Rajkot: ફરી કોરોનાના કેસમા ઉછાળો, એક તબીબ સહિત કોરોનાના 6 એક્ટિવ કેસ

Mohit Bhatt

|

Updated on: Mar 10, 2023 | 3:56 PM

Rajkot: રાજકોટમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ છે. એક તબીબ સહિત 6 લોકોને પોઝિટિવ કેસ નોંધાયા છે. જેને લઈને આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી છે. ધૂળેટી પર્વ બાદ કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે.

Rajkot: ફરી કોરોનાના કેસમા ઉછાળો, એક તબીબ સહિત કોરોનાના 6 એક્ટિવ કેસ

Follow us on

રાજકોટમાં ધૂળેટીનું પર્વ પૂર્ણ થતાની સાથે જ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આજે કોરોનાના વધુ બે કેસ સાથે કુલ એક્ટિવ કેસનો આંક 6 પર પહોંચ્યો છે. 6 દર્દીઓ પૈકી ચાર દર્દીઓએ વેક્સિનના બંન્ને ડોઝ લીધા હતા જ્યારે બે દર્દીઓએ એકપણ ડોઝ લીધો નથી. હાલમાં તમામ દર્દીઓ હોમ આઇસોલેટ છે અને તમામને સામાન્ય લક્ષણો છે.

એક તબીબ સહિત 6 એક્ટિવ કેસ, 3 દર્દીઓની ટ્રાવેલિંગ હિસ્ટ્રી

આરોગ્ય વિભાગના કહેવા પ્રમાણે 6 દર્દીઓ હાલ કોરોનાગ્રસ્ત છે. જેમાં યુનિવર્સિટી રોડ પર રહેતા 60 વર્ષીય તબીબ છે. જ્યારે શ્યામનગરમાં એક મહિલા, હુડકો વિસ્તારમાં એક 53 વર્ષીય મહિલા, મંગલા રોડ પર 28 વર્ષીય યુવતી, ભક્તિનગર માસ્તર સોસાયટીના 71 વર્ષીય પુરૂષ અને સંતકબીર રોડ પર 18 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. છ પૈકી ચાર દર્દીઓએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા છે જ્યારે બે દર્દીઓએ વેક્સિનના ડોઝ લીધા નથી.

આરોગ્ય વિભાગ સાત દિવસ સુધી સારવાર રાખે છે-આરોગ્ય અધિકારી

આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાંકાણીએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હાલમાં 6 જેટલા એક્ટિવ કેસ છે જે તમામ હોમ આઇસોલેટ છે. આરોગ્ય વિભાગ દ્રારા તમામ દર્દીઓની દેખરેખ રાખવામાં આવે છે અને સાત દિવસ સુધી આઇસોલેટ થવાની સલાહ આપવામાં આવે છે. આરોગ્ય વિભાગે લોકોને અપીલ કરી છે કે જો કોઇ વ્યક્તિને સામાન્ય લક્ષણ હોય તો તુરંત જ ટેસ્ટ કરાલી લેવો જોઇએ. આ ઉપરાંત માસ્ક પહેરવુ ખૂબ જ જરૂર છે.

આ પણ વાંચો: Breaking News: સુરતમાં કોરોના વાયરસ ફરી વકર્યો 60 વર્ષિય વૃદ્ધાનું કોરોનાથી થયુ મોત, અઢી મહિના બાદ મોતનો કેસ

કોવિશિલ્ડ વેક્સિનનો જથ્થો ખાલી, કો-વેક્સીન ઉપલબ્ધ

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા તમામ આરોગ્ય કેન્દ્રમાં વેક્સિનનો ડોઝ આપી રહ્યા છે. જો કે હાલમાં કોવિશિલ્ડનો જથ્થો ખાલી થઇ ગયો છે. જ્યારે કો-વેક્સિનના 600 જેટલા ડોઝ હાલમાં ઉપલબ્ધ છે. જો કે મોટાભાગના લોકોએ કોવિશિલ્ડનો ડોઝ લગાવ્યો છે.  જેથી હાલમાં વેક્સિન ન હોવાથી લોકો આરોગ્ય કેન્દ્રમાંથી પરત ફરી રહ્યા છે.

હાલ તો કોરોનાના કેસ કાબુમાં છે પરંતુ સંક્રમણ વધુ ફેલાઈ શકે છે. આથી લોકોએ માસ્ક પહેરવુ પડશે અને સામાન્ય શરદી ઉધરસના લક્ષણો દેખાય તો વ્યક્તિએ તેની નૈતિક જવાબદારી સમજીને માસ્ક પહેરવુ પડશે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati