Banaskantha Video : રીલ્સની લ્હાયમાં જીવ જોખમમાં મુકતા યુવાનો, ભારત માલા હાઇવે પર જોખમી રીલ્સ બનાવતા યુવકોની ધરપકડ
આ મામલો ધ્યાન પર આવતા જ ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે કાર્યવાહી કરી છે. થરાદ પોલીસે રીલ્સ બનાવનાર ત્રણેય યુવકોની ધરપકડ કરી છે. જે યુવકો હાઇવે પર રિલ્સ બનાવીને લોકોના જીવ સામે જોખમ સર્જી રહ્યા હતા, તે યુવાનોને હવે પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો છે.
Banaskantha : ભારત માલા જેવા અત્યંત વ્યસ્ત અને ભારે વાહનોથી ધમધમતા હાઇવે પર ત્રણ યુવકો જીવના જોખમે રીલ્સ બનાવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. રીલ્સના ચક્કરમાં આંધળા બનેલા આ યુવાનોને જાણે કે પડી જ ન હોય તેમ લાગી રહ્યું છે. પોતાનો તો ઠીક, પરંતુ અન્યના જીવની પણ ચિંતા કર્યા વિના આ યુવકો રીલ્સ બનાવી રહ્યા છે.
આ મામલો ધ્યાન પર આવતા જ ઘટનાની ગંભીરતા સમજીને પોલીસે કાર્યવાહી કરી છે. થરાદ પોલીસે રીલ્સ બનાવનાર ત્રણેય યુવકોની ધરપકડ કરી છે. જે યુવકો હાઇવે પર રિલ્સ બનાવીને લોકોના જીવ સામે જોખમ સર્જી રહ્યા હતા, તે યુવાનોને હવે પોલીસ સ્ટેશનની હવા ખાવાનો વારો આવ્યો છે. ત્રણેય યુવકોને પોલીસ કાયદાનો પાઠ ભણાવ્યો છે.
(With Input : Dinesh Thakor)
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
