દેશભક્તિમાં તરબોળ ગુજરાત, સોરઠથી લઇને નડાબેટ સુધી, રાષ્ટ્રભક્તિના રંગ, જુઓ
સમગ્ર રાજ્યમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી. રાજ્યભરમાં પણ ગણતંત્રના અનોખા રંગ જોવા મળ્યા. જૂનાગઢમાં રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સાંસ્કૃતિ કાર્યક્રમો આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.નડાબેટ ખાતે BSF ના જવાનોએ ધ્વજ વંદન કર્યુ હતુ.
ગણતંત્ર દિવસની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં પણ સૌરથી નડાબેટ સુધી રાષ્ટ્રભક્તિનો અનોખો રંગ જોવા મળ્યા હતા. ગણતંત્ર દિવસની રાજ્યકક્ષાની ઉજવણી જૂનાગઢ ખાતે કરવામાં આવી હતી. જ્યાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
નડાબેટ ખાતે BSF જવાનોએ ધ્વજવંદન કર્યુ હતુ. મોટી સંખ્યામાં નાગરીકોએ સીમા દર્શનનો લાભ લીધો હતો. પોરબંદરમાં સમુદ્રમાં ધ્વજવંદન કરવામાં આવ્યુ હતુ. તો મંદિરોમાં પણ રાષ્ટ્રભક્તિના રંગ જોવા મળ્યા હતા. સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભગવાનને તિરંગો શણગાર સજવામાં આવ્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 26, 2024 05:45 PM
Latest Videos
