TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ચાર્જશીટ રજૂ, 15 સામે આરોપનામું, નેતાઓને મળી ક્લીનચીટ !

TRP ગેમ ઝોન અગ્નિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચની એસઆઇટી દ્રારા આજે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. અંદાજિત 1 લાખ દસ્તાવેજી પાનામાં ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ગેમ ઝોનના માલીક અને જવાબદાર અધિકારીઓ મળીને કુલ 15 લોકો સામે ચાર્જશીટ રજૂ કરી છે.

TRP ગેમ ઝોન અગ્નિકાંડમાં ચાર્જશીટ રજૂ, 15 સામે આરોપનામું, નેતાઓને મળી ક્લીનચીટ !
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 24, 2024 | 10:40 PM

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસ દ્રારા દરેક તબક્કે તપાસ હાથ ધરવામાં આવી હતી. મહત્વનું છે કે અનેક પાસાઓની તપાસના અંતે ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં આગ લાગવા પાછળ જવાબદાર લોકો અને જવાબદાર અધિકારીની ભુમિકા સ્પષ્ટ કરવામાં આવી છે અને કોર્ટમાં તમામ પ્રકારના આધાર પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા છે.

આ કેસમાં ગેમ ઝોનના માલિક અને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પ્રકાશ જૈન નામના વ્યક્તિના નાણાંકીય વ્યવહારો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. અગ્નિકાંડમાં શરૂઆતથી જ અનેક નેતાઓની ભુમિકા અંગે ચર્ચાઓ ચાલી હતી પરંતુ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં કોઇ નેતાની ભુમિકા સ્પષ્ટ થઇ ન હતી જેના આધારે આ કેસમાં નેતાઓને ક્લિનચીટ મળી છે. એક માત્ર કોર્પોરેટર નિતીન રામાણીનું નિવેદન લેવામાં આવ્યું હતું પરંતુ તેની ગુનાહિત બેદરકારી પોલીસ સમક્ષ સામે આવી ન હોવાનું સામે આવ્યું છે.

365 સાક્ષીઓને તપાસ્યા,30ના નિવેદન લેવાયા

ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં પોલીસ દ્રારા દરેક તબક્કે તપાસ હાથ ધરવામાં આવી હતી.આ ગેમઝોનમાં આગનો બનાવ લાગ્યા બાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસના કહેવા પ્રમાણે આગ વેલ્ડીંગના કારણે લાગી હતી. વેલ્ડીંગ કરતા સમયે તણખો પડતા ગેમઝોનમાં રહેલા ફોર્મ અને લાકડાંને કારણે આગે વિકરાળ સ્વરૂપધારણ કર્યું જેના કારણે આ દુર્ધટના સર્જાય હતી.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

પોલીસે આ કેસમાં ગેમ ઝોનની ઘટના નજરે જોનાર,ગેમ ઝોનમાં કામ કરનાર,ગેમ ઝોન સાથે સંકળાયેલા વ્યક્તિ,અલગ અલગ વિભાગના કર્મચારીઓ સહિત કુલ 365 જેટલા સાક્ષીઓની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાંથી 30 જેટલા સાક્ષીઓના કલમ 164 મુજબ નિવેદનો લેવામાં આવ્યા હતા.પોલીસે અલગ અલગ પુરાવાઓને આધારે આ ચાર્જશીટ તૈયાર કર્યું છે.

આ કેસની તપાસ ચાલુ જ રહેશે – પાર્થરાજસિંહ ગોહિલ, DCP

આ કેસની તપાસ કરનાર ક્રાઇમ બ્રાન્ચના DCP પાર્થરાજસિંહ ગોહિલે મિડીયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્રારા બે મહિના સુધી અલગ અલગ મુદ્દાઓને લઇને તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસમાં પોલીસ દ્રારા કલમ 173(8) મુજબ તપાસ ચાલુ જ રહેશે. જો કોઇ ગુનાહિત બેદરકારી અંગેના પુરાવાઓ મળશે તો ક્રાઇમ બ્રાન્ચ દ્રારા તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. DCPના કહેવા પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં ગેમ ઝોનમાં કોઇ પેટ્રોલ કે ડિઝલનો જથ્થો મળ્યો નથી અને એફએસએલ દ્રારા પણ આ અંગે તપાસ હાથ ધરાઇ છે.

પોલીસે આપેલા લાયસન્સ અંગે ડીસીપીએ કહ્યું હતું કે કોઇપણ ગેમ ઝોનમાં પોલીસ ટિકીટના દર અંગેની મંજૂરી આપતી હોય છે જ્યારે આ ગુનાના કામે આ અંગેની કોઇ અસરકર્તા નથી જેથી તેની કોઇ ભુમિકા સ્પષ્ટ થતી નથી.

નેતાઓને મળી ક્લિનચીટ !

ગેમ ઝોનના ગેરકાયદેસર બાંધકામ અંગે ભાજપના કોર્પોરેટર નિતીન રામાણીએ ભલામણ કરી હોવાની મિડીયા સામે કબુલાત આપી હતી.જે બાદ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા નિતીન રામાણીનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું.આ અંગે ડીસીપીએ કહ્યું હતું કે આ કેસમાં નિતીન રામાણીના નિવેદન બાદ તેના સંદર્ભ અને ભુમિકાની તપાસ કરી હતી પરંતુ કોઇ ગુનાહિત બેદરકારી સ્પષ્ટ થતી નથી.

એસીબી દ્રારા જે લાંચ અંગે તપાસ થઇ રહી છે તે અલગ તપાસ છે જે આ ગુના સાથે કોઇ સંલગ્ન નથી.આ દુર્ધટના બન્યા બાદ અનેક નેતાઓના નામો ઉછળ્યા હતા,કોંગ્રેસ દ્રારા અનેક નેતાઓ સામે આક્ષેપો કર્યા હતા પરંતુ પોલીસે જે ચાર્જશીટ રજૂ કર્યું છે જેના પરથી આ સ્પષ્ટ થાય છે કે આ કેસમાં કોઇ નેતાઓની ભુમિકા નથી.

પુરાવાઓના અભાવે પોલીસ ભલામણ કરનાર નેતાઓને આંબી ન શકી !

ગેમ ઝોન અંગે જે ચાર્જશીટ રજુ કરવામાં આવ્યું છે તે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંઘાયેલા ગુનાના કામે મળેલા દસ્તાવેજો અને પુરાવાઓને આધારે કરેલી કાર્યવાહી છે પરંતુ સવાલ એ છે કે શું આ કેસમાં કોઇ નેતાની ભુમિકા નથી. શું પુરાવાઓના અભાવે પોલીસ ભલામણ કરનાર નેતાઓને આંબી ન શકી કે પછી કોંગ્રેસના આક્ષેપ પ્રમાણે દોષનો ટોપલો સાગઠિયા પર ઢોળી દેવામાં આવ્યો.આ કેસમાં પોલીસની તપાસ હજુ પણ ચાલુ છે ત્યારે પોલીસ આ કેસના મુળ સુધી પહોંચીને જવાબદારો સામે કાર્યવાહી કરે તે જરૂરી છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">