20 માર્ચ એટલે World Sparrow Day , જેતપુરના એક હોટલ માલિકનો અનોખો ચકલી પ્રેમ, જાણો કેવી રીતે કરે છે ચકલીઓનું જતન

આ હોટેલના માલિક છેલ્લા 25 વર્ષથી ચકલીઓની માવજત અને રક્ષણ કરવાનું કામ કરે છે, સાથેસાથે ચકલીઓ માટેના માળા મફત વિતરણ કરે છે, હોટેલ માલિક મનસુખભાઇ મલીનો (Mansukhbhai Mali)રોજિંદો અને નિત્યનું નિત્યકર્મ પણ ચકલીથી શરૂ થાય છે.

20 માર્ચ એટલે World Sparrow Day , જેતપુરના એક હોટલ માલિકનો અનોખો ચકલી પ્રેમ, જાણો કેવી રીતે કરે છે ચકલીઓનું જતન
March 20 is World Sparrow Day, a hotel owner in Jetpur loves unique sparrows (ફાઇલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2022 | 7:47 PM

20 માર્ચ (20 MARCH) એટલે વિશ્વ ચકલી દિવસ (World Sparrow Day) છે. શહેરોમાં આજે ચક્લીઓનો (Sparrow)કલબલાટ શાંત થતો જાય છે. અને ચકલીનું ચીચી સાંભળવુંએ દુર્લભ થતું જાય છે. ત્યારે આજે જેતપુરના(Jetpur) નેશનલ હાઇવે ઉપર આવેલ કે એવી હોટલ છે જ્યાં ચકલીની ચીચી સાંભળીને લોકોને પ્રકૃતિનો આનંદ મળે છે, આ હોટેલના માલિક (Hotel owner) છેલ્લા 25 વર્ષથી ચકલીઓની ખુબ જ સારી રીતે માવજત કરી રહ્યા છે. અને લોકોને સંદેશ આપે છે કે ચકલીઓને સાચવો પ્રકૃતિને જાળવો.

જેતપુરથી રાજકોટ તરફ જતા નેશનલ હાઇવે ઉપર હોટલ આવેલ છે. જ્યાં તમે ઉભા રહો એટલે ચકલીઓનો કલબલાટ સાંભળવા મળે. અને પછી ચકલીના ચીચી અવાજ સાંભળીને તમે આસપાસ નજર કરો. એટલે તરત હોટલના છત ઉપર છપરામાં ઠેક ઠેકાણે ચકલીના માળા જોવા મળે. અને દરેક માળામાં ચકલીઓ પોતાના માળાને ઠેકઠેકાણેથી નાનાનાના તણખણા ભેગા કરીને બનાવતી જોવા મળે. જાણે કે તે પોતાના ઘરને શણગારતી હોય તેવા દ્રશ્યો જોવા મળે,

આ હોટેલના માલિક છેલ્લા 25 વર્ષથી ચકલીઓની માવજત અને રક્ષણ કરવાનું કામ કરે છે, સાથેસાથે ચકલીઓ માટેના માળા મફત વિતરણ કરે છે, હોટેલ માલિક મનસુખભાઇ મલીનો (Mansukhbhai Mali)રોજિંદો અને નિત્યનું નિત્યકર્મ પણ ચકલીથી શરૂ થાય છે. સવારે જેવા તે હોટેલ ઉપર આવે એટલે તરત જ ચકલીઓને ખાવાનું નાખે, ચોખા, દાણા નાખવા અને સાથે સાથે ચકલીઓ માટે પાણીનો ક્યારો ભરવો અને પછી જ તેવો હોટેલમાં પોતાનું કામ ચાલુ કરે છે, અત્યાર સુધી માં તેઓ એ હોટેલ ની આગળ પાછળ 250 જેટલા માળાઓ બાંધેલ છે. અને અહીં 250 થી 300 જેટલી ચકલીઓનું ચીચી સાંભળવા મળે છે.

આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી
જલદી લગ્ન કરવા અહીં રાત્રે મહિલાઓનો માર ખાવા આવે છે કુંવારા છોકરાઓ !
શરીરમાં આવે છે વારંવાર સોજા ? તો આ 5 ટેસ્ટ કરાવો
પનોતી હોય તો લોકોમાં દેખાય છે આ 5 લક્ષણો
Refrigerator Tips: ફ્રિજમાંથી આવે છે કટ-કટનો અવાજ? તો આ રીતે મીનિટોમાં કરો ઠીક

અને હોટેલમાં આવીયે એટલે એવું લાગે કે પ્રકૃતિની ગોદમાં આવી ગયા, મોટા શહેરોમાં હાલ ચકલીઓ લુપ્ત થતી જાય છે, અને ચકલીઓ માત્ર ફોટા અને પિક્ચર અને ઈન્ટરનેટના વિડીયોમાં જોવા મળે છે. ત્યારે ચકલીની 25 વર્ષ થી માવજત કરતા મનસુખભાઈ લોકોને અપીલ કરે છે કે હવે જો ચકલીને બચાવી હોય અને આપણી આવનાર પેઢીને ચકલી વિષે જાણકારી આપવી હોય તો પોતપોતાના ઘરે ઓછામાં ઓછુ એક ચકલી ઘર કે ચકલીનો માળો રાખે અને ચકલી માટે વ્યવસ્થા કરે

અહીં રોજ અસંખ્ય પ્રવાસીઓ આવે છે અને આ હોટેલ ઉપર ઉભા રહે છે થોડી વાર મુસાફરીનો થાક ઉતારવા માટે અહીં ઉભા રહેતા પ્રવાસીઓ પણ અહીં ચકલીનું ચીચી અને કલબલાટ સાંભળીને એવો અનુભવ કરે છે કે જાણે તેવો પ્રકૃતિ ની ગોદમાં આવી ગયા હોય તેવું લાગે છે, તેમાં પણ જયારે ચકલીઓને તેના માળા બનવતા અને માળામાં રહેલ બચ્ચાને ખવડાતી હોય તે દ્રશ્યો જોઈને કોઈપણ વ્યક્તિને આ ચકલી પ્રેમના વખાણ કરતા રોકી ન શકાય અને ઘણા વ્યક્તિઓ તો ચકલીનો અવાજ સંભાળવા માટે અહીં આવતા થયા છે. 20 માર્ચે વિશ્વ ચકલી દિવસ નિમિતે ચકલીને રક્ષિત કરવા માટે આપણે જ જાગૃત થવું રહ્યું અને આપણા બાળકોની પ્રકૃતિની ઓળખ માટે પણ ચકલીને રક્ષિત કરવા જરૂરી છે.

 

આ પણ વાંચો : કચ્છ : ભુજની પાણી સમસ્યા હળવી થશે, 1.75 કરોડના ખર્ચે નવા ટાંકા અને પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ

આ પણ વાંચો : Rajkot : નિયત સમયમર્યાદામાં કામ નહિ કરનાર કોન્ટ્રાકટરને બ્લેકલીસ્ટ કરાશે,સંકલન સમિતિમાં કલેક્ટરનો સપાટો

g clip-path="url(#clip0_868_265)">