AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી કવિતા વાયરલ, શું પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ ઠાલવી વેદના ?

Rajkot: રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી કવિતા વાયરલ થઈ છે. અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદને લઈને પણ પ્રોફેસર દ્વારા કવિતા વાયરલ કરાઈ હતી. હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિપદેથી ગિરીશ ભીમાણીને હટાવાયા બાદ ફરી વેદના ઠાલવતી કવિતા વાયરલ થઈ છે. ત્યારે આ કવિતા શું ગિરીશ ભીમાણીના સમર્થનમાં વલખવામાં આવી છે તેવા સવાલો ઉઠી રહ્યા છે. થોડા દિવસ અગાઉ રાજકોટ ભાજપના સોશિયલ મીડિયા ગૃપમાં પણ એક કવિતા વાયરલ થઈ હતી. જેમા રાજકોટ શહેર ભાજપના અસંતોષને લઈને વ્યથા ઠાલવવામાં આવી હતી.

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી કવિતા વાયરલ, શું પૂર્વ ઈન્ચાર્જ કુલપતિ ગિરીશ ભીમાણીએ ઠાલવી વેદના ?
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 23, 2023 | 10:21 PM
Share

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જો કોઇ વ્યક્તિએ પોતાની વેદના ઠાલવી હોય તો કવિતાનો સહારો લઇ રહ્યા છે.અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદને લઇને એક પ્રોફેસર દ્રારા કવિતા રૂપે વેદના ઠાલવવામાં આવી હતી.હવે કુલપતિ તરીકે ગિરીશ ભિમાણીએ ચાર્જ છોડ્યા બાદ વધુ એક કવિતા વાયરલ થઇ છે.

કોંગ્રેસના નેતા નિદત બારોટે પોતાના સોશિયલ મિડીયાના માધ્યમથી આ કવિતા વાયરલ થઇ હોવાની માહિતી આપી હતી.કવિતાને પ્રાથમિક રીતે જોતા ગિરીશ ભિમાણીના સમર્થનમાં લખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે જો કે આ કવિતાએ યુનિવર્સિટીમાં ફરી ચર્ચા જગાવી છે.

વાયરલ થયેલી કવિતા

कत्लें तो बहोत हुई, कातील हम न थे !

जो चल बसे वो भी अपने थे, जो बचे हैं वो भी अपने है ।

वक्त कल भी हमारा था, वक्त कल भी हमारा होगा ॥

जो गये उनके दिमागमें हम है, जो बचे उनके दीलो मैं हम है ॥

कोई युंही भूला सके, ऐसी आंधी हम नहीं, फीर झरुर मिलेंगे, उसी मोड पर ॥

ગિરીશ ભિમાણીના સમર્થનમાં કવિતા ?

આ કવિતાના શબ્દો ગિરીશ ભિમાણીના સમર્થનમાં હોય તેવું હાલ ચર્ચાઇ રહ્યું છે.ગિરીશ ભિમાણીના કાર્યકાળમાં સેનેટની ચૂંટણી યોજવામાં આવી નથી. જેના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અનેક જૂના જોગીઓ સિન્ડિકેટ સભ્યો ઘરભેગા થઇ ગયા હતા. આ વાતને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભાજપમાં જ બે જુથ પડી ગયા હતા. ગિરીશ ભિમાણી વિરુદ્ધ એક જુથ રીતસર તેને પાડવા માટે નીકળ્યું હતુ. જેની સામે ગિરીશ ભિમાણી પણ પૂર્વ સિન્ડિકેટ સભ્યોને હેરાન કરવાનો એક મોકો છોડતા ન હતા.જેના કારણે ભાજપના બે જુથો વચ્ચેની લડાઇ પ્રતિષ્ઠાનો જંગ બની હતી. જો કે કવિતાના માધ્યમથી ગિરીશ ભીમાણીના સમર્થકોએ પોતે નિર્દોષ હોવાની અને કુલપતિનો ચાર્જ છોડ્યા પછી પણ તેઓ યુનિવર્સિટીમાં સક્રિય રહેશે તેવા દાવો કરતા હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Gujarati Video રાજકોટ ભાજપમાં કવિતા સ્વરૂપે બહાર આવ્યો આંતરિક જૂથવાદ, જી હજુરી અને સગાવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ

અગાઉ પ્રોફેસર મનોજ જોષીએ વિવાદો અંગે કવિતા લખી હતી

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કવિતાઓ લખવી નવી વાત નથી.અગાઉ ગુજરાતી ભવનના પ્રોફેસર મનોજ જોષીએ યુનિવર્સિટીમાં ચાલતા વિવાદો અંગે એક કવિતા લખી હતી.આ કવિતાને કારણે મનોજ જોષી સામે તપાસ કમિટીની રચના કરવામાં આવી હતી એટલું જ નહિ તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા હતા.જો કે બાદમાં તપાસ કમિટીના રિપોર્ટ બાદ તેને ફરી પ્રોફેસર તરીકે ફરજ પર હાજર લેવામાં આવ્યા હતા.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">