Rajkot: કંકોત્રી નહીં માનવતાનો સંદેશ, લગ્નમાં કોઈ ભભકા નહીં સેવાકીય પ્રવૃતિઓની હારમાળા, પટેલ પરિવારના યોજાશે અનોખા લગ્ન

Rajkot: આજે જ્યારે લગ્નપ્રસંગોમાં લાખો રૂપિયાનો ધુમાડો કરી નાખવામાં આવે છે, ત્યારે રાજકોટના જેસડિયા પરિવાર દ્વારા એવા અનોખા લગ્ન યોજાશે. જેમાં હશે માનવતાનો સંદેશ, અહીં સાદાથી લગ્નપ્રસંગ થશે જે પૈસા બચશે તેનાથી જરૂરતમંદો માટેની સેવાકીય પ્રવૃતિ કરવામાં આવશે.

Rajkot: કંકોત્રી નહીં માનવતાનો સંદેશ, લગ્નમાં કોઈ ભભકા નહીં સેવાકીય પ્રવૃતિઓની હારમાળા, પટેલ પરિવારના યોજાશે અનોખા લગ્ન
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 03, 2023 | 10:12 PM

આજકાલના લગ્નોમાં લાખો રૂપિયાનો ધૂમ ખર્ચ કરી નાખવામાં આવે છે. જેમાં કપડાથી લઈને ટ્રેડીશનલ થીમ પાછળ લાખો રૂપિયા ખર્ચાતા હોય છે. ત્યારે રાજકોટમાં એક એવા લગ્ન યોજાઈ રહ્યા છે. જે સમાજ માટે રાહ ચીંધનારા છે. રાજકોટના જેસડિયા પરિવાર અને પણસારા પરિવારે લગ્નપ્રસંગને એક સામાજિક સંદેશાની જેમ ઉજવવાનું નક્કી કર્યુ છે. કાલાવડના આણંદપર અને સાંઢવાયા ગામમાં આગામી 7,8 અને 9 માર્ચના રોજ લગ્નપ્રસંગનું આયોજન થવાનું છે.

જેસડિયા પરિવારના દીકરા અમિતના લગ્ન પસરાણા પરિવારની દીકરી સાથે નિર્ધારીત કરવામાં આવ્યા છે. આ ત્રણ દિવસ સુધી બંન્ને પરિવારો વિવિધ ધાર્મિક સેવાકીય પ્રવૃતિઓ કરીને લગ્નગ્રંથીથી જોડાશે. જેમાં બંને પક્ષના પરિવારજનો દ્વારા લગ્ન એક્દમ સાદાઈથી કરાશે અને તેમાં જે પૈસા બચશે તેને સેવાકીય પ્રવૃતિમાં વાપરશે.

કંકોત્રીમાં સામાજિક સંદેશો

સામાન્ય રીતે કોઈ પરિવારની લગ્નપ્રસંગની કંકોત્રી હોય તો તેમાં પરિવારજનો, મોસાળ અને ઘરના મોભીઓના નામ હોય છે, પરંતુ આ કંકોત્રી વિશેષ છે. કંકોત્રીમાં માનવતાનો સંદેશો આપ્યો છે જેમાં ગરીબોને ભોજન,લાચાર અને જરૂરિયાતમંદને મદદ કરતા સંદેશા રજૂ કરવામાં આવ્યા છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવા છે તેવા સંકલ્પ સાથે લગ્નના ખોટા ખર્ચાઓ ન કરીને સમાજને ઉપયોગી થાય,ગરીબ અને જરૂરિયાતમંદને મુંગા પશુઓને મદદ થાય તેવા સંદેશાઓ મુકવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

લગ્નના માંગલિક પ્રસંગો

આ લગ્નમા માંગલિક પ્રસંગો પણ વિશેષ છે. સામાન્ય કંકોત્રીની જેમ આ લગ્નમાં મહેંદી, સાંજી,વરઘોડો કે હસ્તમેળાપ વિશે નથી લખાયું, પરંતુ તેના બદલે ત્રણ દિવસ આણંદપર અને સાંઢવાયા ગામમાં સેવાકીય પ્રવૃતિની માહિતી દર્શાવવામાં આવી છે.

આણંદપર ગામમાં

  • ગામની ગૌ શાળામાં ત્રણ દિવસ સુધી લીલુ ઘાસ આપવું
  • ગામની શાળામાં બાળકોને નાસ્તા પેટી અને નાસ્તો આપવો
  • ગામમાં પક્ષીને ચણ નાખવું
  • ઝુંપડપટ્ટીના બાળકોને નાસ્તો આપવો
  • કાલાવડ વૃધ્ધાશ્રમમાં વડિલોને નાસ્તાનું વિતરણ

સાંઢવાયા ગામમાં

  • ગામની ગૌ શાળામાં ત્રણ દિવસ સુધી લીલુ ઘાસ આપવું
  • ગામની શાળામાં બાળકોને નાસ્તાપેટી અને નાસ્તો આપવો
  • ગામમાં પક્ષીઓને ચણ નાખવું
  • ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવવો.

આ પણ વાંચો: Rajkot: માતાના મૃત્યુ બાદ આઘાતમાં સરી પડેલો આંધ્રપ્રદેશનો યુવક રાજકોટમાં ભૂલો પડ્યો, પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન

નાનપણમાં ખુબ સંઘર્ષ કર્યો, હવે સેવાનો મોકો મળ્યો છે-અમિત

આ અંગે અમિત જેસડિયાએ TV9 ગુજરાતી સાથે વાતચીત કરતા કહ્યું હતું કે મારા બાળપણના સમયે અમારા પરિવારની સ્થિતિ ખુબ જ સામાન્ય હતી. ઘરની સ્થિતિ સામાન્ય હોય ત્યારે ક્યાં પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે તે અનુભવી છે ત્યારે માનવ સેવા એ જ પ્રભુ સેવાને મેં મારા જીવનનો મંત્ર બનાવ્યો છે.

આજે ઇશ્વરની કૃપાથી હું યથાશક્તિ સેવા કરી શકુ છું ત્યારે મારા લગ્નમાં ખોટાં ખર્ચાઓ કરવાથી દુર રહીને સેવાકીય પ્રવૃતિ કરવાનો નિર્ધાર કર્યો છે. આમ પણ હું દર મહિને કોઇને કોઇ રીતે ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા કરૂ છું. ઉતરાયણમાં પતંગ, શિયાળામાં ગરીબોને ધાબળા વિતરણ જેવી સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલો છું ત્યારે લગ્ન પણ સેવાકીય પ્રવૃતિથી કરીને સમાજને માનવ સેવાનો સંદેશો આપવાનો પ્રયાસ કર્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">