યો હતો. જેને સોશિયલ મીડિયા પર પ્રફુલ વ્યાસ નામના વ્યક્તિએ જોઈને સાબરકાંઠા પોલીસ અધિક્ષકને ધ્યાને મુક્યો હતો. સાબરકાંઠા SP એ મામલાને લઈ કાર્યવાહી કરવા માટે સ્થાનિક પોલીસને સૂચના કરવામાં આવી હતી.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

પ્રકાશ ખત્રી પોતાની 17 લાખની અંદાજીત કિંમતની મોંઘી ઈમ્પોર્ટેડ બાઈક હાયાબુઝાને જોખમી રીતે ચલાવી રહ્યો હોવાનુ વિડીયોમાં જોવા મળ્યુ હતુ. બાઈકને ખુલ્લા હાથે અને બેફામ રીતે પૂરઝડપે હંકારીને તેનો વિડીયો બનાવ્યો હતો. આ વિડીયોને તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેની પર તેના ફોલોઅર્સ દ્વારા જોઈને ખરાબ અસર ફેલાવવાની સંભાવનાને જોઈ પોલીસને જાગૃત નાગરીકે રજૂઆત કરતા કાર્યવાહી હાથ ધરી હતી.

હિંમતનગર પોલીસે કાર્યવાહી કરી

પોલીસે સુઝુકી કંપનીની ઇમ્પોર્ટેડ હાયાબુઝા બાઈકને ડિટેઈન કરી લીધુ હતુ. બી ડિવિઝન પોલીસે પ્રકાશ રાણલાલ ખત્રીની સામે એમવીએક્ટ અને આઈપીસી મુજબ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સમાજમાં દાખલો બેસાડવા રુપ પ્રકાશ ખત્રી સામે કાર્યવાહી કરી હોવાનુ પોલીસે જણાવ્યુ હતુ.

આ પણ વાંચોઃ  Biparjoy Cyclone: જિલ્લા અને તાલુકા મથકો ખાતે કંટ્રોલરુમ શરુ કરાયા, કયા નંબરને ડાયલ કરવાથી મળશે ઝડપી મદદ, જાણો પૂરી યાદી

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">