AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: ખૈલેયાઓમાં હાર્ટએટેકના વધતા કેસને જોતા તંત્ર સજ્જ, કલેક્ટરે ગરબા આયોજકો, તબીબો અને સાંસદ સાથે આગોતરા આયોજનની કરી સમીક્ષા

Rajkot: હાલ નવરાત્રિની પ્રેકટિસ દરમિયાન ખેલૈયાઓને હાર્ટ એટેક આવવાના કેસમાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 10 જેટલા નવયુવાનો આ પ્રકારે ગરબા રમતા રમતા હાર્ટએટેક આવતા મોતને ભેટ્યા છે. ત્યારે રાજકોટ કલેક્ટરે ગરબા આયોજકો, તબીબો અને સાંસદ સાથે આગોતરા આયોજનની સમીક્ષા કરી છે.

Rajkot: ખૈલેયાઓમાં હાર્ટએટેકના વધતા કેસને જોતા તંત્ર સજ્જ, કલેક્ટરે ગરબા આયોજકો, તબીબો અને સાંસદ સાથે આગોતરા આયોજનની કરી સમીક્ષા
Ronak Majithiya
| Edited By: | Updated on: Oct 05, 2023 | 9:45 PM
Share

Rajkot: છેલ્લા એકાદ વર્ષથી યુવાનોમાં હાર્ટ એટેકના કેસ સતત સામે આવી રહ્યા છે. જેનાથી ખૂબ નાની વયે યુવાનો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. હાર્ટ એટેકથી યુવાનોના ટપો ટપ થતાં મોતથી ચારેકોર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ નવરાત્રિ નજીક છે ત્યારે નવરાત્રિની તૈયારીઓના ભાગ રૂપે ગરબા રસિકો 2-3 મહિનાઓ પહેલાથી જ ગરબાની પ્રેક્ટિસ અને ગરબા ક્લાસ શરૂ કરી દેતા હોય છે.

છેલ્લા કેટલાક દિવસથી ગરબા ક્લાસમાં અથવા ગરબાની પ્રેક્ટિસ કરતી વખતે રાજ્યભરમાં અનેક યુવાનોના મોત થયા. જેનાથી રાજ્યભરમાં ચિંતાનો માહોલ ફેલાઈ ગયો છે કારણ કે નવરાત્રિમાં રાજ્યના લાખો યુવાનો નવે નવ દિવસ ગરબે રમતા હોય છે. ત્યારે હાર્ટ અટૅકના અનેક બનાવો સામે આવે તેવી ભિતી સેવાઈ રહી છે. ત્યારે રાજકોટ કલેક્ટર તંત્ર પણ આ જોખમને લઈને સતર્ક થયું છે અને શહેરના અર્વાચીન ગરબા આયોજકો સાથે બેઠક યોજી હતી. જેમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, IMA ના ડોકટરો અને 108ના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

કલેકટરે ગરબા આયોજકોએ આપ્યા તકેદારીના સૂચનો

આ બેઠકમાં કલેકટર અને રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયાએ ગરબા આયોજકોને કેટલાક સૂચનો કર્યા હતા તો IMA ના ડોકટર,108ના અધિકારી અને મીડિયા પાસેથી કેટલાક સૂચનો પણ સ્વીકાર્યા હતા.કલેકટરે ગરબા આયોજકોને કેટલાક સૂચનો આપ્યા હતા જે નીચે મુજબ છે.

  • CPR કંઈ રીતે કરી શકાય?તેનો વીડિયો ગરબા શરૂ થતાં ખેલૈયાઓને બતાવવો
  •  ગરબાના આયોજનમાં 4થી 5 વ્યક્તિઓને CPR ની તાલીમ આપેલા રાખવા
  •  ગરબામાં અંદર સુધી એમ્બ્યુલન્સ આવી શકે તેવો એક ગેટ રાખવો
  •  નજીકની તમામ હોસ્પિટલના નંબર રાખવા
  •  ગરબા સ્થળ પર ફર્સ્ટ એડ કીટ રાખવી

રામભાઈ મોકરિયાએ ગરબાના રાઉન્ડ ટૂંકા રાખવા આયોજકોને સૂચના આપી

આ ઉપરાંત રામભાઈ મોકરિયાએ પણ ગરબાના આયોજકોને ગરબાના રાઉન્ડ ટૂંકા રાખવા માટે સૂચન કર્યું હતું,આ ઉપરાંત કોઈ ખેલૈયાઓને ઈનામ મેળવવા માટે થાકી જાય તો પણ ગરબા ન રમવા માટેની સૂચના આપીને ગરબા ચાલુ થાય તે પહેલા એનાઉન્સમેન્ટ કરવું તેવી પણ સૂચના આપી હતી.આ ઉપરાંત રામભાઈ મોકરિયાએ સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની મદદ લેવા અંગેની રજુઆત સિવિલ સુપ્રિટેન્ડેન્ટને તેઓ કરવાના છે તેવું પણ જણાવ્યું હતું.આ ઉપરાંત રામભાઈ મોકરિયાએ એમ પણ જણાવ્યું હતું કે ભાજપમાં ડોકટર સેલના ડોકટરો પણ નવરાત્રી દરમિયાન સેવા આપશે.

IMAના ડોક્ટરોએ ખેલૈયાઓ માટે ગરબા દરમિયાન ધ્યાનમાં રાખવા માટેના સૂચન કર્યા

IMA રાજકોટના પ્રેસિડેન્ટ પારસ શાહે પણ ખેલૈયાઓને ધ્યાનમાં રાખવા જેવા કેટલાક સૂચનો કર્યા હતા.જેમાં તેમણે જણાવ્યું હતું કે જો ગરબા રમતા વખતે કોઈ વ્યક્તિને શ્વાસ ચડે, ચક્કર આવે અથવા ખૂબ થાક લાગે, આંખોમાં અંધારા આવે તો તાત્કાલિક બેસી જવું અને સાથે રહેલા લોકોને પોતાને સારવાર અપાવવા માટે સતત જાણ કરવી તેવા સૂચનો કર્યા હતા અને આ સૂચનો ગરબા શરૂ થતાં પહેલાં આયોજકોએ ખેલૈયાઓને અનાઉન્સમેન્ટ દ્વારા જણાવવા માટે સૂચન આપ્યું હતું.

આ પણ વાંચો: Banaskantha Video : રીલ્સની લ્હાયમાં જીવ જોખમમાં મુકતા યુવાનો, ભારત માલા હાઇવે પર જોખમી રીલ્સ બનાવતા યુવકોની ધરપકડ

સપ્ટેમ્બર માસ દરમિયાન 108ને હ્રદય રોગ અંગેના 450થી વધુ કોલ આવ્યા

આ બેઠકમાં હૃદય રોગના હુમલા અંગે એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો.જેમાં સપ્ટેમ્બર માસ દરમિયાન 108 એમ્બ્યુલન્સને હૃદય રોગ અંગેના 452 જેટલા કોલ રાજકોટ શહેર અને જિલ્લામાંથી મળ્યા હતા. જેમાં 324 જેટલા ઇમરજન્સી કોલ માત્ર શહેરમાંથી મળ્યા હતા. આ આંકડા ખરેખર ચિંતા ઉપજાવનારા છે. આ બેઠકમાં હાજર 108ના અધિકારીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર અને જિલ્લામાં 42 જેટલી 108 એમ્બ્યુલન્સ તૈનાત છે. જેમાં 22 જેટલી એમ્બ્યુલન્સ શહેરમાં છે. જે નવરાત્રિ દરમિયાન સતત ખડેપગે રહેશે.

આ ઉપરાંત 108 મશીનમાં AED (ઓટોમેટેડ એક્સટર્નલ ડિફ્રીબિલેટર) મશીન પણ રાખવામાં આવશે. જેનાથી દર્દીને છાતીના ભાગે ઇલેક્ટ્રિક શોક આપવામાં આવે છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે ગરબાના મોટા આયોજનોની આસપાસ 108 એમ્બ્યુલન્સ તૈનાત રહેશે જેથી કોલ મળ્યે તાત્કાલિક સ્થળ પર પહોંચીને પીડિત દર્દીને સારવાર માટે પહોંચાડી શકાય.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો 

ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
ઈન્ડિગો સંકટ વચ્ચે અમદાવાદમાં ફસાયા આસામના મુસાફરો, જુઓ-Video
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
રાઇડ્સમાં મોટી બેદરકારી! ચકડોળમાં 6 લોકો 20 મિનિટ હવામાં લટક્યા
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી 50 લાખની ખંડણી માંગનાર બે ઝડપાયા
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
અમિત શાહની હાજરીમાં આનંદીબેનના પુસ્તકનું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">