Rajkot : ટ્યુશન ક્લાસ એસોસિએશને આર્થિક પેકેજની માગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર, ટ્યુશન કલાસ શરુ કરવા માગ કરી

Rajkot :  કોરોના કાળમાં શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા લોકોને આર્થિક ફટકો પડ્યો છે,  ત્યારે છેલ્લાં પંદર મહિનાથી ટ્યુશન ક્લાસ બંધ રહેતા સંચાલકોએ આર્થિક પેકેજની માંગ સાથે ક્લેકટરને આવેદનપત્ર આપ્યું છે અને 16 વર્ષથી વધારે વયનાં વિદ્યાર્થીઓને ટ્યુશનમાં આવવાની છુટ આપવામાં આવે તેવી માંગ કરાઈ છે.

Mamta Gadhvi
| Edited By: | Updated on: Jun 14, 2021 | 5:44 PM

Rajkot :  કોરોના કાળમાં શિક્ષણ કાર્ય સાથે સંકળાયેલા અનેક લોકોને આર્થિક ફટકો પડ્યો છે,  ત્યારે છેલ્લાં પંદર મહિનાથી ટ્યુશન ક્લાસ બંધ રહેતા સંચાલકોએ આર્થિક પેકેજની માંગ સાથે ક્લેકટરને આવેદનપત્ર આપ્યું છે અને 16 વર્ષથી વધારે વયનાં વિદ્યાર્થીઓને ટ્યુશનમાં આવવાની છુટ આપવામાં આવે તેવી માગ કરાઈ છે.

કોરોનાં કાળમાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે સ્કુલ સહિત તમામ શૈક્ષણિક સંસ્થાને (Education Organisation) બંધ કરવાનો નિર્ણય કર્યો હતો, પરિણામે શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણ(Online Education) શરૂ કરવામાં આવ્યું હતું.

છેલ્લાં દોઢ વર્ષથી ટ્યુશન ક્લાસીસ બંધ  હોવાથી ટ્યુશન ક્લાસીસનાં સંચાલકોએ (Director of Tuition)આર્થિક પેકેજની માગ સાથે ક્લેક્ટરને આવેદનપત્ર (Application Form)આપ્યું છે.

 

હાલ,  કોરોનાનું સંક્રમણ ઘટતા સરકારે અનલોકની (Unlock) પ્રક્રિયા હાથ ધરી છે,  પરંતુ ટ્યુશન ક્લાસીસને છુટ ન અપાતા ટ્યુશન ક્લાસ સંચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.  સંચાલકોની માંગ છે કે,  16 વર્ષથી વધારે વયનાં વિદ્યાર્થીઓને (Student) ટ્યુશનમાં આવવા માટે છુટ આપવામાં આવે.

ઉપરાંત સંચાલકોએ પ્રોપટી ટેક્સ (Property Tax) અને વીજ બિલમાં(Electricity Bill) પણ રાહત આપવા સરકારને માંગ કરી છે. મહત્વપૂર્ણ છે કે,  ગુજરાતમાં એક લાખ જેટલા ટ્યુશન ક્લાસીસ છે અને પંદર લાખથી વધારે શિક્ષકો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે.  ત્યારે  છેલ્લાં પંદર મહિનાથી ટ્યુશન ક્લાસ બંધ રહેતા આ વ્યવસાય (profession) સાથે સંકળાયેલા અનેક લોકો હાલ, અન્ય વ્યવસાય સાથે જોડાવાનું પસંદ કરી રહ્યા છે.

કોરોના કાળમાં શૈક્ષણિક કાર્ય સાથે જોડાયેલા સ્ટેશનરીનાં  વ્યવસાયને પણ માઠી અસર પહોંચી છે,  ઓનલાઇન શિક્ષણનું પ્રમાણ વધતા પુસ્તકો અને નોટ ચોપડાની માગ ઘટી છે જેનાથી શહેરમાં અનેક સ્ટેશનરીઓ બંધ કરવાની નોબત આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">