ખાદ્ય તેલના ભાવોમાં ભડકો, 12 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 125 રૂપિયાનો વધારો

ખાદ્ય તેલના ભાવોમાં ભડકો, 12 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 125 રૂપિયાનો વધારો
Continued rise in edible oil prices ( Symbolic Image)

માર્ચ એન્ડિંગ હોવાથી માર્કેટ યાર્ડ બંધ છે. જેના કારણે ખેડૂતોનો માલ આવતો નથી. આ તકનો લાભ લઈને સંગ્રહખોરો પોતાની પાસે રહેલી મગફળી- કપાસ ઊંચા ભાવે વેચી રહ્યા છે..જેથી સિંગતેલ અને કપાસિયા તેલમાં વધુ ભાવ જોવા મળે છે.

TV9 GUJARATI

| Edited By: Tanvi Soni

Mar 30, 2022 | 12:18 PM

સામાન્ય જનતા સતત મોંઘવારીથી પીસાતી જઇ રહી છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજીના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો જઇ રહયો છે. મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે. ખાદ્ય તેલના (Edible oil) ભાવમાં 12 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 125 રૂપિયાનો વધારો થયો છે. હજુ ગઇકાલે એટલે કે મંગળવારે જ સિંગતેલ અને કપાસિયા તેલમાં ભાવ વધારો થયો હતો. આજે ફરી સિંગતેલના ભાવમાં 10 રૂપિયાનો વધારો થયો છે. ગઇકાલે પણ સિંગતેલ(groundnut oil)ના ભાવ 20 રૂપિયા અને કપાસિયા તેલ (Cottonseed oil)નો ભાવ 30 રૂપિયા વધ્યો હતો.

દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ લોકોને આર્થિક સંકટમાં મુકી દીધા છે. મોંઘવારીના માર વચ્ચે ખાદ્યતેલમાં અછત સર્જાતા રાજકોટમાં સતત ભાવ વધારો યથાવત રહ્યો છે. રશિયા-યુક્રેન યુદ્ધના કારણે તેલના ભાવમાં વધારો થઇ રહ્યો હોવાનું મનાય છે. બજારમાં કાચા માલની મળતર નથી અને સંગ્રહખોરો તકનો લાભ લઇ રહ્યા છે. બજારમાં જૂના ભાવે ખરીદેલો માલ પૂરો થઇ ગયો છે અને નવા ભાવની ખરીદી હોવાથી નવા ભાવ લાગુ થયા હોવાનું જણાવે છે. રાજકોટમાં સિંગતેલના ડબ્બામાં 10 રૂપિયાનો વધારો થયો છે..જેને લઇ સિંગતેલનો ડબ્બો વિક્રમી 2700 રૂપિયા પર પહોંચ્યો છે..તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ 2650 રૂપિયા બોલાઇ રહ્યો છે. છેલ્લા 12 દિવસમાં ખાદ્યતેલના ભાવમાં 125 રૂપિયાનો વધારો ઝિંકાયો છે..જેને લઇ ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે..

માર્ચ એન્ડિંગ હોવાથી માર્કેટ યાર્ડ બંધ છે. જેના કારણે ખેડૂતોનો માલ આવતો નથી. આ તકનો લાભ લઈને સંગ્રહખોરો પોતાની પાસે રહેલી મગફળી- કપાસ ઊંચા ભાવે વેચી રહ્યા છે..જેથી સિંગતેલ અને કપાસિયા તેલમાં વધુ ભાવ જોવા મળે છે. અન્ય તેલના ભાવની વાત કરીએ તો પામોલીન તેલ રૂ.2370, સરસવ રૂ.2500, સન ફ્લાવર રૂ.2470, કોર્ન ઓઈલ રૂ.2340, વનસ્પતિ ઘી રૂ.2530, કોકોનેટ રૂ.2620, દિવેલ રૂ.2400ના ભાવે વેચાઈ રહ્યું છે.

રશિયા અને યુક્રેનના વચ્ચે ચાલતા યુદ્ધનાની અસર તેલના ભાવ પર પડી રહી છે. જો કે ખાદ્યતેલના ભાવોમાં પણ વધારો થતા લોકોએ જાયે તો જાયે કહીં જેવી સ્થિતિનો અનુભવ થઇ રહ્યો છે. પેટ્રોલ-ડીઝલ, ગેસ અને શાકભાજી, મસાલાના ભાવોમાં અધધ વધારા પછી ખાદ્યતેલના ભાવોમાં પણ સતત વધારો થતો રહયો છે. ત્યારે મધ્યમ વર્ગના પરિવારોએ હવે ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યુ છે.

આ પણ વાંચો-

હીટવેવની આગાહી વચ્ચે ભાવનગરમાં રોગચાળાનો ભરડો, એક સપ્તાહમાં ઝાડા- ઉલ્ટી સહિતના 251 કેસ નોંધાયા

આ પણ  વાંચો-

Ahmedabad: શિવાનીએ વેઇટ પાવર લિફ્ટિંગમાં દેખાડ્યો દમ, 120 કિલો ડેડ લિફ્ટિંગમાં જીત મેળવી ‘ગોલ્ડન ગર્લ’ બની

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati