રાજકોટમાં ફરી બની સુરત તક્ષશિલા કાંડ જેવી ઘટના, 24 મે, 2019 ની ઘટનાનું પુનરાવર્તન !
રાજકોટ માટે શનિવાર મહામુસીબત વાળો હતો તેમ કહેવાય તો ખોટું નથી. નાનામોવા રોડ પર ગેમઝોનમાં લાગી ભીષણ આગમાં 6ના મોત થયા છે. સયાજી હોટલ પાસે TRP ગેમઝોનમાં આગ લાગતા અફરાતફરી મચી છે. મહત્વનું છે કે આ ઘટના તક્ષશિલા જેવી છે. 24 મે 2019ના રોજ સુરતમાં તક્ષશિલા કાંડ બન્યો હતો. જેના બાદ આજે 5 વર્ષ પછી ફરી આવી ઘટના રાજકોટમાં બની છે.

રાજકોટમાં નાનામોવા રોડ પર આવેલા ખાનગી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. 1 કિલોમીટર સુધી આગના ધુમાડા દેખાયા. મહત્વનું છે કે હાલ સુધી 4 લોકોના મોત થયા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. જોકે આ ઘટનાને લઈ સુરતમાં 24 મે, 2019 માં બનેલી તક્ષશિલા કાંડની ઘટના યાદ અપાવી છે.
સુરત તક્ષશિલા આગ ઘટના 24 મે, 2019ના રોજ સુરત, ગુજરાતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગમાં બની હતી. આ ઘટનામાં કોચિંગ સેન્ટર સ્થિત છે, જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં હતા. આ દુર્ઘટનામાં 22 વિદ્યાર્થીઓના મૃત્યુ થયા અને ઘણા ઇજાગ્રસ્ત થયા. આ ઘટના ભારે હ્રદયવિદારક અને પીડાદાયક હતી, અને રાજ્ય તેમજ દેશભરમાં આ ઘટના સામે ભારે આક્રોશ અને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું.
સુરતમાં તક્ષશિલામાં લાગેલી આગના કારણો અંગે વાત કરવામાં આવએ તો ..
- વિદ્યુત તાર: આગે વીજવાયર સાથે સર્કિટમાં શોર્ટસર્કિટ થઈ અને આગ ભભૂકવા લાગી.
- અસુરક્ષિત ઈમારત: તક્ષશિલા આર્કેડ બિલ્ડિંગના નિર્માણમાં અગ્નિ સુરક્ષાના મર્યાદાનો અભાવ હતો, જેમાં આગ વિમુક્ત સાધનો અને બહાર નીકળવાના માર્ગની વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી ન હતી.
- આગ પકડે તેવું મટિરીયલ: બિલ્ડિંગમાં બિનઅગ્નિપ્રતિકારક સામગ્રીનો ઉપયોગ થતો હોવાથી આગ ઝડપથી ફેલાઈ.
- અગ્નિશામકની અસમર્થતા: આગ લગાવનારા ઉપકરણોનું અભાવ અને ફાયર બ્રિગેડની મોડમાં આવવાનો સમય પણ આ ઘટનાને ગંભીર બનાવવામાં ફાળો આપ્યો.
સુરતની આ ઘટના બાદ જે કાર્યવાહી કરવામાં આવી હતી તેની તરફ નજર કરવામાં આવે તો ..
- તપાસ: આ ઘટનાને કારણે અનેક તપાસો શરૂ કરવામાં આવી અને નિર્માણની નીતિઓ અને ફાયર સેફ્ટી નિયમોમાં સુધારા કરવાની માગ ઊભી થઈ.
- કાર્યવાહીઓ: અધિકારીઓ અને બિલ્ડિંગના માલિકો વિરુદ્ધ કાયદેસર પગલાં લેવાયા, અને સુરક્ષાના માનદંડોને લઈને કડક નિયંત્રણો લાગુ કરાયા.
- જાગૃતિ: આ ઘટનાએ સમાજમાં આગ પ્રતિકાર માટે જાગૃતિ વધારી અને સુરક્ષા મામલે વધુ સતર્ક રહેવાનું માર્ગદર્શન આપ્યું.
રાજકોટમાં આ જ પ્રકારે સુરત તક્ષશિલા કાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન થયું છે. જેમાં કેટલાય લોકોના મોત થયા છે. હજી પણ રાહત કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. આ સમગ્ર ઘટનામાં CM દ્વારા પણ ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે. રાજકોટ ગેમ ઝોન આગ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલએ રાજકોટ કલેકટર સાથે વાતચીત કરી. સમગ્ર વહીવટી તંત્રને તાત્કાલિક ધોરણે ઘટનાને લઈ યોગ્ય કવાયત કરવા આદેશ આપવામાં આવ્યા છે. ઇજાગ્રસ્તો તાત્કાલિક સારવાર મળે એ માટે કર્યો જરૂરી પગલાં લેવા નિર્દેશ કરાયો છે. જોકે રાજકોટની આ ઘટનામાં કઈ રીતે કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને પ્રશ્નાર્થ છે.
