15 ઓગસ્ટે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રથમ ઉડાન ભરાશે , જુઓ શું છે એરપોર્ટની વિશેષતા

આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઉડી શકે તેવા સી પ્રકારના એરબસ (એ 320-200), બોઇંગ (બી 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે.

15 ઓગસ્ટે રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પ્રથમ ઉડાન ભરાશે , જુઓ શું છે એરપોર્ટની વિશેષતા
The first flight will take off from Rajkot International Airport on August 15
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 11, 2022 | 5:47 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ ગણાતા હિરાસર એરપોર્ટનું (Air port)કામ જેટ ગતિએ ચાલી રહ્યું છે. અમદાવાદ હાઇવે પર હિરાસર નજીક નિર્માણ પામી રહેલા આ એરપોર્ટનું કામ પૂર્ણ થવામાં હજુ છ મહિના જેટલો સમય લાગી શકે છે. રાજકોટના જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ આ પ્રોજેકટ પર સતત નજર રાખી રહ્યા છે. રાજકોટના વહીવટી વિભાગના કહેવા પ્રમાણે હિરાસર એરપોર્ટ (Hirasar Airport) પરથી 15 ઓગસ્ટ 2022ના રોજ પ્રથમ ઉડાન (first flight)થાય તેવી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જિલ્લા કલેક્ટર (District Collector)અરૂણ મહેશ બાબુ આ અંગે એરપોર્ટ ઓથોરિટી સાથે સંકલન કરીને કામગીરીની સમિક્ષા કરી રહ્યા છે.

એક કલાકમાં 14 ફલાઇટ ઉડાન ભરી શકશે,2 મિનીટમાં રન વે ખાલી

રાજ્યનું આ પ્રથન ગ્રીનફિલ્ડ એરપોર્ટ છે,ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે જે સ્થળે કોઇ એરપોર્ટ ન હોય અને પ્રથમ પાયાથી તેનું કામ થતું હોય.2500 એકરમાં નિર્માણ થનાર આ એરપોર્ટમાં એરપોર્ટમાં 3040 મીટર લાંબો અને 45 મીટર પહોળો સિંગલ રન-વે જેના કારણે એક કલાકમાં 14 જેટલી ફલાઇટ ઉડાન ભરી શકશે અને ફલાઇટ લેન્ડ થાય તેની બે જ મિનીટમાં રન વે ખાલી પણ થઇ શકશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

આવું હશે ઇન્ફ્રાસ્ટ્ર્કચર

આ નવું ગ્રીનફિલ્ડ એરપોર્ટ તૈયાર થતાં 280થી વધુ મુસાફરોની વહન ક્ષમતા અને પ્રતિ કલાક 5,375 કિલોમીટરની સ્પીડથી ઉડી શકે તેવા સી પ્રકારના એરબસ (એ 320-200), બોઇંગ (બી 737-900) જેવાં વિમાનોની સુવિધા રાજકોટ સહિત સૌરાષ્ટ્રને મળવા લાગશે. આ સુચિત એરપોર્ટ ઉપર સમાંતર બે ટેક્સી-વે રહેશે તથા એપ્રન, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ટર્મિનલ બિલ્ડીંગ, કાર્ગો, એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. 2500 એકરમાં બની રહેલા આ એરપોર્ટમાં 1500 એકર જમીન એરપોર્ટ ડેવલપમેન્ટ માટે, 250 એકરનો ગ્રીન ઝોન, 524 એકર સિટી સાઈડ પેસેન્જર સુવિધા માટે અને એવિએશન પાર્ક માટે 250 એકર જમીનનો ઉપયોગ કરાશે.

આવી હશે એરપોર્ટની સુવિધા

યાત્રીઓની અવર-જવર ઝડપી બને અને જરૂર પડ્યે ટ્રાફિકના અનુરૂપ થઇ શકે તેવી વ્યવસ્થા હશે. – ટર્મિનલમાં સ્થાનિક ચીજવસ્તુઓનો મહત્તમ ઉપયોગ કરાશે. – ઊર્જાનો ઉપયોગ શક્ય તેટલો ઓછો કરવામાં આવશે. – ગુજરાત અને સૌરાષ્ટ્રનું પ્રતિબિંબ ઝીલાય તે પ્રકારનું પ્રતિબિંબ ઊભું કરવામાં આવશે. – હવાઇપટ્ટી, એક્ઝિટ ટેક્સી ટ્રેક, પેસેન્જર ટર્મિનલ, કાર્ગો ટર્મિનલ બિલ્ડિંગ – નેશનલ હાઇવે 8-એથી એરપોર્ટ સુધી પહોંચવા માટે 6 લેન રોડ – એરપોર્ટ બાઉન્ડરી અને સુવિધાઓ ઊભી કરવામાં આવશે. – AC 21 પ્લેન ઉતરાણ થઈ શકે તેવી રન-વે વ્યવસ્થા કરવામાં આવશે. – વર્ષે 23 લાખ લોકો અવર-જવર કરી શકશે. – એરપોર્ટને હિસ્ટોરિકલ ડિઝાઇનથી તૈયાર કરવામાં આવશે.

સૌરાષ્ટ્રના ઉઘોગને બુસ્ટ મળશે,અમદાવાદનો 50 ટકા ટ્રાફિક ડાયવર્ટ થશે

ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટમાં આવવાથી મોરબી,રાજકોટ,જામનગરમાં આવેલા ઔઘોગિક એકમોને બુસ્ટ મળશે અને લોકો સીધા જ વિદેશથી રાજકોટ પહોંચી શકશે.આ ઉપરાંત કચ્છ,ભાવનગર તરફનો ટ્રાફિક પણ અહીં જોવા મળશે.રાજકોટ અમદાવાદ હાઇ વે પર સિક્સલેઇન રોડ તૈયાર થઇ રહ્યો છે જેથી રાજકોટથી અમદાવાદનું અંતર પણ ચાર કલાકથી ઘટી અઢીથી ત્રણ કલાક થવાનું છે જેથી અમદાવાદનો 50 ટકા જેટલો ટ્રાફિક અહીં ડાયવર્ટ થાય તેવી શક્યતા છે.

આ પણ વાંચો : મહેસાણા : હવે ઉત્તર ગુજરાતમાં સ્વિટ ક્રાંતિની શરૂઆત થશે 

આ પણ વાંચો : Ahmedabad મુંબઈ તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં હવે પાંચ દિવસ દોડશે

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">