Rajkot: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા, ભાવ ન મળતા ખેડૂતોએ પશુઓને ચરાવી દીધો પાક

Rajkot: ડુંગળી હાલ ખેડૂતોને રડાવી રહી છે. વાવેતરનો ખર્ચો પણ ન નીકળે એટલાય ભાવ ન મળતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. રાયડી ગામના ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ ન મળતા નિરાશ ખેડૂતોએ તૈયાર પાકમાં પશુઓને હવાલે કરી દીધો છે.

Rajkot: ડુંગળીએ ખેડૂતોને રડાવ્યા,  ભાવ ન મળતા ખેડૂતોએ પશુઓને ચરાવી દીધો પાક
પશુઓના હવાલે કરી દીધી ડુંગળી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2023 | 12:13 AM

કહેવામાં તો એ ગરીબોની કસ્તૂરી છે પણ હાલ ખેડૂતોને રડાવી રહી છે. ડુંગળીના ભાવ એટલા તળિયે બેસી ગયા છે કે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના વાવેતર પાછળ ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો તેટલા પણ ભાવ નહીં મળતા આખરે ખેડૂતો માગી રહ્યા છે સરકારની મદદ. રાજકોટના રાયડી ગામમાં ડુંગળીના ભાવ નહીં મળવાને કારણે ખેડૂતોએ તૈયાર પાકમાં પશુઓને ચરવા મુકી દીધા છે.

રાયડી ગામના એક ખેડૂતે 20 વીઘાના ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી જે રીતે ડુંગળીના ભાવ તળિયે બેસી ગયા છે, તેને કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ડુંગળીના વાવેતર સમયે કરેલ ખર્ચ નહીં નીકળતા ખેડૂતો નારાજ છે. ધોરાજી યાર્ડમાં ખેડૂતોને પ્રતિ મણ ડુંગળીના ફક્ત 50થી 60 રૂપિયા મળી રહ્યા છે. જેથી ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે.

ડુંગળીના મણ દીઠ ભાવ હાલ માર્કેટમાં 50 રૂપિયા થઈ જતા તાત પરેશાન થઈ ગયો છે. ડુંગળીનો ભાવ કિલો દીઠ બેથી ત્રણ થઈ જતા તાત પાયમાલ થયો છે. ડુંગળીનો વાવણીના ખર્ચ જેટલો પણ ભાવ ખેડૂતોને મળી રહ્યો નથી. જેથી અનેક ખેડૂતો ડુંગળી યાર્ડ સુધી લાવવાને બદલે પશુઓને ખવડાવવા માટે ફેંકવા મજબૂર બન્યા છે. ખેડૂતો રાજ્ય સરકાર પાસે ડુંગળીના પોષણક્ષમ ભાવની માગણી કરી રહ્યાં છે.. ઉપરાંત સરકાર તરત જ ડુંગળીની નિકાસના નિયમો હળવા કરે તેવી આશા રાખી રહ્યાં છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

ડુંગળીના ઘટેલા મુદ્દે કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાએ કેન્દ્ર અને રાજ્ય સરકાર સાથે ચર્ચા કરી યોગ્ય હલ લાવવાનું આશ્વાસન આપ્યું છે.. તેમણે ખેડૂતોને હૈયાધારણા આપી છે કે ડુંગળીનું ઉત્પાદન કરતા ખેડૂતોને મદદરૂપ કેવી રીતે થઈ શકાય તે બાબતે કોઈ રસ્તો કાઢીશું.

આ પણ વાંચો: UK ની પાકિસ્તાન જેવી જ હાલત ! સુપરમાર્કેટમાં શાકભાજીની ભારે અછત, 2 નંગથી વધુ બટાકા અને ડુંગળી ખરીદી શકાતા નથી

ડુંગળીના સારા ઉત્પાદન થકી સારી આવક થશે તેવી આશાઓ સાથે ખેડૂતોએ ડુંગળીનું વાવેતર તો કર્યું પરંતુ હવે ડુંગળીના ઘટી રહેલા ભાવ ખેડૂતોને રડાવી રહ્યા છે.. આવા સમયે સરકાર ડુંગળી પકવતા ખેડૂતોની વ્હારે આવે તે સમયની માગ છે.

ઈનપુટ ક્રેડિટ-હુસૈન કુરેશી-રાજકોટ, બળદેવ સુથાર-સુરત

g clip-path="url(#clip0_868_265)">