Rajkot: RMCની રખડતા ઢોરના પ્રશ્ને પીછેહઠ, ત્રણ ગણો દંડ વસૂલવાની દરખાસ્ત પેન્ડીંગ રખાઇ
રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને કડક નિર્ણય લેતા પહેલા પીછેહઠ કરવી પડી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની દરખાસ્તમાં રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે દંડની રકમમાં ત્રણ ગણો વધારો કરતી દરખાસ્ત મુકવામાં આવી હતી, પરંતુ આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે.
Rajkot : રાજકોટ શહેરમાં રખડતા ઢોરનો (Stray Cattle) ત્રાસ દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકા મોટો નિર્ણય લે તે પહેલા જ પીછેહઠ કરી હોય તેવો ઘાટ ઘડાયો છે. રાજકોટ મહાનગરપાલિકાએ રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે કડક નિર્ણયો લેવાની દરખાસ્ત કરી, પરંતુ આ દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે.
રખડતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે રાજકોટ મહાનગરપાલિકાને કડક નિર્ણય લેતા પહેલા પીછેહઠ કરવી પડી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની દરખાસ્તમાં રખડતા ઢોરનો ત્રાસ દુર કરવા માટે દંડની રકમમાં ત્રણ ગણો વધારો કરતી દરખાસ્ત મુકવામાં આવી હતી, પરંતુ આ દરખાસ્તને પેન્ડિંગ રાખવામાં આવી છે.
આ પણ વાંચો Rajkot: નવરાત્રીને લઈને સિવિલ હોસ્પિટલમાં ખાસ વોર્ડ ઉભો કરાયો, હ્રદય રોગના જોખમને પહોંચી વળવા નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકાએ કરેલી દરખાસ્તમાં દંડની રકમ 1 હજારથી વધારીને 3 હજાર રૂપિયા કરવી, બીજી વખત ઢોર પકડાય તો તેનો દંડ 4500 રૂપિયા અને ત્રીજી વખત પકડાય તો તેનો દંડ 6500 રૂપિયા કરવો અને આ ઉપરાંત દરેક માલધારીઓએ પોતાના પશુઓનું ફરજીયાત રજીસ્ટ્રેશન કરાવવા અંગેની દરખાસ્ત મુકવામાં આવી હતી.
જો કે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા આ દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રખડતા ઢોરનો પ્રશ્ન હલ થાય તે માટે સરકાર કટ્ટીબદ્ઘ છે, પરંતુ માલધારીઓને વિશ્વાસમાં લઈને નિર્ણય લેવામાં આવશે. શહેરમાં દરેક રખડતા ઢોર ઢોર ડબ્બામાં રહે તેવી વ્યવસ્થા ગોઠવાઈ રહી છે. ત્યારે આવતી દરખાસ્તમાં માલધારીઓ સાથે સંકલન કરીને આ નિર્ણય જરૂર લેવાશે.
માલધારીઓનો વ્યવસાય ખતમ થઈ જશે: માલધારી સમાજ
આ તરફ માલધારી સમાજે રાજકોટ મહાનગરપાલિકાની દરખાસ્તનો વિરોધ કર્યો છે. માલધારી સમાજના અગ્રણી રણજીત મુંધવાએ દાવો કર્યો હતો કે, રાજકોટ મહાનગરપાલિકાની નિતી બેધારી છે. એક તરફ રખડતા પશુઓ પકડે તો માલધારીઓ પાસેથી દંડ વસુલ કરે છે અને બીજી તરફ ઢોર ડબ્બામાં કોઇ સુવિધા આપવામાં આવતી નથી.
રાજસ્થાન જેવા રાજ્યોમાં ઢોર ડબ્બામાં માલધારીઓના બાળકોને ભણતર સહિતની સુવિધાઓ આપાવામાં આવે છે. જ્યારે આપણા ઢોર ડબ્બામાં પશુઓને ઘાસચારો પણ પુરતો અપાતો નથી ત્યારે દંડની રકમ વધે નહિ તેવી અમારી માંગ છે. જો આ સ્થિતિ રહી તો માલધારીઓ પશુપાલનનો વ્યવસાય ખતમ થઇ જશે.
શહેરમાં જર્જરિત મકાનોના સર્વેની દરખાસ્ત મંજૂર
રાજકોટ મહાનગરપાલિકામાં રખડતા ઢોર અંગેની દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી છે. તેની સાથે શહેરમાં જે પણ જર્જરિત મકાનો અને બિલ્ડિંગો, આવાસો આવેલા છે તેના સર્વે માટે એક કંપનીને કોન્ટ્રાક્ટ આપવાની દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે. શહેરમાં સર્વેશ્વર ચોક સ્લેબ ધરાશયી થવાની ઘટના બાદ આ મુખ્ય સમસ્યા ઉભી થઇ છે. જર્જરિત મકાનો અંગે એજન્સી જે રિપોર્ટ કરશે. તેના આધારે આવા ભયગ્રસ્ત બાંધકામો દૂર કરવાની મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરાશે.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો