AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન, આપ્યો આ જવાબ

જયેશ રાદડિયાએ કહ્યું હતું કે મારા પર જે લોકો આક્ષેપ લગાવી રહ્યા છે તેને હું સમય આવીએ જવાબ આપીશ,જો કે આજની બેઠક સામાજિક બેઠક છે જેથી તેમાં હું કોઇ રાજકીય ચર્ચા કરીશ નહિ.

Rajkot: સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન, આપ્યો આ જવાબ
સહકારી ક્ષેત્રના આક્ષેપ પર જયેશ રાદડિયાએ પ્રથમ વખત આપ્યું નિવેદન
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 19, 2022 | 6:42 PM
Share

રાજકોટ (Rajkot) જિલ્લા સહકારી બેંકના ચેરમેન અને ધારાસભ્ય જયેશ રાદડિયા (Jayesh Radadia) પોતાના પર લાગેલા આક્ષેપો અંગે પ્રથમ વખત મૌન તોડ્યું હતું. આજે લેઉવા પાટીદાર કન્યા છાત્રાલયમાં જયેશ રાદડિયાએ જ્ઞાતિની બેઠક અંગે મિડીયા સાથે વાતચીત કરી હતી જેમાં જયેશ રાદડિયાએ સહકારી ક્ષેત્ર (cooperative sector) માં તેના પર લાગેલા આક્ષેપો અંગે જવાબ આપ્યો હતો. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે મારા પર જે લોકો આક્ષેપ (allegation) લગાવી રહ્યા છે તેને હું સમય આવીએ જવાબ આપીશ,જો કે આજની બેઠક સામાજિક બેઠક છે જેથી તેમાં હું કોઇ રાજકીય ચર્ચા કરીશ નહિ.

સમાજની બેઠકમાં કેવા મુદ્દા ચર્ચામાં આવે છે તેની રાજકીય અને સામાજિક જગત સાથે સંકળાયેલા લોકો નજર લગાવીને બેઠકમાં છે. આ અંગે પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ પત્રકાર પરિષદ યોજી તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, આજે સમાજની બેઠકમાં રાજકીય વાર્તાલાપ નહીં થાય, યોગ્ય સમયે જવાબ આપીશ.

સમાજ અને રાજકારણને અલગ રાખ્યું છે

જયેશ રાદડિયાએ કહ્યું હતું કે વર્ષોથી તેઓ સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને વર્ષોથી તેઓ રાજકારણ પણ કરી રહ્યા છે પરંતુ ક્યારેય સમાજના નામે રાજકારણ કર્યું નથી.આજની બેઠકમાં કેટલાક ભાજપ સિવાયની વિચારધારા વાળા પણ ટ્રસ્ટી તરીકે જોડાયેલા છે અને તેઓ પણ આજની બેઠકમાં હાજર રહેવાના છે ત્યારે લેઉવા પટેલ ટ્રસ્ટની બેઠકમાં કોઇ જ રાજકીય ચર્ચા નહિ થાય..

રાદડિયા પર આક્ષેપ કરનાર પણ આવશે બેઠકમાં

સહકારી ક્ષેત્રમાં ડી.કે,સખિયા જુુથ જયેશ રાદડિયા સામે પડ્યું છે.આજની બેઠકમાં ટ્રસ્ટી તરીકે ડી.કે સખિયા પણ હાજર રહેવાના છે.જયેશ રાદડિયા સામે થયેલા આક્ષેપ બાદ પ્રથમ વખત ડી.કે,સખિયા જુથના લેઉવા પાટીદાર અગ્રણીઓ જયેશ રાદડિયાને મળવાના છે.જો કે જયેશ રાદડ઼િયાએ આ અંગે ટિપ્પણી કરતા કહ્યું હતું કે સહકારી ક્ષેત્ર હોય કે રાજકીય ક્ષેત્ર હોય આ બંન્નેમાં જે પણ વિવાદ હોય તેની આ બેઠક સ્થળે કોઇ જ ચર્ચા નહિ થાય.તમામનું અહીં સ્વાગત છે અને આજની બેઠકમાં માત્ર સમાજની વિવિધ સંસ્થાઓના ઉત્કર્ષની જ ચર્ચા થશે.

આ પણ વાંચોઃ ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપતા કિશોરે આપઘાત કર્યો, પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને બે સાઢુભાઈની ધરપકડ કરી

આ પણ વાંચોઃ 20 માર્ચ એટલે World Sparrow Day , જેતપુરના એક હોટલ માલિકનો અનોખો ચકલી પ્રેમ, જાણો કેવી રીતે કરે છે ચકલીઓનું જતન

Follow Us
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
રક્ષાબંધન પૂર્વે CM ભૂપેન્દ્ર પટેલની મહિલા ધારાસભ્યોને 28 કરોડની ભેટ
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
VGGS દરમિયાન ગુજરાતમાં આવશે વૈશ્વિક મૂડીરોકાણઃCM ભૂપેન્દ્ર પટેલનો દાવો
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
સોનાના ભાવ આસમાને છતાં સુરતમાં ગોલ્ડ રાખડીની ધૂમ ! Video
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ ગુજરાત એલર્ટ! ગુજરાતી પ્રવાસીઓની શોધખોળ શરૂ
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
વિદ્યાર્થીઓને નશાકારક દવાઓ પહોંચાડતું ઓનલાઇન નેટવર્ક ઝડપાયું
g clip-path="url(#clip0_868_265)">