Gujarati Video : સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરો સામે તવાઈ, ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોવૉડે પાડ્યા દરોડા, 3.50 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

Gujarati Video : સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરો સામે તવાઈ, ગાંધીનગરની ફ્લાઇંગ સ્કોવૉડે પાડ્યા દરોડા, 3.50 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 12:51 PM

બેફામ બની બેઠેલા ખનીજ ચોરો સામે ગાંધીનગરની ફલાઈંગ સ્કોવૉડે, જીલ્લા પોલીસ, ખાણખનીજ વિભાગ, PGVCL ટીમ, મામલતદાર, SDM સહિતની ટીમોએ દરોડા પાડ્યા હતા.

સુરેન્દ્રનગરના થાનગઢ, ચોટીલા અને સાયલા તાલુકામાંથી મોટાપાયે ખનીજ ચોરી ઝડપાઇ છે. બેફામ ખનીજ ચોરો સામે ગાંધીનગરની ફલાઈંગ સ્કોવૉડ જીલ્લા પોલીસ, ખાણ ખનીજ, PGVCL ટીમ, મામલતદાર, SDM સહિતનાઓની ટીમોએ રેડ કરી હતી. દરોડા દરમિયાન રૂપાવટી, જામવાડી, સોનગઢ, કહાનવડી, ચોરવીરા, વગડીયા, દેવપરા ગામમાંથી મોટી કાર્બોસેલની ખનીજ ચોરી ઝડપાઇ હતી. જેમાં 27 ટ્રેકટર, 5 લોડર, 1 JCB, 47 ચરખી મશીન, 4 ડીઝલ પંપ, 3 ટ્રાન્સફોર્મર સહિત રૂપિયા 3.50 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આ પણ વાંચો : Gujarati Video : સુરેન્દ્રનગરમાં સરકારી ગોડાઉનના મજૂરો હડતાળ પર, સસ્તા અનાજના પૂરવઠાનુ વિતરણ ખોરવાઈ જવાની સંભાવના

થાનગઢ, ચોટીલા, સાયલા તાલુકામાંથી રોજ કરોડો રૂપિયાનો કાર્બોસેલનો કાળો કારોબાર ગેરકાયદેસર થાય છે. જયારે વઢવાણમાં સફેદ રેતી અને ધ્રાંગધ્રામાં સફેદ માટીના ખનીજ ચોરો સક્રિય થતા આગામી સમયમાં કડક કાર્યવાહી થઈ શકે છે.

અમરેલીમાં રેતી ચોરીનું રેકેટ ઝડપાયુ

આ અગાઉ અમરેલી જિલ્લાનું સૌથી મોટું રેતી ચોરીનું રેકેટ પકડાતા ખળભળાટ મચી ગયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી રાજુલા તાલુકામાં આવેલા ભાક્ષી ગામ નજીક રેતી ચોરી માટે અહીં પાણી ભરેલી નદીમાં 4 જેટલી બોટ ઉતારવામાં આવી હતી. મોટું હીટાચી મશીન મુકવામા આવ્યુ હતુ. જો કે આ કૌભાંડમાં જિલ્લાના 1 ઉચ્ચ અધિકારી અને દિગ્ગજ નેતા હોવાની ચર્ચા હતી. જેના કારણે કોઈ અધિકારી ચેકિંગ કરવાની હિંમત નહોતા કરતા તેવી માહિતી હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">