Rajkot: લાલપરી નદીમાંથી ટૂકડા થયેલા મૃતદેહની ઓળખ માટે પોલીસે ફાયરબ્રિગેડની મદદ લીધી

રાજકોટના (Rajkot) બી ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ફાયર બ્રિગેડને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ચાર દિવસ વિતી ગયા છતા પણ હજુ સુધી પોલીસને મહિલાની ઓળખ મળી નથી, ત્યારે નદીમાં કોઇ શંકાસ્પદ ચીજવસ્તુ છે કે કેમ તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.

Rajkot: લાલપરી નદીમાંથી ટૂકડા થયેલા મૃતદેહની ઓળખ માટે પોલીસે ફાયરબ્રિગેડની મદદ લીધી
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 17, 2023 | 2:07 PM

રાજકોટની લાલપરી નદીમાંથી 13 એપ્રિલ 2023ના રોજ ટૂકડા થયેલી હાલતમાં મળેલા મૃતદેહ અંગે પોલીસને કોઈ કડી મળી રહી નથી. ત્યારે આજે રાજકોટના બી ડિવીઝન પોલીસ સ્ટેશન દ્વારા ફાયર બ્રિગેડને સાથે રાખીને તપાસ હાથ ધરવામાં આવી હતી. ચાર દિવસ વિતી ગયા છતા પણ હજુ સુધી પોલીસને મહિલાની ઓળખ મળી નથી, ત્યારે નદીમાં કોઈ શંકાસ્પદ ચીજવસ્તુ છે કે કેમ તે દિશામાં પોલીસ હાલ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો-Gujarati Video : સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરો સામે તવાઈ, ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોવૉડે પાડ્યા દરોડા, 3.50 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

મોબાઈલ,હથિયાર સહિતની ચીજવસ્તુ અંગે તપાસ-પીઆઈ

આ કેસ અંગે TV9 સાથે વાતચીત કરતા બી ડિવીઝનના પીઆઇ રવિ બારોટે કહ્યું હતું કે, લાલપરી નદી નજીક જે મૃતદેહ મળી આવ્યો હતો તેની ઓળખ મેળવવા તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ રાજકોટ શહેર અને આસપાસના જિલ્લાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. જે મહિલાઓ અને યુવતીઓ ગુમ છે તેની પણ શોધખોળ ચાલી રહી છે. જો કે હજુ સુધી કોઈ મહત્વની કડી મળી નથી, ત્યારે પોલીસ દ્વારા નદીમાં ફાયર બ્રિગેડની મદદથી શોધખોળ શરૂ કરવામાં આવી રહી છે, જેથી કોઈ મોબાઈલ ફોન, કોઇ હથિયાર કે અન્ય કોઈ ચીજવસ્તુ નદીમાં પડી હોય તો તેની શક્યતાઓને આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો

એક શંકાસ્પદ સગીરા ગુમ હતી, જે સુરતથી મળી આવી

પોલીસ આ કેસની તપાસ કરી રહી હતી, ત્યારે ઘટનાસ્થળ નજીક ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતી એક 15 વર્ષીય સગીરા ગુમ હતી. પોલીસને આ સગીરા અંગે શંકા જતા પોલીસે તમામ દિશામાં તપાસ હાથ ધરી હતી, જેના આધારે સગીરાના ફોટો ,તેના પરિવારજનોની પુછપરછ સહિતાના મુદ્દે તપાસ હાથ ધરી હતી. જો કે બાદમાં આ સગીરા સુરતથી તેના પ્રેમી સાથે મળી આવી હતી.

ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં યુવતીની ઉંમર 17 થી 21 વર્ષની હોવાનો ખુલાસો

લાલપરી નદીમાંથી મળેલા મૃતદેહ મામલે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં આ યુવતીની ઉંમર 17થી 21 વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પોલીસ હાલમાં છેલ્લા એક મહિનામાં રાજકોટ શહેરમાં નોંધાયેલા 15 જેટલા ગુમ થયેલી મહિલાઓ અને આસપાસના જિલ્લાઓમાં ગુમ થયેલી મહિલાઓની વિગતો એકત્ર કરીને તપાસ કરી રહી છે.

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">