Rajkot : શહેરમાં બપોર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક પ્રસરી

રાજકોટ( Rajkot) શહેરમાં બપોર બાદ ફરી એક વાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. રાજકોટમાં વરસાદની શરૂઆત થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 5:57 PM

ગુજરાતમા(Gujarat)  હવામાન વિભાગની આગાહીના પગલે અનેક જિલ્લાઓમાં વરસાદની(Rain)  ધમાકેદાર એન્ટ્રી થઈ છે. જેમાં રાજકોટ( Rajkot) શહેરમાં બપોર બાદ ફરી એક વાર ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. રાજકોટમાં વરસાદની શરૂઆત થતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં પણ વરસાદની શરૂઆત થઈ છે. જેમાં ઉપલેટામાં ફરી મેઘરાજાની પધરામણી થઇ છે. ઉપલેટામાં સતત ચાર દિવસથી મેઘસવારી યથાવત છે. તેમજ ઉપલેટા પંથકની તમામ નદીઓમાં નવા નીર આવ્યા છે. જેના પગલે નદી કાંઠાના લોકોને સાવચેત રહેવા તંત્રએ અપીલ કરી છે.

હવામાન વિભાગની   આગાહીને પગલે રાજકોટના  વિવિધ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. રાજકોટ જિલ્લાના જામકંડોરણા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઉપલેટા, જામકંડોરણામાં પણ સારો વરસાદ વરસ્યો છે. જેના પગલે રાજકોટ જિલ્લાના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. ભાદર 2 ડેમ  70 ટકા જ્યારે ફોફળ ડેમ  90 ટકા ભરાઇ ગયો છે. જેના પગલે નદી કાંઠા વિસ્તારના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. ધોરાજીથી પોરબંદર સુધીના ભાદર કાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યુ છે.

ફોફળ ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટમાં ધોરાજીનું તંત્ર એલર્ટ પર છે. ઉપલેટા, જામકંડોરણાના જળાશયોમાં પાણીની પુષ્કળ આવક થઇ છે. ભારે વરસાદના પગલે રાજકોટ જિલ્લાના જામકંડોરણા પાસેનો ફોફળ 1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. 52 ગામોને પીવાનું પાણી પુરૂ પાડતા ફોફળ 1 ડેમમાં 11 ફૂટ નવા નીરની આવક થઈ છે. 25.50 ફૂટની જળ સપાટી ધરાવતા ડેમમાં 24.10 ફૂટ સુધી પાણી ભરાયું છે. એટલે કે કુલ સંગ્રહ ક્ષમતાના 90 ટકા સુધી ડેમ ભરાઈ ગયો છે. ડેમ ઓવરફ્લો થવાની તૈયારી વચ્ચે દૂધીવદર, ઇશ્વરીયા, તરવડા અને વેગડી ગામના લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યા છે,, તેમજ નદીના પટમાં અવર જવર મનાઈ કરવામાં આવી છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">