AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh: માંગરોળના મદરેસામાં મૌલાનાએ 7 બાળકો સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ધાકધમકી આપી આચરતો દુષ્કર્મ- Video

Junagadh: માંગરોળના મદરેસામાં મૌલાનાએ 7 બાળકો સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય, ધાકધમકી આપી આચરતો દુષ્કર્મ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2023 | 6:21 PM
Share

Junagadh: જુનાગઢમાં મદરેસામાં સગીર બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરાયુ હોવાની ફરિયાદ ભોગ બનનાર એક 15 વર્ષિય કિશોર દ્વારા કરવામાં આવી છે. ફરિયાદને આધારે પોલીસે મૌલાનાની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. વેરાવળ રોડ પર આવેલા મદરેસામાં ભણતા બાળકો સાથે મૌલાનાએ કુકર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાળકોને પૈસાની લાલચ આપીને તેમજ ધાકધમકી આપીને દુષ્કર્મ આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે.

Junagadh: જુનાગઢના માંગરોળમાં મદરેસાનો મૌલાના બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હોવાની ફરિયાદ નોંધાઈ છે. વેરાવળ રોડ પર આવેલા મદરેસામાં ભણતા બાળકો સાથે કુકર્મ આચરવામાં આવ્યુ છે. કુકર્મ આચરનાર અન્ય કોઈ નહીં પરંતુ મદરેસાનો જ મૌલાના હોવાનું સામે આવ્યુ છે. મદરેસામાં ફજ બજાવતા મૌલાનાએ 15 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચર્યુ. બાળકે માતાપિતાને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ બે શખ્સોને રાઉન્ડઅપ કરીને પૂછપરછ હાથ ધરી છે.

15 વર્ષિય કિશોરની ફરિયાદ બાદ સામે આવી હકીકત

કેસની હકીકત મુજબ મદરેસામાં અભ્યાસ કરતા 15 વર્ષિય કિશોરે મૌલાના વિરુદ્ધ દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે 25 વર્ષના મૌલાનાની ધરપકડ કરી તેની સામે IPCની કલમ 377, 323, 506 અને 144 અને POCSO સહિતની કલમો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Ahmedabad: રાજ્યના 79 મોબાઈલ વિક્રેતાઓને ત્યાં GST વિભાગનો સપાટો, 3 કરોડની વસુલાત સાથે 500 મોબાઈલ જપ્ત

મૌલાનાએ 7 બાળકો સાથે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરિયાદ- સૂત્ર

પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે મૌલાનાએ અત્યાર સુધીમાં 7 વિદ્યાર્થીઓનું શારીરિક શોષણ કર્યુ છે. મૌલાનાએ સાત બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ હોવાનુ સામે આવ્યુ છે. ગત દિવાળી વખતથી મૌલાનાએ શોષણ કરવાનુ શરૂ કર્યુ હતુ. મદરેસામાં ઉર્દુ શીખવવાના નામે મૌલાના બાળકોનું શોષણ કરતો હોવાનુ સામે આવ્યુ છે. જો કોઈ બાળક તેની સામે વિરોધ કરે તો મૌલાના જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હોવાની હકીકત સામે આવી છે.

જુનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">