AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે થઇ શકે છે મોટો ખુલાસો, રાજકોટની જ કોઇ કોલેજમાંથી પેપર લીક થયાની આશંકા

ગુજરાતમાં (Gujarat) રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં(Saurashtra University) B.Com અને BBAનું પેપર લીક(Paper Leak) થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી હતી. અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે થઇ શકે છે મોટો ખુલાસો, રાજકોટની જ કોઇ કોલેજમાંથી પેપર લીક થયાની આશંકા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થવા મામલે મોટા ખુલાસા થઇ શકે
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2022 | 9:54 AM
Share

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) B.Com અને BBAનું પેપર લીક થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં FSLની ટીમે અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરી છે. પોલીસ પણ FSL રિપોર્ટના આધારે તપાસ કરી રહી છે. ત્યારે આ મામલે આજે મોટો ખુલાસો થવાની શક્યતા સૂત્રો મુજબથી મળી રહી છે. રાજકોટની (Rajkot) જ કોઇ કોલેજમાંથી પેપર લીક થયુ હોવાની માહિતી સૂત્રો તરફથી મળી રહી છે. નોંધનીય છે કે આ મામલે હજુ સુધી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ કોઇ કોલેજનું નામ જાહેર કર્યું નથી. અગાઉ FSLની તપાસમાં કોલેજોમાંથી પરત મગાવેલા B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા હતા.

ગુજરાતમાં (Gujarat) રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં(Saurashtra University) B.Com અને BBAનું પેપર લીક(Paper Leak) થવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે.ત્યારે યુનિવર્સિટીમાં FSLની ટીમે તપાસ હાથ ધરી હતી. અલગ અલગ કોલજમાં મોકલવામાં આવેલા બોકસ અને કવરની તપાસ કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન કોલેજોમાંથી પરત મગાવેલા B.Comના 97માંથી 22 બોક્સ ખુલ્લા જોવા મળ્યા હતા. જેને લઇ અલગ અલગ કોલેજો પર શંકા છે. પરંતુ હજી કઇ કોલેજ અને ક્યાંથી પેપર લીક થયું તે બહાર નથી આવ્યું.

BBA અને BComની પરીક્ષાના પેપર થયા હતા લીક

રાજ્યમાં છાશવારે પેપર લીક થયાની ઘટના સામે આવતી રહે છે. ત્યારે ગુરુવારે વધુ એક વખત પેપરલીક કાંડની ઘટના સામે આવી હતી.. રાજ્યની પ્રચલિત અને સતત વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BComની પરીક્ષાના પેપર લીક થયા હોવાનું સામે આવ્યું હતુ..સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BBA અને BCom સેમેસ્ટર-5ના પેપર લીક થયા હતા. BBA સેમ-5ના ડાયરેક્ટ ટેક્સ-5નું પેપર લીક થયું. તો BCom સેમ-5નું ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સનું પેપર લીક થયું હોવાની ઘટના સામે આવી છે.

નવું પેપર રાતોરાત બદલી કોલેજોને મોકલાયુ

ગુરુવારે જે પરીક્ષા લેવાનારી હતી એ જ પરીક્ષાનું પેપર લીક થતા સમગ્ર યુનિવર્સિટીમાં ભારે ખળભળાટ મચી ગયો. બીબીએનું નવું પેપર રાતોરાત બદલી સવારે પાંચ વાગ્યે તમામ કોલેજોને મોકલી અપાયુ હતું. જ્યારે કે, બી.કોમનું પેપર રદ્ કરાયું હતુ. પરીક્ષાના એક દિવસ અગાઉ કેન્દ્રો પર પેપર મોકલવાના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નિર્ણયથી હજારો વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થયા છે. ત્યારે પરીક્ષા નિયામક નિલેશ સોનીની ભક્તિનગર પોલીસે રાત્રિના બે વાગ્યા સુધી પૂછપરછ કરી હતી.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">