Biparjoy Cyclone: જિલ્લા અને તાલુકા મથકો ખાતે કંટ્રોલરુમ શરુ કરાયા, કયા નંબરને ડાયલ કરવાથી મળશે ઝડપી મદદ, જાણો પૂરી યાદી
Biparjoy Cyclone, Control rooms: ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવી પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે, આ સિવાય તમામ જિલ્લા મથકો અને તાલુકા મથકો ખાતે પણ કંટ્રોલ રુમ તૈયાર કરવામાં આવ્યા છે, જેના સંકલનમાં રહીને તંત્ર મુશ્કેલીના સમયમાં ઝડપથી મદદ અને રાહત પહોંચાડશે.
બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્ય સરકાર દ્વારા તમામ સજ્જતા હાથ દરી લેવામાં આવી છે. ગુજરાત રાજ્યના દરેક જિલ્લા અને તાલુકાઓ સાથે સંકલન સહિત ઈમરજન્સીની સ્થિતીમાં પહોંચી વળવા માટે સ્ટેટ કંટ્રોલરુમ કાર્યરત કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા મુશ્કેલીના સમયમાં ત્વરીત રાહત અને મદદ પહોંચાડી શકાય એ માટે કંટ્રોલરુમ અગાઉથી જ શરુ કરીને દરેક જિલ્લાઓ સાથે સંકલન શરુ કરવામાં આવ્યુ હતુ. ખાસ કરીને દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓ અને તાલુકાઓ સાથે સીધુ જોડાણ રાખવા સાથે નજર રાખવાની શરુઆત કરવામાં આવી હતી. સજ્જતા માટેની જરુરિયાતોને રજૂ કરવા માટે સ્ટેટ કંટ્રોલ રુમ સંકલનમાં રહ્યુ હતુ.
રાજ્યના તમામ જિલ્લાઓના મુખ્ય મથકો અને તાલુકા મથકોએ પણ કંટ્રોલ રુમ શરુ કરવામાં આવ્યા છે. જે તમામ કંટ્રોલરુમ જિલ્લા અને તાલુકા કક્ષાએ સંકલનમાં રહેશે. તાલુકા કક્ષાએથી પણ લોકો મુશ્કેલીના સમયમાં મદદ ઝડપથી મેળવી શકે એ માટે માળખુ સજ્જ કરવામાં આવ્યુ છે. ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 1077 લગાવીને પણ જે તે જિલ્લામાંથી સહાય મેળવી શકાશે.
બિપોરજોય વાવાઝોડા સંદર્ભે રાજ્યના તમામ જિલ્લાઓમાં કંટ્રોલરૂમ કાર્યરત#biparjoycyclone #cyclonebiparjoy #gujaratcyclone #biparjoy #cyclonebiparjoy #weather #weatherupdates #Gujarat #TV9News pic.twitter.com/QsV97NeoYk
— Tv9 Gujarati (@tv9gujarati) June 13, 2023
રાજ્યભરમાં કાર્યરત કંટ્રોલરૂમના નંબરો નીચે મુજબ છે.
- અમદાવાદ: 079-27560511
- અમરેલી: 02792-230735
- આણંદ: 02692-243222
- અરવલ્લી: 02774-250221
- બનાસકાંઠા: 02742-250627
- ભરૂચ: 02642-242300
- ભાવનગર: 0278-2521554, 2521555
- બોટાદ: 02849-271340, 271341
- છોટાઉદેપુર: 02669-233012, 233021
- દાહોદ: 02673-239123
- ડાંગ: 02631-220347
- દેવભૂમિ દ્વારકા: 02833-232183, 232125, 232084
- ગાંધીનગર: 079-23256639
- ગીર સોમનાથ: 02876-240063
- જામનગર: 0288-2553404
- જૂનાગઢ: 0285-2633446, 2633448
- ખેડા: 0268-2553356
- કચ્છ: 02832-250923
- મહીસાગર: 02674-252300
- મહેસાણા: 02762-222220, 222299
- મોરબી: 02822-243300
- નર્મદા: 02640-224001
- નવસારી: 02637-259401
- પંચમહાલ: 02672-242536
- પાટણ: 02766-224830
- પોરબંદર: 0286-2220800, 2220801
- રાજકોટ: 0281-2471573
- સાબરકાંઠા: 02772-249039
- સુરેન્દ્રનગર: 02752-283400
- સુરત: 0261-2663200
- તાપી: 02626-224460
- વડોદરા: 0265-2427592
- વલસાડ: 02632-243238
પ્રધાનોની રુબરુ દેખરેખ
દરિયાકાંઠા વિસ્તારના જિલ્લાઓમાં રાજ્ય સરકારના પ્રધાનોને જવાબદારી સોંપવામાં આવી છે. છેલ્લા બે દિવસથી વિવિધ પ્રધાનો પોતાને સોંપવામાં આવેલા જિલ્લાઓમાં ઉપસ્થિત છે. વિવિધ દરિયાકાંઠા વિસ્તારમાં સાવચેતીના પગલા અને સજ્જતાની રુબરુ દેખરેખ રાખી રહ્યા છે. અધિકારીઓ સાથે બેઠકો યોજીને જિલ્લાઓની સમીક્ષા કરવામાં આવે છે. નિચાણ અને અસલામત વિસ્તારના લોકોને સુરક્ષિત રાખવા માટે આશ્રય સ્થાનો પર ખસેડવાની કામગીરી પ્રધાનોની સિધી દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ સતત કામગીરી પર નજર રાખી રહ્યા છે.