AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Breaking News : રાજકોટમાં ગુરુ-શિષ્ય સંબંધોને કલંકિત કરતી ઘટના, પાંચ સગીર બાળકીઓ પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ, જુઓ Video

રાજકોટના ઉપલેટા તાલુકામાં છ થી સાત વર્ષની પાંચ સગીર બાળકીઓ પર શિક્ષક દેવાનંદ બેરા દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આ ચકચારી ઘટનાએ ગુરુ-શિષ્યના સંબંધોને કલંકિત કર્યા છે.

Rajkot Breaking News : રાજકોટમાં ગુરુ-શિષ્ય સંબંધોને કલંકિત કરતી ઘટના, પાંચ સગીર બાળકીઓ પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 10, 2026 | 6:55 PM
Share

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં ગુરુ-શિષ્યના પવિત્ર સંબંધોને કલંકિત કરતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં એક નરાધમ શિક્ષકે સગીર વયની પાંચ વિદ્યાર્થીનીઓ પર દુષ્કર્મ આચર્યું છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ અને ચિંતા વ્યાપી ગયા છે.

આ ઘટનામાં ભોગ બનનાર બાળકીઓની ઉંમર છ થી સાત વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. નરાધમ શિક્ષક દેવાનંદ બેરાએ પોતાની હવસનો શિકાર આ માસૂમ બાળકીઓને બનાવી હતી.

આ કરતૂત સામે આવતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પાટણવાવ પોલીસ સ્ટેશન દ્વારા માનવીય અને ટેકનિકલ સ્રોતોનો ઉપયોગ કરીને આરોપી શિક્ષક દેવાનંદ ગોવાભાઈ બેરા, જે પાટણવાવનો રહેવાસી છે, તેને ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસે આ ગંભીર ગુનાની નોંધ લઈ આરોપી શિક્ષક વિરુદ્ધ પોક્સો (POCSO) સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટનાએ વાલીઓ અને સમાજમાં શિક્ષણના પવિત્ર વ્યવસાય પર કાળા ડાઘ સમાન સ્થિતિ સર્જી છે. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને ન્યાય અપાવવા માટે પ્રતિબદ્ધ છે.

અમદાવાદમાં ઝૂંપડાઓ પર આફત, શાસ્ત્રી બ્રિજ નજીક આગે 20થી વધુ ઝૂંપડા ભરખી લીધા

Follow Us
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
આજનું રાશિફળ: 12 રાશિઓ માટે કેવો રહેશે આજનો દિવસ?
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
g clip-path="url(#clip0_868_265)">