હીટવેવની આગાહી વચ્ચે ભાવનગરમાં રોગચાળાનો ભરડો, એક સપ્તાહમાં ઝાડા- ઉલ્ટી સહિતના 251 કેસ નોંધાયા

આગામી 31 માર્ચથી બે એપ્રિલ સુધી હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અંગ દઝાડતી ગરમી પડશે. આગામી દિવસોમાં જેમ જેમ ગરમી વધશે તેમ બીમારીનું પ્રણામ પણ વધી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 7:22 AM

ઉનાળાની શરુઆત થતા જ ભાવનગર (Bhavnagar)માં રોગચાળો (Epidemic) પણ વકર્યો છે. ભાવનગર શહેરમાં ગરમીના કારણે પેટમાં દુખાવો અને ઝાડા ઊલ્ટીના અનેક કેસ નોંધાયા છે. ઘણા લોકોની સ્થિતિ વધુ ગંભીર થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા. હવામાન વિભાગ દ્વારા હીટવેવ (Heatwave)ની આગાહી આપવામાં આવી છે ત્યારે ભાવનગરમાં હીટવેવની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ જોવા મળી છે.

ભાવનગરમાં છેલ્લા એક સપ્તાહમાં હીટવેવના કારણે બીમાર પડેલા 251 લોકોને તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી. તો ગરમીના કારણે ઝાડા- ઉલ્ટીના કેસમાં પણ વધારો નોંધાયો છે. ભાવનગર જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયામાં નોંધાયેલા કેસોની વાત કરીએ તો ગરમીના લીધે પેટના દુઃખાવાના 47, ઝાડા- ઉલ્ટીના 42, શ્વાસ લેવાની તકલીફના 35, ઉચ્ચ રક્તચાપના 10, છાતીના દુ:ખાવાનાં 33, ટી.એન.વી. ફોલના 48 એમ કુલ મળી કુલ 251 કિસ્સાઓ સામે આવ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આગામી ત્રણ દિવસ રાજ્યના કેટલાક વિસ્તારમાં કાળઝાળ ગરમી પડશે. આગામી 31 માર્ચથી બે એપ્રિલ સુધી હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. એટલું જ નહીં અમદાવાદ અને ગાંધીનગરમાં પણ અંગ દઝાડતી ગરમી પડશે. આગામી દિવસોમાં જેમ જેમ ગરમી વધશે તેમ બીમારીનું પ્રણામ પણ વધી શકે છે. ત્યારે હીટવેવની આગાહીને પગલે લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવા હવામાન વિભાગે લોકોને અપીલ કરી છે.

આ પણ વાંચો-

Rajkot: કોંગ્રેસના પાટીદાર નેતાઓ કોંગ્રેસના તમામ કાર્યક્રમોનો કરશે બહિષ્કાર, યોગ્ય પ્રભુત્વ ન મળતું હોવાનો આક્ષેપ

આ પણ વાંચો-

Gujarat assembly elections 2022: વિધાનસભા ચૂંટણી પહેલા PM મોદીએ ગુજરાતનાં સાંસદોનો ક્લાસ લીધો, દિલ્હીમાં બેઠક કરી

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">