Ahmedabad મુંબઈ તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં હવે પાંચ દિવસ દોડશે

તેજસ એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી, 2022 થી મુંબઈ-અમદાવાદ સેક્ટર વચ્ચે રવિવાર, સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે. IRCTC દ્વારા આ અંગે જાહેરાત કરવામાં આવી છે.

Ahmedabad મુંબઈ તેજસ એક્સપ્રેસ અઠવાડિયામાં હવે પાંચ દિવસ દોડશે
Ahmedabad Mumbai Tejas Express Train ( File image)
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Feb 11, 2022 | 5:27 PM

ગુજરાતમાં(Gujarat) કોવિડ કેસોના ઘટતા વલણને કારણે અને સંબંધિત પ્રતિબંધોને હળવા કરવા સાથે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ (IRCTC) હવે 11મી ફેબ્રુઆરી, 2022ના રોજ અમદાવાદ-મુંબઈ-અમદાવાદ( Ahmedabad Mumbai)રૂટ પર ટ્રેન નંબર 82901/02 તેજસ એક્સપ્રેસ ટ્રેનનું(Tejas Express)સંચાલન, તમામ આરોગ્ય અને કોવિડ સુરક્ષા પ્રોટોકોલનું સખતપણે પાલન સાથે અઠવાડિયાના 5 દિવસ માટે ફરી શરૂ કરશે. તેજસ એક્સપ્રેસ મા કોવિડ સેફ્ટી પ્રોટોકોલના કડક અમલીકરણે મોટી સંખ્યામાં પ્રવાસીઓમાં વિશ્વાસ જગાડ્યો છે જે દિવાળીના તહેવાર તેમજ તહેવારોની સીઝન દરમિયાન જોવા મળ્યો છે. તદુપરાંત લગ્નની સિઝનને કારણે ટ્રેનમાં ઓક્યુપન્સીનું સ્તર ઉત્તરોત્તર વધશે. સેવાના ઉચ્ચ ધોરણો તેમજ આ કોવિડ સમયમાં શ્રેષ્ઠ સ્વચ્છતા પ્રથાઓ જાળવી રાખવાને કારણે મુસાફરો નિયમિતપણે અન્ય ટ્રેનો કરતાં તેજસ એક્સપ્રેસને પસંદ કરી રહ્યાં છે.

જેમાં હવે તેજસ એક્સપ્રેસ 11 ફેબ્રુઆરી, 2022 થી મુંબઈ-અમદાવાદ સેક્ટર વચ્ચે રવિવાર, સોમવાર, બુધવાર, શુક્રવાર અને શનિવારે ચાલશે. IRCTC દ્વારા જાણ કરવામાં આવી છે કે, શ્રેષ્ઠ હોસ્પિટાલિટી સેવાઓ અને સ્વચ્છતા પ્રથાઓ સાથે સમયસર અને આરામદાયક મુસાફરી પ્રદાન કરવા માટે તેના અવિરત પ્રયાસો ચાલુ રાખશે.

અમદાવાદથી મુંબઈ જતાં મુસાફરો માટે તેજસ એક્સપ્રેસના ટ્રેનને વધુ એક દિવસ વધારવામાં આવી છે. તેજસ એક્સપ્રેસમાં પ્રવાસીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. પ્રત્યેક ટ્રીપમાં 700-1000 પ્રવાસીઓ મુસાફરી કરી રહ્યા છે. આ અંગે આઈઆરસીટીસીએ ટ્વિટ કરીને માહિતી આપી છે. જેને લઇને હવે મુસાફરોની મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ અઠવાડિયાના 4 દિવસથી વધારીને અઠવાડિયાના 5 દિવસ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

આ પણ વાંચો : Junagadh: ભારે પવનને કારણે ગિરનાર રોપ-વે સેવા બંધ, પવનની ગતિ ધીમી પડતા રોપ-વે સેવા ફરી કાર્યરત થશે

આ પણ વાંચો : પોરબંદર: ફાયર બ્રિગેડની ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ, ચારની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">