AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિમાન તુટી પડવાને કારણે લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ગિફ્ટ સિટી, આર્મીના ફાયર ફાયટર્સ બોલાવ્યા હતા

અમદાવાદના રહેણાંક વિસ્તારમાં વિમાન તુટી પડવાને કારણે, લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા માટે અને બચાવ રાહત કામગીરી માટે અમદાવાદ શહેર ઉપરાંત ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ગિફ્ટ સિટી અને આર્મીના ફાયરફાયટર્સની મદદ પણ માગવામાં આવી હતી.

વિમાન તુટી પડવાને કારણે લાગેલી વિકરાળ આગને કાબૂમાં લેવા ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ગિફ્ટ સિટી, આર્મીના ફાયર ફાયટર્સ બોલાવ્યા હતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2025 | 10:02 PM
Share

અમદાવાદ શહેરના મેધાણીનગર વિસ્તારમાં ગત 12 જૂનના રોજ એર ઈન્ડિયાની અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ એઆઈ 171 તુટી પડી હતી. અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાએ પ્રશાસનના તમામ વિભાગની કસોટી કરી હતી. જો કે, ગુજરાતના મોટા ભાગના વિભાગો આ કસોટીમાં ખરા ઊતર્યા છે. પ્લેનક્રેશ જેવી દુર્ઘટનામાં રાહત-બચાવની કામગીરીમાં ફાયર વિભાગની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હોય છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઑફિસર એ. એ. ડોંગરેએ પ્લેનક્રેશની દુર્ઘટના વખતે ફાયરની ટીમની કામગીરી વિશે વાત કરતાં જણાવ્યું હતું કે એરપોર્ટ તરફથી પ્લેનક્રેશનો હોટલાઇન પર કૉલ મળ્યો કે સૌથી નજીક આવેલા નરોડા ફાયર સ્ટેશનની ટીમ માત્ર ત્રણ જ મિનિટમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરની ટીમોએ પહોંચીને તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરતાં 30થી વધુ લોકોની જિંદગી બચાવી શકાઈ હતી.

ચીફ ફાયર ઑફિસર એ.એ. ડોંગરે અગ્નિશમનની કાર્યવાહી અને રેસ્ક્યૂ ઓપરેશન અંગે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે ઘટનાસ્થળ પર સૌથી પહેલાં પહોંચનારી નરોડા અને શાહપુરની ફાયર સ્ટેશનની ટીમોએ સ્થિતિની વિકરાળતાનો ચિતાર આપ્યો હતો.

કટોકટીપૂર્ણ સ્થિતિને કાબૂમાં લેવા માટે અમદાવાદ શહેર ઉપરાંત ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ગિફ્ટ સિટી અને આર્મીના ફાયરફાયટર્સની મદદ પણ માગવામાં આવી હતી. 100થી વધારે ફાયર ફાયટર ટીમ થોડા જ સમયમાં ઘટના સ્થળ પર કાર્યરત હતી, જેને કારણે રેસ્ક્યૂ ઓપરેશન માત્ર ચાર કલાકના ટૂંકા ગાળામાં પૂર્ણ થઈ શક્યું હતું.

ડોંગરેએ વધુમાં જણાવ્યું હતું કે દુર્ઘટનાગ્રસ્ત પ્લેન તથા ઇમારતોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા તેમજ ઠંડક કરવા માટે આશરે સાડા સાત લાખ (7.50 લાખ) લીટર પાણીનો મારો કરવામાં આવ્યો હતો. ગજરાજ વગેરે આધુનિક સંસાધનોથી ફાયર ફાઇટિંગનું કામ સરળ બન્યું હતું.

ફાયર ફાઇટિંગમાં જોડાયેલા ફાયર જવાનો અંગે વાત કરતાં ચીફ ફાયર ઓફિસર એ એ ડોગરેએ, જણાવ્યું હતું કે સમગ્ર ઓપરેશનમાં 100થી વધારે ફાયરનાં સાધનો તેમજ વાહનો ઉપરાંત 650 જેટલા ફાયરના તાલીમબદ્ધ જવાનો જોડાયા હતા. સમગ્ર રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ફાયરના કોઈ જવાનને કોઈ પણ પ્રકારની ઇજા કે હાનિ થવા પામી નથી, એ સંતોષકારક બાબત છે.

ઇજાગ્રસ્તોને સારવાર માટે 98થી વધારે એમ્બ્યુલ્સ હતી તો કોઈ પણ અડચણ વિના સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર ઊભો કરવામાં આવ્યો હતો, એ અંગે વાત કરતાં ચીફ ફાયર ઓફસર ડોંગરેએ જણાવ્યું હતું કે પોલીસ, 108 સહિતની એમ્બ્યુલન્સ સેવા, એનડીઆરએફ, એસડીઆરએફ, સીઆઈએસએફ, આર્મી, એએમસી, સિવિલ હોસ્પિટલ, સ્થાનિક પ્રશાસન, સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી માત્ર ચાર કલાકમાં રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થઈ શક્યું હતું.

જુદી જુદી એજન્સીઓ વચ્ચેના સુમેળભર્યા સંકલન અને આયોજનપૂર્વક આગળ વધવાને કારણે કામગીરી અત્યંત ઝડપથી થઈ શકી અને મહત્તમ જિંદગીઓ બચાવી શકાઈ હતી.

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ તુટી પડેલા વિમાન અંગેના વધુ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો.

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">